તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Corona Can Occur Even If Both Doses Of The Vaccine Are Applied, But The Probability Of Severe Symptoms Is Reduced By 100%; Infection Will Not Lead To Death

ભાસ્કર નોલેજ સિરીઝ:વેક્સિનના બંને ડોઝ પછી પણ કોરોના થઈ શકે છે, પરંતુ ગંભીર લક્ષણોની આંશકા 100% સુધી ઓછી; ત્યારબાદ સંક્રમણથી મૃત્યુ નહિ થાય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ દેશમાં 1થી 1.5% લોકોને બીજો ડોઝ મળ્યો છે, 70% વસતીને બંને ડોઝ મળશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી સંભવ
  • એક્સપર્ટની સલાહ- વેક્સિનની આડઅસરથી ડરવાની જરૂર નથી

18+ લોકોના વેક્સિનેશન સાથે રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. કોરોના સામે હાલ વેક્સિન એક માત્ર ઉપાય ગણાતી હોવા છતાં પણ લોકોના મનમાં હજુ અનેક ગેરમાન્યતા અને સવાલો છે. આ સવાલોના જવાબ જાણવા અને ગેરમાન્યતાઓ વિશે ચોખવટ કરવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર રવીન્દ્ર ભજનીએ નિષ્ણાતો સાથે વાતચીત કરી. ડૉ. વીપી પાંડે, ઈન્દોરની મેડિસીન મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલના પ્રોફેસર અને ડૉ. અજય પરીખ, શેલ્બી ગ્રુપ ઓફ હોસ્પિટલના કન્સલન્ટિંગ ફિઝિશિયન પાસેથી જાણો વેક્સિનેશન અંગે તમારા મનમાં ઉદભવી રહેલા સવાલોનો જવાબ...

વેક્સિન કોરોનાને સંપૂર્ણ રીતે રોકી શકશે અથવા કોરોના થવા પર તેની અસર ઓછી કરશે?
ડૉ. અજય પરીખ:
વેક્સિન કોરોના થવા પર તેની અસર ઓછી કરશે. તે શિલ્ડ છે અર્થાત કવચ છે.

ડૉ. વીપી પાંડે: વેક્સિનની ઈફેક્ટિવનેસ અર્થાત એફિકેસી જણાવે છે કે વેક્સિન 84% અથવા 91% એફિકેસી રાખે છે. અર્થાત 85% અથવા 91% લોકોને સંક્રમણ નહિ થાય. તેનો અર્થાત બચેલા 16% અથવા 9% લોકોને ઈન્ફેક્શન થઈ શકે છે. અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે રોગની ગંભીરતા ઓછી કરવા માટે વેક્સિન 100% સુધી ઈફેક્ટિવ છે મૃત્યુને 100% રોકે છે.

લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થાય છે આવુ શા માટે?
ડૉ. અજય પરીખ
: વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ તે શરીરને જણાવે છે કે આ વાઈરસ છે જે તમને અસર કરી શકે છે. ત્યારે શરીર તેના વિરુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત કરી લે છે. પ્રથમ ડોઝ પણ 2-4 અઠવાડિયાંમાં કેટલાક %સુધી એન્ટિબોડી બનાવી લે છે. તે અલગ અલગ વેક્સિન માટે 50થી 70% સુધી હોય છે.

ડૉ. પાંડે: વેક્સિનની સંરચના એવી હોય છે કે તે શરીરમાં જઈ એન્ટિબોડી રિએક્શન શરૂ કરી દે છે. શરીરમાં એન્ટિબોડી બનતાં વાર લાગે છે. એવું નથી કે આજે વેક્સિન લગાવી અને તમને હવે ઈન્ફેક્શન નહિ થાય. હાલ કોરોના ખુબ સંક્રામક છે. પ્રથમ ડોઝના 15-20 દિવસ પછી એન્ટિબોડી બનવા લાગે છે, પરંતુ એટલી નહિ કે કોરોના રોકી શકે. ત્યારબાદ બીજો ડોઝ લગાવવામાં આવે છે. તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે.

કેટલાક લોકોને બીજો ડોઝ લીધા બાદ પણ કોરોના થઈ રહ્યો છે તે કેવી રીતે સંભવ છે?
ડૉ. અજય પરીખ:
તેમા આશ્રર્ચ ન થવું જોઈએ. એ પણ ન વિચારવું જોઈએ કે વેક્સિન પ્રભાવશાળી નથી. વેક્સિનનું કામ કોરોના વાઈરસના પ્રભાવનો ઓછો કરવાનું છે. બીજા ડોઝના 15 દિવસ પછી વાઈરસના ગંભીર લક્ષણ ઉત્પન્ન કરવાની ક્ષમતા શૂન્ય થઈ જાય છે.

ડૉ. વીપી પાંડે: વેક્સિનના 2 ડોઝ લીધા બાદ પણ યોગ્ય સાવચેતી ન રાખવામાં આવે તો ઈન્ફેક્શનનું જોખમ વધશે. બીજા ડોઝના 15 દિવસ પછી વાઈરસ ઈન્ફેક્શન થાય તો તે એટલું ગંભીર થતું નથી. મૃત્યુની સંભાવના નહિવત છે. ભારતમાં 21 એપ્રિલ સુધી માત્ર 1થી 1.5% વસતીને બંને ડોઝ લાગ્યા છે. 70% લોકો વેક્સિન લગાવી દે તો હર્ડ ઈમ્યુનિટી સંભવ છે.

શું 18+ના દરેક નાગરિકે વેક્સિન લેવી જોઈએ?
ડૉ. અજય પરીખ
: બિલકુલ લેવી જોઈએ. ભારત એ સિલેક્ટેડ દેશોમાંથી એક છે જ્યાં આ સુવિધા 1 મેથી શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ થોડાક દિવસ પહેલાં જ તમામ વયસ્ક લોકો માટે વેક્સિનેશન શરૂ કર્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ તક આપણને મળી છે. આપણે વેક્સિન જરૂર લેવી જોઈએ.

ડૉ. વીપી પાંડે: અમે તો જાન્યુઆરીથી માગ કરી રહ્યા હતા કે વહેલી તકે સંપૂર્ણ આબાદીને વેક્સિનેટ કરવામાં આવે. યુવા લાોકો સૌથી વધારે એક્ટિવ રહે છે. બહાર જાય છે અને લોકોને મળે છે. તેમને પ્રોટેક્શન મળશે તે સંક્રમણ રોકવામાં મદદ મળશે. ઈંગ્લેન્ડે 45% અને ઈઝરાયલે 58% આબાદી વેક્સેનિટેડ કરી છે. આ દેશોએ કોરોનાને ઘણી હદ સુધી કાબુમાં કર્યો છે. તેમણે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ કરી છે. આપણા દેશમાં જેને પણ તક મળે તેને વેક્સિન લેવી જોઈએ.