રિસર્ચ:કોરોનાથી રિકવર થયા બાદ 14% દર્દીઓને નવી બીમારી થઈ રહી છે, યુવાનોને સૌથી વધારે જોખમ- બ્રિટિશ રિસર્ચર્સનો દાવો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંડનની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ રિસર્ચના સંશોધકોએ દાવો કર્યો
  • રિકવરી બાદ પણ દર્દીઓએ નવી બીમારી માટે હોસ્પિટલ જવું પડે છે
  • પોસ્ટ કોવિડ પીરિયડમાં વૃદ્ધો કરતાં યુવાનોનો જોખમ વધારે

કોરોનાથી સ્વસ્થ થઈ ગયા બાદ પણ લોકોનો પોસ્ટ કોવિડ જોખમ પરેશાન કરી રહ્યા છે. સંક્રમણથી સ્વસ્થ થતાં સુધીમાં કોરોનાના 14% દર્દીઓને નવી બીમારી થઈ રહી છે. નવી બીમારીઓને લીધે દર્દીઓએ ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ દાવો લંડનની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ રિસર્ચના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કર્યો છે.

1.93 લાખ દર્દીઓ પર થયું રિસર્ચ

લંડનના વૈજ્ઞાનિકોએ 1,93,113 દર્દીઓ પર રિસર્ચ કર્યું
લંડનના વૈજ્ઞાનિકોએ 1,93,113 દર્દીઓ પર રિસર્ચ કર્યું

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, સંક્રમણ બાદ ભલે દર્દી સ્વસ્થ થઈ ગયા હોય પરંતુ તેમનામાં નવી બીમારીનું જોખમ રહે છે. આ સમજવા માટે લંડનના વૈજ્ઞાનિકોએ ગત 1 વર્ષે 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે કોરોનાના 1,93,113 દર્દીઓ પર રિસર્ચ કર્યું. તેમાં 18થી 65 વર્ષ સુધીના દર્દી સામેલ હતા.

રિકવરીના 6 મહિના સુધી સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું
સંશોધકોએ કોરોનાના દર્દીઓમાં સંક્રમમણની પુષ્ટિ થયાના 21દિવસ સુધી તેમનાં સ્વાસ્થ્યનું અવલોકન કર્યું. આ સિવાય 'નેશનલ ક્લેમ ડેટા'નું વિશ્લેષણ કરી એ જાણવામાં આવ્યું કે સંક્રમણથી રિકવર થયાના 6 મહિનામાં દર્દીઓને કઈ નવી બીમારી થઈ છે કે કેમ.

આ આંકડાની સરખામણી સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે કોરોનાથી રિકવરી થયેલાં 14% દર્દીઓને નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી. તેને કારણે આવા દર્દીઓએ હોસ્પિટલમાં જવું પડ્યું હતું.

નવી બીમારીનું જોખમ યુવાઓમાં વધારે જોવા મળ્યું
સંશોધક એલેન મેક્સવેલનું કહેવું છે કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ નવી બીમારીનું જોખમ વૃદ્ધો કરતાં યુવાનોમાં વધારે જોવા મળે છે. આ એવા યુવાનો હતા જેમને પહેલાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ નથી. રિસર્ચર્સનું કહેવું છે કે, કોરોનાથી રિકવર થયા બાદ દર્દીઓએ લાંબા સમય સુધી તેમનાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...