હવે સોઈનો દુખાવો સહન નહીં કરવો પડે:એક પેચથી વેક્સિન આપવામાં આવશે, તેનાથી શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ પણ 10 ગણો ઝડપી રહે છે અને ઘરેબેઠા લોકો પોતાની જાતે પણ રસી લઈ શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી-સેલ્સ અને એન્ટિબોડીનો રિસ્પોન્સ હાથમાં ઈન્જેક્શનથી લગાવવામાં આવતી વેક્સિનની તુલનામાં વધુ ઝડપી હોય છે

વિશ્વભરના વૈજ્ઞાનિકો વેક્સિનેશન દરમિયાન લગાવવામાં આવતી સોઈનો ડર દૂર કરવાનું કામ કરી રહ્યા છે. આ સોઈનો ડર અને દુખાવો ઓછો કરવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ વેક્સિન પેચ તૈયાર કર્યો છે. તેનાથી વેક્સિન લગાવવાનું વધુ સરળ થઈ જશે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાએ મળીને વેક્સિન પેચ તૈયાર કર્યો છે. ટૂંક સમયમાં તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. પ્રથમ ટ્રાયલ પ્રાણીઓ પર થશે. વૈજ્ઞાનિકોએ તેના માટે અમેરિકામાં અપ્રૂવલ માગ્યું છે.

તેનો ઈમ્યુન રિસ્પોન્સ ઝડપી હોય છે
વૈજ્ઞાનિકોનો દાવો છે કે હાથમાં સોઈથી રસી લગાવવાની તુલનામાં આ વેક્સિન પેચ 10 ગણો વધારે ઝડપથી ઈમ્યુન રિસ્પોન્સ આપે છે. પેચની મદદથી વેક્સિન શરીરમાં પહોંચે છે અને ટી-સેલ્સ અને એન્ટિબોડીનો રિસ્પોન્સ હાથમાં ઈન્જેક્શનથી લગાવવામાં આવતી વેક્સિનની તુલનામાં વધુ ઝડપી હોય છે.

સંશોધકોનું કહેવું છે કે, આ પેચની મદદથી સ્કિનના ઈમ્યુન સેલ્સ સુધી વેક્સિન પહોંચાડી શકાય છે. જે વેક્સિનનું કામ કરવા માટે સૌથી સારી સ્થિતિ છે. ટ્રાયલ દરમિયાન પેચની મદદથી ઉંદરોને વેક્સિન લગાવવામાં આવી અને તેમાં એન્ટિબોડીનો રિસ્પોન્સ ઘણો ઝડપી હતો.

અમેરિકાના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ વેક્સિન પેચ તૈયાર કર્યો.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ વેક્સિન પેચ તૈયાર કર્યો.

કેવી રીતે કામ કરે છે વેક્સિન પેચ
વેક્સિન પેચમાં 3D પ્રિન્ટેડ માઈક્રોનિડિલ (સોઈ) લગાવવામાં આવી છે. આ પેચને સ્કિન પર રાખીને વેક્સિન લગાવવામાં આવે છે. એકદમ ઝીણી સોઈની મદદથી સ્કિનમાંથી પસાર થઈને વેક્સિન સીધી શરીરમાં પહોંચે છે. સામાન્ય સોઈની તુલનામાં તેનાથી મહેસૂસ થતો દુખાવો ઓછો થાય છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોસેફ એમ ડીસિમોન જણાવે છે કે, ટેક્નોલોજીના સમયમાં આપણે સોઈના ડરના કારણે થતી બેચેનીને ઓછી કરવાની જરૂર છે. તેની સાથે જ વેક્સિન ડોઝની માત્રને પણ ઘટાડી શકાય છે. પેચની મદદથી લોકોને નવા પ્રકારથી વેક્સિન આપી શકાય છે. ખાસ વાત એ છે કે વ્યક્તિ જાતે પણ લગાવી શકે છે.

અહીં પણ સોઈના ડરને દૂર કરવાનો પ્રયાસ
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઈડના વૈજ્ઞાનિકોએ છોડ વિકસિત કરી રહ્યા છે જેને ખાધા બાદ મનુષ્યના શરીરમાં વેક્સિન પહોંચી જશે. તેની શરૂઆત કોવિડ વેક્સિનથી થશે. સરળ શબ્દોમાં સમજીએ તો લોકોને છોડ ખવડાવીને કોવિડની વેક્સિન આપવામાં આવશે.

વૈજ્ઞાનિકોએ છોડની મદદથી કોરોનાની mRNA વેક્સિનને મનુષ્યમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકર્તા જુઆન પાબ્લોના જણાવ્યા પ્રમાણે, એક છોડ એક મનુષ્ય માટે પર્યાપ્ત mRNAનું નિર્માણ કરશે અને તેને વેક્સિનેટ કરી શકાશે. છોડ દ્વારા વેક્સિન પહોંચાડવાનું લક્ષ્યાંક છે, તેના માટે અમે અમારા બગીચામાં પાલક અને લેટીસ ઉગાડી રહ્યા છીએ.

આ પેચને સ્કિન પર રાખીને વેક્સિન લગાવવામાં આવે છે.
આ પેચને સ્કિન પર રાખીને વેક્સિન લગાવવામાં આવે છે.

સોઈના ડરથી 10% લોકો વેક્સિન નથી લગાવી રહ્યા
સોઈના ડરથી 10 ટકા લોકો વેક્સિન નથી લગાવી રહ્યા. આ વાત ઓક્સફોર્ડ કોરોનાવાઈરસ એક્સપ્લેનેશંસ, એટિટ્યૂડ એન્ડ નેરેટિવ્સના સર્વેમાં સામે આવી છે. સોઈથી લગાવવામાં આવતા ડરને બ્લડ ઈન્જેક્શન ઈન્જરી કહેવાય છે. તેનાથી ડરતા લોકોમાં સોઈના નામથી જ બ્લડ પ્રેશર ઘટી જાય છે, ગભરામણ અને બેચેની વધી જાય છે. ઘણા કિસ્સામાં વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે.

સોઈનો સૌથી વધારે ડર યુવાનોમાં
ઈંગ્લેન્ડમાં 15 હજાર લોકો પર થયેલા સર્વેમાં સામે આવ્યું કે તેમાંથી એક ચોથા ભાગના લોકોને સોઈથી ડર લાગતો હતો. સોઈથી સૌથી વધારે ડર યુવાનોને લાગે છે. વેક્સિન ક્યારે લગાવવી, આ સવાલ જ્યારે સર્વેમાં સામેલ લોકોને પૂછવામાં આવ્યો તો જવાબ હતો કે બાદમાં લગાવવી અથવા જ્યારે હિંમત હોય ત્યારે લગાવવી.