રિસર્ચ:કોરોનાકાળમાં આડેધડ એન્ટિબાયોટિક્સના ઉપયોગને કારણે સુપરબગે તાંડવ સર્જ્યું, તેનાથી 60% કોવિડ દર્દીઓનાં મૃત્યુ થયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફેક્શન એન્ડ ડ્રગ રેઝિસ્ટન્સ જર્નલમાં પબ્લિશ રિસર્ચમાં સંશોધકોનો દાવો
  • સંશોધકોએ ભારતની 10 હોસ્પિટલના 17,563 દર્દીઓ પર રિસર્ચ કર્યું
  • સુપરબગની ઝપેટમાં ન આવ્યા હોય તેવાં 11% કોરોના દર્દીઓના મૃત્યુ થયાં
  • સુપરબગ એવા સુક્ષ્મજીવ હોય છે જેના પર એન્ટિબાયોટિક્સના વધારે ઉપયોગને કારણે તે ખાસ પ્રકારની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે છે

હાલ દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે. સાથે જ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે યલો ફંગસ જેવી બીમારીઓ પણ સ્થિતિ ભયાવહ બનાવી રહી છે. બીજી લહેરમાં લોકોએ આડેધડ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કર્યો હોવાથી આ પ્રકારના સુપરબગ ઉત્પન્ન થયા હોવાનો દાવો કરાયો છે. સુપરબગ એવા સુક્ષ્મજીવ અર્થાત બેક્ટેરિયા હોય છે જેના પર એન્ટિબાયોટિક્સના વધારે ઉપયોગને કારણે તે ખાસ પ્રકારની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે છે. તેના પર દવાઓ બેઅસર થઈ જાય છે. આ દાવો જર્નલ ઈન્ફેક્શન એન્ડ ડ્રગ રેઝિસ્ટન્સમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

કોરોનાની પ્રથમ લહેરમાં પણ આવા કેસ સામે આવ્યા હતા
સંશોધકોનું કહેવું છે કે, કોરોનાની પહેલી લહેરમાં બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનના કેસ ઓછા હતા. તેનાથી સાબિત થયું કે આ સંક્રમણ દવાને બેઅસર કરનારા બેક્ટેરિયા ફેલાવી રહ્યું છે. સંક્રમણને સમજવા માટે વૈજ્ઞાનિકોએ ભારતની 10 હોસ્પિટલના 17,563 દર્દીઓ પર રિસર્ચ કર્યું.

રિસર્ચ પ્રમાણે, ઘણી હોસ્પિટલમાં બેક્ટેરિયા અને ફંગસથી સંક્રમિત થનારા કોવિડના દર્દીઓની સંખ્યા 28% હતી. આ ઈન્ફેક્શન એટલા માટે થયું કારણ કે દર્દીઓમાં રહેલા બેક્ટેરિયા પર દવાઓની કોઈ અસર થતી નહોતી.

બગને લીધે 60% કોરોના દર્દીઓના મૃત્યુ
રિસર્ચ પ્રમાણે, કોવિડના દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવાથી આ વધારાનું સંક્રમણ થયું, તેનાથી ભારતમાં કોવિડ-19ના 60% દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા. સુપરબગની ઝપેટમાં ન આવ્યા હોય તેવાં 11% કોરોના દર્દીઓના મૃત્યુ થયાં. આવા લોકો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીથી પીડિત હતા.

દેશમાં મૃત્યુદર વધવાનું કારણ
એન્ટિબાયોટિક્સનો વધુ ઉપયોગ
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના મહામારી નિષ્ણાત ડૉ. સંજય સેનાનાયકનું કહેવું છે કે ભારતમાં સંક્રમણના કેસ વધવાનું કારણ ડૉક્ટર્સ વધારે એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરવું છે.

દવાઓ પર ડૉક્ટર્સ એકમત નહિ
દેશમાં દવાઓ મામલે ડૉક્ટર્સ એકમત નથી. તેમાં આઈવરમેક્ટિન, એઝિથ્રોમાઈસિન, બારિસિનિટિબ, ડોક્સીસાઈક્લિન, ઈન્ટરફેરાન અલ્ફા 2B જેવી દવાઓ સામેલ છે.

પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ
ICMRના માઈક્રોબાયોલોજિસ્ટ કામિની વાલિયા જણાવે છે કે, કોરોના વાઈરસની સારવારમાં એવી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થયો જે WHO દ્વારા પ્રતિબંધિત છે.

અન્ય સમાચારો પણ છે...