ન્યૂ કોવિડ ટેસ્ટ:હવે પેન્સિલની ગ્રેફાઈટવાળી અણીથી કોરોનાની તપાસ થશે, સલાઈવાના સેમ્પલથી 100% સચોટ પરિણામનો સંશોધકોનો દાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ કોવિડ ટેસ્ટ ડેવલપ કર્યો
  • ગ્રેફાઈટથી થતો આ કોવિડ ટેસ્ટ માત્ર 100 રૂપિયામાં થાય છે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ માટે એક નવા પ્રકારનો ટેસ્ટ ડેવલપ કર્યો છે. તેમાં પેન્સિલની અણીમાં ઉપયોગ થનાર ગ્રેફાઈટની મદદથી માત્ર 6.5 મિનિટમાં કોવિડ ટેસ્ટ કરી શકાશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોનાની નવી તપાસ સસ્તી હોવાની સાથે ઝડપી પણ છે. તે 100% સચોટતા સાથે પરિણામ આપે છે.

નવો કોવિડ ટેસ્ટ ડેવલપ કરનાર અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, હાલના તમામ કોરોના ટેસ્ટ મોંઘા છે. તેના માટે ટ્રેઈન્ડ પ્રોફેશનલની જરૂર પડે છે, પરંતુ ગ્રેફાઈટથી થતી તપાસમાં માત્ર 100 રૂપિયાનો ખર્ચો થાય છે. આ ટેસ્ટનું નામ લીડ (લૉ કોસ્ટ ઈલેક્ટ્રોકેમિકલ એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક) ટેસ્ટ રાખવામાં આવ્યું છે.

આ રીતે તપાસ કરો
આ ટેસ્ટમાં ગ્રેફાઈટ સ્ટિકને ઈલેક્ટ્રોડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તેને સલાઈવા અથવા નાકના સેમ્પલ અને હ્યુમન એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાયમ્સ-2 સાથે રાખવામાં આવે છે. ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડને કેમિકલ સિગ્નલ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કેમિકલ સિગ્નલ જણાવે છે કે દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાળ અર્થાત સલાઈવાના સેમ્પલથી તપાસ કરવા પર 100% સુધી સચોટ પરિણામ મળે છે. નાકમાંથી સેમ્પલ લેવા પર 88% સુધી સચોટ પરિણામ મળે છે.

લોઅર મિડલ ક્લાસ આવક ધરાવતા દેશો માટે ફાયદાકારક
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર સીઝર ડી લા ફ્યુનટનું કહેવું છે કે, આ લીડ ટેસ્ટની કિટમાં ઉપયોગ થનારું મટિરિયલ ઓછી કિંમતમાં અવેલેબલ છે. કિટને અસેમ્બલ કરવી પણ સરળ છે. આ કિટથી ઘરે રહીને જ કોવિડ ટેસ્ટ કરી શકાય છે. આ ટેસ્ટ લોઅર મિડલ ક્લાસ આવક ધરાવતા દેશો માટે કારગર સાબિત થશે.

અન્ય બીમારી માટે પણ આ પ્રકારનો ટેસ્ટ ડેવલપ કરાશે સંશોધક સીઝર ડીનું કહેવું છે કે, અમે ઈન્ડસ્ટ્રી પાર્ટનર સાથે મળી મેક્સિમમ ક્લીનિકલ ટ્રાયલ કરીશું. ટ્રાયલના પરિણામ આવ્યા બાદ તેને ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્રકારના ટેસ્ટ અન્ય બીમારીઓની ઓળખ કરવા માટે પણ તૈયાર કરવા રિસર્ચ ચાલી રહ્યું છે.