ઓક્સફોર્ડની સ્ટડી:કોરોનાના કારણે લોકોનું આયુષ્ય ઘટ્યું, ભારતીય મહિલાઓ પર તેની શું અસર પડી જાણો

રાધા તિવારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓની તુલનામાં પુરુષોનું સરેરાશ આયુષ્ય ઘટ્યું
  • ​​​​​પુરુષોની ઉંમરમાં એક વર્ષથી વધુનો ઘટાડો

કોરોનાવાઈરસની અસર હવે લોકોની સરેરાશ આયુષ્ય પર પણ જોવા મળી રહી છે. સંક્રમણના કારણે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ અંગે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ સામે આવ્યું છે. જેના અનુસાર, એવરેજ લાઈફમાં સૌથી વધારે ઘટાડો અમેરિકાના પુરુષોમાં જોવા મળ્યો હતો, જેમનું આયુષ્ય લગભગ 2.2 વર્ષ કરતાં પણ ઓછું થઈ ગયું. રિપોર્ટના અનુસાર, સંક્રમણની અસર મહિલાઓ પર પણ જોવા મળી અને તેમનું સરેરાશ આયુષ્ય પણ ઘટ્યું છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર લોકોનું સરેરાશ આયુષ્ય ઘટ્યું.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર લોકોનું સરેરાશ આયુષ્ય ઘટ્યું.

ઓફિસ ફોર ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સના અનુસાર, બ્રિટનમાં પુરુષોના આયુષ્યમાં 40 વર્ષમાં બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. આવા પરિણામો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જોવા મળ્યા હતા. અમેરિકાના પુરુષોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. મોટાભાગના દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષોનું આયુષ્ય ઘટ્યું છે. 15 દેશોમાં પુરુષોના સરેરાશ આયુષ્યમાં 1 વર્ષથી વધુનો ઘટાડો નોંધાયો છે તેમજ મહિલાઓના કિસ્સામાં આ ઘટાડો 11 દેશો સુધી મર્યાદિત રહ્યો છે.

મહિલાઓ કરતા પુરુષોનું આયુષ્ય ઘટી રહ્યું છે.
મહિલાઓ કરતા પુરુષોનું આયુષ્ય ઘટી રહ્યું છે.

પુરુષોની તુલનામાં ભારતીય મહિલાઓની ઉંમર વધારે
વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021ના રિપોર્ટના અનુસાર, ભારતમાં મહિલાઓ સરેરાશ 70.8 વર્ષ જીવે છે. તેમજ હેલ્થની વાત કરીએ તો તેઓ 60.3 વર્ષ સુધી તંદુરસ્ત રહે છે. બીજી તરફ પુરુષો મહિલાઓ કરતાં 2.7 વર્ષ ઓછું જીવે છે. કોરોના બાદ મહિલાઓના સરેરાશ આયુષ્ય પર અલગથી કોઈ સ્ટડી અથવા રિસર્ચ કરવામાં નથી આવ્યું.

અલગ અલગ લક્ષણ
બ્રિટનમાં 'ધ લાન્સેટ ડિજિટલ હેલ્થ'માં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલા અને પુરુષોમાં કોરોનાવાઈરસના વિવિધ લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. સામાન્ય લક્ષણોમાં સતત ઉધરસ અને ગંધ ન આવવાની સાથે પેટમાં દુખાવો અને પગમાં ફોલ્લા થવા પણ સામેલ છે. તેમજ પુરુષોમાં શ્વાસની તકલીફ, થાક, ઠંડી લાગવી અને તાવ જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યારે મહિલાઓમાં ગંધ અને સ્વાદ ન આવવો, છાતીમાં દુખાવો અને સતત ઉધરસની ફરિયાદ જેવા લક્ષણો જોવા મળે છે.

અલગ અલગ લક્ષણો જોવા મળ્યા.
અલગ અલગ લક્ષણો જોવા મળ્યા.

ડૉક્ટર શું કહે છે
ગુરુગ્રામના નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર સચિન ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, લક્ષણોની વાત કરીએ તો જો કોઈ ડાયાબિટીક મહિલાએ કોરોનાના સમયે સ્ટેરોઈડ લીધું હોય તો તેની સ્થિતિ લાંબા સમય સુધી ખરાબ રહે છે. તે ઉપરાંત અત્યારે જે મહિલાઓમાં કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે તેમનું વજન ઝડપથી વધી રહ્યું છે. યુવાનો અને સ્વસ્થ મહિલાઓ જે કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે, તેમને કન્સિવ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આવું કેમ છે તેનું કોઈ કારણ જાણવા નથી મળ્યું. એક પેટર્ન મેનોપોઝમાંથી પસાર થઈ ચૂકેલી મહિલાઓમાં જોવા મળી છે કે તેઓ યુવાન મહિલાઓની અપેક્ષાએ વધારે સ્વસ્થ છે.

મહિલાઓનું વજન ઝડપથી વધી રહ્યું છે.
મહિલાઓનું વજન ઝડપથી વધી રહ્યું છે.

મહિલાઓની ડાયટ કેવી હોવી જોઈએ
ડાઈટિશિયન રિતુ ગિરિનું કહેવું છે કે કોરોના બાદ બધાએ પોતાના ડાયટમાં પ્રોટીન અને બધા ન્યુટ્રિઅન્ટ્સ સામેલ કરવા જોઈએ પરંતુ મહિલાઓએ ખાસ કરીને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેઓ પહેલાથી જ એનિમિયા અને હોર્મોન્સની સમસ્યામાંથી પસાર થઈ રહી છે. કોરોના બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાની ડાયટમાં કેટલીક વસ્તુઓને જરૂરથી સામેલ કરવી, જેમ કે-બદામ, દૂધ, દહીં, અખરોટ, ખાટા ફળો, ઈંડા, ઓઈલ ફિશ અને ગાજર. યોગ અને પ્રાણાયામ કરવાથી લિવર મજબૂત થાય છે. અમુક પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી જરૂરથી કરવી જેથી પોસ્ટ કોરોના શરીરના હાડકાંને કમજોર ન કરે.

ફિટ રહેવા માટે તમારી ખાણીપીણી બદલો.
ફિટ રહેવા માટે તમારી ખાણીપીણી બદલો.