તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઈ પણ દવા વગર કોરોનાવાઈરસના દર્દીઓ સ્વસ્થ થઈ શકે છે? અને સંક્રમિત લોકોમાં લોહીની ગાંઠો બની જવાની હકીકત શું છે? આવા સવાલોનો જવાબો ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના પૂર્વ મહાસચિવ ડો. નરેન્દ્ર સૈનીએ આકાશવાણીને આપ્યા છે. આ સવાલો અને તેમની જવાબો નીચે મુજબ છે:
1) કોઈ પણ દવા વગર કોરોનાવાઈરસના દર્દીઓ કેવી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે?
જ્યારે વાતાવરણ બદલાઈ જાય છે ત્યારે લોકો વિવિધ જાતના વાઈરસનાં સંક્રમણમાં આવે છે, તેને ઈન્ફ્લુએન્ઝા કહેવાય છે. તેનાથી મોટે ભાગે લોકો આપમેળે જ સ્વસ્થ થઈ જતા હોય છે. તે પ્રકારે કોરોનાવાઈરસ પણ છે. મોટા ભાગના સંક્રમિતો આપમેળે જ સ્વસ્થ થઈ જાય છે, કારણ કે તેમનાં શરીરની અંદર એન્ટિબોડી બને છે, જે વાઈરસનો નષ્ટ કરે છે, તેથી તેમને દવાની જરૂરત રહેતી નથી. કેટલાક લોકો લક્ષણ વગર પણ ટેસ્ટમાં પોઝિટિવ આવે છે. તેવી રીતે જ કેટલાક લોકો એવા છે જેમને સંક્રમણ થયું અને થોડાં દિવસમાં આપમેળે સ્વસ્થ થઈ ગયા, પરંતુ જો તમને કોઈ લક્ષણો જણાઈ આવે તો તેની સારવાર કરાવવી જરૂરી છે.
2) શું કોરોનાવાઈરસને લીધે લોહી ગંઠાઈ જાય છે?
વાઈરસનું સંક્રમણ થવાથી સુકી ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ સહિતનાં શરૂઆતનાં લક્ષણો જોવા મળે છે. વાઈરસનો ગંભીર અટેક થયાં બાદ બ્લડ ક્લોટિંગ અર્થાત લોહીમાં ગાંઠો થાય છે. તે શરીરમાં લોહી મારફતે ફેફસાં સુધી પહોંચીને વધારે નુક્સાન કરે છે. જોકે ઘણા ઓછા લોકોમાં આ લક્ષણો જોવા મળ્યા છે.
3) ડોક્ટર્સને સંક્રમણથી બચાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે?
જ્યારે કોરોનાવાઈરસનું સંક્રમણ શરૂ થયું હતું ત્યારે દેશમાં PPE કિટ અને N-95 માસ્કની ઉણપ હતી. તે સમયે અન્ય દેશો કરતાં આપણા દેશમાં સુવિધાઓ ઓછી હતી પંરતુ હવે યોગ્ય માત્રામાં સુવિધાઓ મળી રહે છે. ડોક્ટર્સ માટે યોગ્ય માત્રામાં સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સાથે જ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ડોક્ટરથી થોડા દૂર રહે.
4)સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેવામાં મેડિકલ સ્ટાફ કેટલો તૈયાર છે
દેશમાં તમામ મેડિકલ સ્ટાફ દિવસરાત દર્દીઓની સેવા કરે છે. PPE કિટને સતત 7થી 8 કલાર પહેરી કામ કરવું મુશ્કેલ છે. તેઓ ચેલેન્જ સ્વીકારીને સતત સેવાકાર્ય કરે છે. આગામી દિવસોમાં પણ તેઓ આ જ જુસ્સા સાથે કામ કરતા રહેશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.