• Home
  • Lifestyle
  • Health
  • Corona patients may be at risk of brain stroke, fainting and muscle injury, consult a doctor if symptoms of covid 19 appear

કોવિડ-19 અને સ્ટ્રોકનું કનેક્શન / કોરોનાનાં દર્દીઓને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ, બેભાન થવું અને મસ્ક્યુલર ઇન્જરી પણ થઈ શકે છે, કોવિડ-19નાં લક્ષણ દેખાય તો ડોક્ટરની સલાહ લો

X

  • એવા દર્દીઓ જેમને પહેલાથી મગજની સમસ્યા છે, તેમને કોરોનાનાં સંક્રમણ બાદ સ્ટ્રોકના કિસ્સા જોવા મળ્યા છે
  • સંક્રમણ બાદ દર્દીઓમાં લોહીની ગાંઠો થઈ ગઈ જે બેભાન થવાનું કારણ બની ગઈ, તેના કારણે શરીરમાં ડી-ડાઈમર નામના કેમિકલની માત્રા વધી

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:22 PM IST

કોવિડ-19 વિશે કરવામાં આવેલા ઘણા રિસર્ચ અનુસાર, આ બીમારી વ્યક્તિના ફેફસાં અને શ્વસન નળીને ખરાબ રીતે અસર કરે છે. પરંતુ લોકો હજી પણ એ હકીકતથી પરિચિત નથી કે આ બીમારી નર્વસ સિસ્ટમને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા દર્દી સ્ટ્રોકનો પણ ભોગ બની રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોવિડના કેટલાક દર્દીઓમાં મગજ સંબંધિત સમસ્યા હોવાનું પણ જોખમ છે. 

પહેલાથી મગજની તકલીફ ધરાવતા કોરોનાના મોટાભાગના દર્દીઓએ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાનો સામનો પણ કર્યો છે. તો કેટલાક દર્દીઓને બેભાન થવાની સમસ્યા થઈ હતી, જ્યારે અમુક દર્દીઓએ મસ્ક્યુલર ઇન્જરીની પણ ફરિયાદ કરી હતી. આ તમામ સમસ્યા સીધી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ અર્ટમિસ હોસ્પિટલના ડાયરેક્ટર,  ડો. વિપુલ ગુપ્તા જણાવી રહ્યા છે કે ક્યારે સાવધાન રહેવું જોઈએ...

ક્યારે લક્ષણ જોવા મળે છે?
અમુક દર્દીઓમાં સ્ટ્રોકના લક્ષણ કોવિડના લક્ષણો પહેલાં જોવા મળી શકે છે જ્યારે અમુક દર્દીઓમાં સ્ટ્રોકના લક્ષણ કોવિડના નિદાનના 7-10 દિવસ બાદ જોવા મળે છે. 

કેમ થઈ રહી છે સ્ટ્રોકની સમસ્યા?
તેને લઈને અત્યાર સુધી ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે. આ રિસર્ચથી તેનું એક કારણ એ સામે આવ્યું છે કે કોરોનાથી પીડિત દર્દીઓના શરીરમાં ડી-ડાઈમર નામના કેમિકલની માત્રા વધારે હોય છે, જે લોહી ગંઠાઇ જવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેથી જો દર્દી પહેલાથી જ મગજ સંબંધી સમસ્યાથી પીડાય રહ્યો છો તેમાં સ્ટ્રોકની આશંકા વધી જાય છે. 

યુવાનો પણ ભોગ બની રહ્યા છે
સ્ટ્રોકની સમસ્યા સામાન્ય રીતે વૃદ્ધોમાં વધારે જોવા મળે છે ખાસ કરીને તેવા વૃદ્ધો જે હાયપરટેન્શન, ડાયાબિટિસ અથવા કોલેસ્ટેરોલ જેવી સમસ્યાઓથી પહેલાથી જ પીડિત છે. તે ઉપરાંત આ સમસ્યા તે વૃદ્ધોમાં પણ વધારે હોય છે જેઓ ધુમ્રપાનના વ્યસની હોય છે. પરંતુ  કોવિડથી પીડિત યુવાન દર્દીઓમાં પણ સ્ટ્રોકના કેસ જોવા મળ્યા છે. જો કે આ કેસો મોટે ભાગે ઇંગ્લેન્ડ, અમેરિકા અને ચીનમાં જોવા મળ્યા હતા, પરંતુ ભારતમાં પણ આવા કેસોને નકારી શકાય નહીં.

સૌથી જરૂરી છે- લક્ષણોની ઓળખ
સ્ટ્રોકના કિસ્સામાં સમય પર તેના લક્ષણોની ઓળખ અને નિદાન જરૂરી છે. જ્યારેથી લોકડાઉન છે, ત્યારથી હોસ્પિટલમાં નિદાન માટે યોગ્ય સમય પર પહોંચતા દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. અત્યારે કોઈપણ પરિવારમાં કોઈ સભ્યમાં સ્ટ્રોકના લક્ષણ જોવા મળે તો તે કોરોનાનાં ડરથી દર્દીને હોસ્પિટલ નથી લઈ જતા. આવી સ્થિતિમાં દર્દીનું નિદાન મોડા થવાથી સ્થિતિ ગંભીર બની જાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી