કોરોના થર્ડ વેવ અલર્ટ:બાળકને છાતીમાં દુખાવો, શરીર જાંબલી પડી જવું અને ઠંડી લાગે તો તરત ડૉક્ટર પાસે લઈ જાઓ; જાણો હળવાં, મધ્યમ અને ગંભીર લક્ષણો પર શું કરવું જોઈએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બાળકોને કોરોના સંક્રમણ થાય તો શરીરમાં પાણીની ઊણપ પૂરી કરવા માટે અને પોષણ માટે પ્રવાહી ડાયટ આપવું
 • હળવાં લક્ષણો ધરાવતાં બાળકોને કોઈ પણ પ્રકારની એન્ટિબાયોટિક આપવાથી બચવું

દેશ કોરોનાવાઈરસની બીજી લહેરથી માંડ માંડ બચી રહ્યો છે તેવામાં ત્રીજી લહેર માટે આંશકા વ્યક્ત કરવામાં આવી છે કે તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે. તેવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ સંક્રમણ દરમિયાન હોમ આઈસોલેશનમાં બાળકોની સાર સંભાળ રાખવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જાણો કોરનાનાં હળવાં, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોની સાર સંભાળ કેવી રીતે કરશો...

હળવાં લક્ષણોનાં બાળકો માટે...

 • તાવ માટે: પેરાસિટામોલ 10-15mg/kg/ડોઝ, દર 4થી 6 કલાકમાં આપી શકાય છે.
 • કફ માટે: કિશોરો માટે ગળાના આરામ માટે ગરમ પાણીના કોગળા કરાવવાનો ઉપાય કરવો.
 • ડાયટ: શરીરમાં પાણીની ઊણપ પૂરી કરવા માટે અને પોષણ માટે તરળ પદાર્થો આપવા.
 • એન્ટિબાયોટિક: કોઈ પણ નહિ
 • આ દવાઓ ન આપવી: ટોસિલિઝુમેબ, એન્ટરફેરોન b1a,લોપિનવિર/ રિટોનવિર, રેમડેસીવિર, યુમિફેનોવિર, ઈમ્યુનોમોડ્યુલેટર્સની કોઈ આવશ્યકતા નથી.
 • આ વાતોનું ધ્યાન રાખો: દિવસમાં 2થી 3 વખત પલ્સ ચેક કરો. છાતીમાં દુખાવો, શરીર જાંબલી થવું, ઓક્સિજન સેચ્યુરેશન ઘટવું, ઠંડી લાગે તો તરત બાળકને હોસ્પિટલ લઈ જવું.

મધ્યમ લક્ષણ ધરાવતાં બાળકો માટે...

 • જો પહેલાંથી કોઈ રોગ ન હોય તો કોઈ ટેબ્લેટ આપવાની જરૂર નથી. કોવિડ હેલ્થ કેર સેન્ટર અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. શરીરમાં લિક્વિડ અને ઈલેક્ટ્રોલાઈટની અછત ન થવા દો.
 • તાવ આવવા પર 10-15mg/kg/ડોઝ આપી શકાશે. દરરોજ 4થી 6 કલાકના ગાળામાં આ દવા આપી શકાશે. જો બેક્ટેરિયલ ઈન્ફેક્શન થયું હોય અથવા તેના સંકેત જણાય તો એમોક્સિલિન આપી શકાય છે.
 • 94% કરતાં ઓછું ઓક્સિજન લેવલ હોય તો જ મેડિકલ ઓક્સિજનની આવશ્યકતા છે.

ગંભીર લક્ષણો ધરાવતાં બાળકો માટે

 • 94% કરતાં ઓછું ઓક્સિજન લેવલ હોય તેવાં બાળકોને ગંભીર કોવિડ પેશન્ટ તરીકે ગણવામાં આવે છે.
 • તેમાં ગંભીર ન્યૂમોનિયા થઈ શકે છે. એક્યુએટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, સેપ્ટિક શૉક, મલ્ટિ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ અથવા સાયનોસિસ સાથે ન્યૂમોનિયા થઈ શકે છે.
 • આવા બાળકોને છાતીમાં તકલીફ, સુસ્તી, વધારે ઊંઘ જેવી તકલીફ થઈ શકે છે.
 • આવા બાળકોને કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.
 • થ્રાંબોસિસ, હીમોફેગોસાઈટિસ, હિમ્ફોહિસ્ટિયોસાઈટિસ અને ઓર્ગન ફેલ્યોર થવા પર ICUની આવશ્યકતા રહે છે.
 • તપાસ: કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ, કિડની અને લીવર ફંક્શનની તપાસ, છાતીનો એક્સ રે.
 • સારવાર: ઈન્ટ્રાવેનસ ફ્લૂઈડ થેરપી
 • કોર્ટિકોસ્ટેરાઈડ્સ: ડેક્સામેથાસોન 0.15mgના દિવસમાં 2 વાર ડોઝ.
 • એન્ટિ વાઈરલ એજન્ટ્સ: લક્ષણના 3 દિવસ અંદર રેમડેસીવિર આપી શકાય છે.

જાણો કંઈ ઉંમરે કેટલો પલ્ટ રેટ હોવો જોઈએ

 • 2 મહિનાથી ઓછી ઉંમરના બાળકનો પલ્સ રેટ: 60/મિનિટ
 • 2-12 મહિનાના બાળકોનો પલ્સ રેટ: 50/મિનિટ
 • 1-5 વર્ષના બાળકોનો પલ્સ રેટ: 40/ મિનિટ
 • 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોનો પલ્સ રેટ: 30/ મિનિટ

આ તમામ ઉંમરનાં બાળકોનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 90 કરતાં વધારે હોવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...