• Gujarati News
  • Lifestyle
  • Health
  • Coronavirus 'Covid 19', Which Is Responsible For The Common Cold And Cough, Has Increased Immunity, British Scientists Claim.

ઝેરનું મારણ ઝેર:વાતાવરણમાં રહેલા શરદી-ઉધરસ માટે જવાબદાર કોરોના વાઈરસ 'કોવિડ-19' સામે ઈમ્યુનિટી વધારે છે, બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરદી-ઉધરસ માટે જવાબદાર કોરોના વાઈરસ શરીરમાં T-સેલ્સની સંખ્યા વધારે છે
  • આ T સેલ્સ કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટી મજબૂત બનાવે છે

મોટા ભાગના લોકોએ છેલ્લાં 2 વર્ષથી કોરોના વાઈરસનું નામ સાંભળ્યું હશે, પરંતુ આપણી વચ્ચે કોરોના વાઈરસ કેટલાય વર્ષોથી જીવિત છે. છેલ્લાં 2 વર્ષથી દુનિયાભરમાં કહેર વરસાવનાર વાઈરસ કોવિડ-19 અર્થાત SARS-CoV-2 છે. આ સિવાય પણ વાતાવરણમાં ઘણા પ્રકારના કોરોના વાઈરસ હોય છે, જોકે તે કોવિડ-19 જેટલા ઘાતક હોતા નથી. ઈમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, આ કોરોના વાઈરસથી થતી સામાન્ય શરદી-ઉધરસ શરીરમાં કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટી વધારે છે.

શરદી-ઉધરસ માટે જવાબદાર કોરોના વાઈરસ શરીરમાં T-સેલ્સ વધારે છે

'નેચર કમ્યુનિકેશન્સ' નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે શરદી ઉધરસ માટે જવાબદાર કોરોના વાઈરસ શરીરમાં SARS-CoV-2થી લડવા માટે એન્ટિબોડી બનાવવામાં કારગર હોય છે. તે આપણાં શરીરમાં T-સેલ્સની માત્રા વધારે છે. T-સેલ્સ અર્થાત એવી કોશિકાઓ જે વાઈરસનો સામનો કરી તેનો નાશ કરે છે.

T-સેલ્સ આ રીતે ફાઈટ બેક કરે છે
T-સેલ્સ સંક્રમિત થતાં તો નથી રોકતા પરંતુ જો સંક્રમણ થઈ જાય તો તે શરીરની અંદર રહેલા વાઈરસનો નાશ કરે છે. સાથે જ તે બીજા સેલ્સ સાથે મળી શરીરમાં એન્ટિબોડીઝ બનાવવામાં મદદ કરે છે. સાઉથ આફ્રિકાની સરકારે લોકોને T-સેલ્સ મજબૂત કરવા માટે વેક્સિનેશન ઝડપી બનાવી ઓમિક્રોન સામે જીત મેળવી છે.

અગાઉ પણ રિસર્ચ થયાં
આ પહેલાં થયેલાં રિસર્ચ પ્રમાણે અન્ય કોરોના વાઈરસને કારણે શરીરમાં બનનારા T-સેલ્સ SARS-CoV-2ની ઓળખ કરી લે છે. હવે રિસર્ચ જણાવે છે કે SARS-CoV-2ની ઓળખ થયા બાદ T સેલ્સ તેની સામે ઈમ્યુનિટી વધારે છે.

યુનિવર્સલ વેક્સિનની આશા

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ રિસર્ચ કોરોના વાઈરસ વિરુદ્ધ એક યુનિવર્સલ વેક્સિન બનાવવા માટે આશાનું કિરણ સાબિત થઈ શકે છે. જો આવી કોઈ યુનિવર્સલ વેક્સિન બની ગઈ તો તે SARS-CoV-2 સાથે બધા જ પ્રકારના કોરોના વાઈરસ સામે લડવા માટે સક્ષમ હશે. આ વેક્સિન સામે ઓમિક્રોન અને ડેલ્ટા સહિતના વેરિઅન્ટ નબળાં સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...