• Gujarati News
  • Lifestyle
  • Health
  • Coronary Infections Can Be Prevented From Increasing After Taking The Flu Vaccine; The Risk Of Stroke And Blood Clots Is Also Reduced

સંશોધકોનો દાવો:ફ્લૂની વેક્સિન લીધા બાદ કોરોનાનાં સંક્રમણને વધતા રોકી શકાય છે; સ્ટ્રોક અને લોહીની ગાંઠોનું જોખમ પણ ઘટી જાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું
  • કહ્યું- આ વેક્સિન લીધા બાદ ICUમાં દાખલ થવાનું જોખમ પણ ઘટી જાય છે

ફ્લૂની વેક્સિનથી કોરોનાના સંક્રમણને વધવાથી રોકી શકાય છે. એટલું જ નહીં, તે સ્ટ્રોક, લોહીની ગાંઠો અને સેપ્સિસનું જોખમ પણ ઘટાડે છે. આ દાવો અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સંશોધન દરમિયાન સામે આવ્યું છે કે જે લોકોને ફ્લૂ એટલે કે ઈન્ફલ્યુએન્ઝાની વેક્સિન આપવામાં આવી હતી, તેમને કોરોના થવા પર ઈમર્જન્સી અને ICUમાં દાખલ થવાનું જોખમ ઓછું હતું.

ઘણા મોટા દેશોમાં દર્દીઓનો રેકોર્ડ તપાસવામાં આવ્યો

  • રિસર્ચ દરમિયાન ઘણા મોટા દેશના દર્દીઓનો રેકોર્ડ તપાસવામાં આવ્યો. તેમાં અમેરિકા, યુકે, જર્મની, ઈટાલી, ઈઝરાયલ અને સિંગાપોરના દર્દી સામેલ છે. સંશોધકોએ 7 કરોડમાંથી 37,377 દર્દીઓને બે જૂથોમાં વહેંચ્યા
  • પહેલા ગ્રુપમાં સામેલ દર્દીઓ કોરોનાથી સંક્રમિત થતા પહેલા ફ્લૂની વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે બીજા ગ્રુપમાં કોવિડના એવા દર્દીઓ હતા, જેમને આ વેક્સિનનો કોઈ ડોઝ લીધો નહોતો.
  • પરિણામ સામે આવ્યું કે જે લોકોને ફ્લૂની વેક્સિન નહોતી લગાવી તેમને ICUમાં દાખલ થવાનું જોખમ 20 ટકા સુધી વધારે હતું. તેમને ઈમર્જન્સીમાં દાખલ થવાનું જોખમ 58 ટકા, સેપ્સિસ થવાની આશંકા 45 અને સ્ટ્રોક થવાનું જોખમ 58 ટકા સુધી હતું.

ફ્લૂની વેક્સિન અને કોવિડની વચ્ચે કનેક્શન શોધવામાં આવ્યું
મિલર સ્કૂલના પ્રોફેસર દેવિંદર સિંહના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં અત્યાર સુધી માત્ર થોડી વસ્તીએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે. આવી સ્થિતિમાં આ મહામારીમાં થતા મૃત્યુની સંખ્યા અને બીમારી ઓછી કરવાની જરૂર છે.

સંશોધક બેન્ઝામિન સ્લેવિનના જણાવ્યા પ્રમાણે, અમારી આખી ટીમ ફ્લૂની વેક્સિન અને કોવિડના દર્દીઓની સંખ્યા ઘટાડવાની વચ્ચે એક કનેક્શનને શોધવામાં વ્યસ્ત છે.

સંશોધકોનું કહેવું છે કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, કોરોનાનાં કેટલા દર્દીઓને ખરાબ સ્થિતિથી બચાવવા માટે ફ્લૂની વેક્સિનની જરૂર પડશે. ટીમે આવા 176 દર્દીઓને અલગ કર્યા. આ દર્દીઓને કોવિડ થયાના 120 દિવસની અંદર ફ્લૂની વેક્સિન આપવામાં આવી. આ વેક્સિન મૃત્યુનું જોખમ કેટલું ઘટાડે છે, તે જાણી શકાયું નથી.