તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું છે કોવિડસોમ્નિયા:કોરોનાને કારણે 40% લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા વધી, જાણો તે 4 રીત જે તમારી ઊંઘ પૂરી કરવામાં મદદ કરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી શરૂ થયા બાદ સમગ્ર દુનિયામાં લોકો અનુભવી રહ્યા છે કે તેઓ સારી રીતે સૂઈ નથી શકતા. રોયલ ફિલિપ નામની એક સંસ્થાએ 13 દેશોમાં ઊંઘ સંબંધિત એક સર્વો કરવામાં આવ્યો છે. સર્વેમાં 37% લોકોએ સ્વીકાર્યું કે, મહામારીના કારણે તેમની ઊંઘ પર ખરાબ અસર થઈ છે.

સર્વેમાં સામેલ 70% યુવાનોએ જણાવ્યું કે, કોરોના મહામારી શરૂ થયા બાદ તેમને ઊંઘ સંબંધિત એક અથવા તેનાથી વધારે પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળી છે.

સમગ્ર દુનિયામાં સ્લીપ ન્યૂરોલોજિસ્ટે તેને ‘કોવિડસોમ્નિયા’નામ આપ્યું છે. અમેરિકન એકેડમી ઓફ ન્યૂરોલોજીના અનુસાર, તેની પાછળ કોરોનાવાઈરસથી સંક્રમિત થવાનો ડર, ફેમિલી મેમ્બર્સ અને નજીકના લોકોના સ્વાસ્થ્યની ચિંતા છે. સિનિયર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. વિજય બોધલે પાસેથી જાણો, કેવી રીતે ઊંઘની સમસ્યાથી છૂટકારો મેળવવો...

કોવિડસોમ્નિયાનું કારણ શું છે?
કોરોનાના કારણે તણાવ વધી રહ્યો છે. આ તણાવના કારણે લોકો ઈન્સોમ્નિયા (ઊંઘ ન આવવી અથવા ઊંઘમાં ખલેલ પહોંચવી)નો ભોગ બની રહ્યા છે. ઓગસ્ટ 2020માં બ્રિટનના સાઉથેમ્પટન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, લોકડાઉન દરમિયાન ચીનમાં ઈન્સોમ્નિયાનો દર 14.6થી 20% સુધી વધી ગયો. ઈટાલી અને ગ્રીસમાં આ દર 40% જોવા મળ્યો. ​​​​​​​

કયા લક્ષણો અલર્ટ કરે છે?
ઊંઘ ન આવવી અથવા વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચવી. દિવસના સમયે થાક અનુભવવો અથવા ઊંઘ આવવી. સૂવાના સમયે વારંવાર ઉઠવું અથવા મોડી ઊંઘ બાદ જલ્દી આંખ ખુલી જવી જેવા લક્ષણ કોવિડસોમ્નિયાના છે. ​​​​​​​

આ રીતે સમસ્યાનો સામનો કરવો

​​​​​​​બીજી રીતઃ બપોરે કેફીન ન લેવુંઃ બપોરે 2 વાગ્યા બાદ ચા, કોફી ઓછી પીવી. ઊંઘની ગાઢ અવસ્થા, જેમાં રેપિડ આઈ મૂવમેન્ટ થાય છે તેને કેફીન અસર કરે છે.

ત્રીજી રીતઃ સૂતા પહેલા મોબાઈલથી દૂર રહેવુંઃ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટરની બ્લુ સ્ક્રીન હોર્મોન મેલાટોનિનનું પ્રમાણ ઘટાડે છે. પાંપણોની ઝપકી પણ ઘટી જાય છે.

ચોથી રીતઃ રૂમનું તાપમાનઃ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર, બેડરૂમનું તાપમાન 16-19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ. તે ઊંઘ લાવવામાં મદદ કરે છે. ​​​​​​​

ઊંઘ ન આવવાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે
હાર્ટ અટેકનું જોખમઃ CDCના અનુસાર, ઊંઘ પૂરી ન થવાથી બ્લડ પ્રેશર લાંબા સમય સુધી વધેલું રહે છે. બ્લડ પ્રેશરમાં વધારો એ હૃદય રોગનું મોટું કારણ છે.

મેદસ્વિતાઃ લેપ્ટિન અને ધ્રેલિન બે એવા હોર્મોન છે જે ભૂખને નિયંત્રિત કરે છે. ઊંઘ પૂરી ન થવા પર હોર્મોન્સનું સંતુલન એ રીત ખરાબ થાય છે કે ભૂખ વધારે લાગે છે.

ટાઈપ-2 ડાયાબિટીસઃ ડાયાબિટીસ/મેટાબોલિઝ્મ રિસર્ચ એન્ડ રિવ્યુના અનુસાર, અનિદ્રાની સ્થિતિમાં શરીર સતત તણાવમાં રહે છે. તણાવ ડાયાબિટિસનું સૌથી મોટું કારણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો