રિસર્ચ:કોરોનાથી બાળકોમાં અસ્થમાની સમસ્યા વધી, સંક્રમણના 6 મહિના પછી બાળકોમાં અસ્થમાની સ્થિતિ વધુ ગંભીર બની

કેલિફોર્નિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં અમેરિકાના 62,000 બાળકોને સામેલ કરવામાં આવ્યા

ભારત સહિત દુનિયાના ઘણા ભાગમાં કોરોનાનાં વધતા કેસોની વચ્ચે એક નવા રિસર્ચે ચિંતા વધારી દીધી છે. જર્નલ ઓફ એલર્જી એન્ડ ક્લિનિકલ ઈમ્યુનોલોજી ઈન પ્રેક્ટિસમાં પ્રકાશિત આ સ્ટડીના અનુસાર, કોરોના સંક્રમણ થયાના 6 મહિના પછી અસ્થમાથી પીડિત બાળકોની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે.

62 હજાર બાળકો પર રિસર્ચ થયું

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે કોરોના થયાના 6 મહિના પછી બાળકોમાં અસ્થમાની સમસ્યા પહેલા કરતા વધુ વધી ગઈ છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે કોરોના થયાના 6 મહિના પછી બાળકોમાં અસ્થમાની સમસ્યા પહેલા કરતા વધુ વધી ગઈ છે.

રિસર્ચમાં અમેરિકાના 62,000 બાળકોને સામેલ કરવામાં આવ્યા. આ તમામ બાળકો પહેલાથી જ અસ્થમાના દર્દી હતા. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે કોરોના થયાના 6 મહિના પછી આ બાળકોમાં અસ્થમાની સમસ્યા પહેલા કરતાં વધારે વધી ગઈ. વારંવાર હોસ્પિટલ જવું પડતું. કેટલાકને તો ઈમર્જન્સીમાં ઈન્હેલર અને સ્ટેરોઈડનો ઉપયોગ પણ કરવો પડ્યો.

બીજી તરફ કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીના ચિલ્ડ્રન હેલ્થના ડૉ. ક્રિસ્ટીન ચાઉ જણાવે છે કે અસ્થમાથી પીડિત જે બાળકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમની સ્થિતિમાં આગામી 6 મહિનામાં સુધારો જોવા મળ્યો હતો. એટલે કે અસ્થમાના કારણે ન તો તેમને વારંવાર હોસ્પિટલ જવું પડ્યું અને ન તો તેમે સ્ટેરોઈડ ટ્રીટમેન્ટની જરૂર પડી.

અગાઉની સ્ટડીઝમાં વિપરીત પરિણામો હતા​​​​​​​

કોરોના અને અસ્થમાના કનેક્શન પર કરવામાં આવેલા જૂના રિસર્ચ મુજબ, બાળકોમાં કોરોના ઈન્ફેક્શનથી અસ્થમાના લક્ષણો નથી વધતા.
કોરોના અને અસ્થમાના કનેક્શન પર કરવામાં આવેલા જૂના રિસર્ચ મુજબ, બાળકોમાં કોરોના ઈન્ફેક્શનથી અસ્થમાના લક્ષણો નથી વધતા.

આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પરિણામ અગાઉની સ્ટડીના પરિણામ કરતા વિપરિત છે. કોરોના અને અસ્થમાના કનેક્શન પર થયેલા જૂના સંશોધનના અનુસાર, બાળકોમાં કોરોના ઈન્ફેક્શનથી અસ્થમાના લક્ષણો નથી વધતા. જો કે, નવા રિસર્ચના અનુસાર, SARS-CoV-2 વાઈરલ બાળકોમાં અસ્થમાને ટ્રિગર કરવામાં સક્ષમ છે.

લોકડાઉન, માસ્ક દ્વારા અસ્થમાના દર્દીઓને બચાવ્યા​​​​​​​​​​​​​​

મહામારીના પહેલા વર્ષમાં લોકડાઉન અને માસ્ક પહેરવાના કારણે બાળકોમાં અસ્થમા કંટ્રોલમાં રહ્યો.
મહામારીના પહેલા વર્ષમાં લોકડાઉન અને માસ્ક પહેરવાના કારણે બાળકોમાં અસ્થમા કંટ્રોલમાં રહ્યો.

ડૉ. ચાઉના અનુસાર, જૂના સંશોધનમાં અસ્થમા દર્દીઓ અને કોરોનાની વચ્ચે કોઈ સંબંધ એટલા માટે નહોતો મળ્યો કેમ કે મહામારીના પહેલા વર્ષમાં લોકડાઉન અને માસ્ક પહેરવાના કારણે બાળકોમાં અસ્થમા કંટ્રોલમાં રહ્યો. તે પ્રદૂષણની ઝપેટમાં આવવાથી બચી ગયા, જેનાથી હેલ્થ એક્સપર્ટ્સને એવું લાગ્યું કે કોરોનાની અસ્થમા પર કોઈ અસર નથી થઈ.