બ્રિસ્ક વૉક સાયન્સ:આ વૉક કરવાથી કોવિડ-19થી થનારાં મૃત્યુનું જોખમ ઘટે છે, ઉંમર વધે છે; આ 4 ભૂલો કરતાં બચવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક અમેરિકન સ્ટડી પ્રમાણે, દરરોજ 20 મિનિટ બ્રિસ્ક વૉક કરવાથી મૃત્યુનું જોખમ 30% સુધી ઘટે છે

કોરોના વાઈરસથી થતાં મૃત્યુનું જોખમ ઓછું કરવા માટે બ્રિક્સ વૉક ફાયદાકારક છે. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર ટૉમ યેટ્સનાં રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ પ્રમાણે બ્રિસ્ક વૉક કરવાથી કોરોના વાઈરસથી થતાં મૃત્યુનું જોખમ ઘટીને ચોથા ભાગનું થાય છે. બ્રિસ્ક વૉક કરતાં લોકોમાં વાઈરસનાં ગંભીર સંક્રમણનુ જોખમ પણ અડધું રહે છે.

20 વર્ષ સુધી ઉંમર વધે છે
બ્રિસ્ક વૉક કરનાના લોકો 20 વર્ષ વધારે જીવે છે. કારણ કે દોડવાથી હૃદય તંદુરસ્ત રહે છે. તેને લીધે ઓક્સિજન સારી રીતે યુટિલાઈઝ કરી શકાય છે. 2015માં અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રિશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે દરરોજ 20 મિનિટ બ્રિસ્ક વૉક કરવાથી મૃત્યુનું જોખમ 30% સુધી ઘટે છે.

બ્રિસ્ક વૉક
સામાન્ય રીતે ચાલવાની અને યોગ્ય રીતે દોડ લગાવવાની વચ્ચેની સ્થિતિને બ્રિસ્ક વૉક કહેવાય છે. આ કન્ડિશનમાં વ્યક્તિ વૉક કરતાં સમયે વાતો કરી શકે છે પરંતુ યોગ્ય રીતે ગાઈ શકતો નથી. પ્રતિ મિનિટે 100 સ્ટેપ્સ ચાલ્યા હોવાની ગતિને પણ બ્રિસ્ક વૉક કહેવાય છે. બ્રિસ્ક વૉકના અનેક ફાયદા છે, પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલોથી બચવું જરૂરી છે.

બ્રિસ્ક વૉક દરમિયાન આ 4 ભૂલ ન કરવી
1. હાથ સીધા રાખવા

ધ જનરલ ઓફ એક્સપેરિમેન્ટલ બાયોલોજીના રિસર્ચ પ્રમાણે, હાથ સીધા રાખવાથી સ્પીડ ઓછી થાય છે. હાથ આશરે 90 ડિગ્રી વળેલાં હોવા જોઈએ અને કોણી વાળેલી હોય તો જ વૉકિંગનો ફાયદો મળે છે.

2. નીચે વળીને ચાલવું
ફ્લોરિડાના રેસવૉકિંગ કોચ બોની સ્ટીન કહે છે કે, નીચે વળીને ચાલવાથી શરીરને ઈજા પહોંચી શકે છે. વૉકમાં ગરદન સીધી રાખો અને કરોડરજ્જુ પણ સીધા હોવા જોઈએ. ચાલતાં સમયે નજરથી આશરે 10થી 30 ફૂટની રેન્જ કવર કરો.

3. લાંબા પગલાં ભરવા
લાંબા પગલાં ભરવાથી તમે તમારા ગુરુત્ત્વાકર્ષણ કેન્દ્રથી આગળ પહોંચી જાઓ છે તેનાથી ઘૂંટણમાં ઈજા થઈ શકે છે. ઘૂંટણ લૉક થઈ શકે છે. તે શૉક ઓબ્ઝર્વ કરી શકતા નથી. તેને લીધે પીડા થાય છે અને સંતુલન બગડે છે.

4. પગ સપાટ રાખવા
ચાલતાં સમયે સૌ પ્રથમ એડી જમીનને સ્પર્શ કરવી જોઈએ. ત્યારબાદ પગ રોલ કરી જમીન પર લાવવા જોઈએ. સપાટ પગ રાખી ચાલવાથી એનર્જી ટ્રાન્સફરમાં સમસ્યા થાય છે. તો પગમાં દુખાવો પણ થઈ શકે છે.