કોથમીરની કમાલ:કોથમીર તમારી વાનગીનો ટેસ્ટ વધારવાની સાથે આટલી બીમારીઓથી દૂર રાખશે, ઉધરસ અને તાવમાં પણ રાહત આપશે

ગીતાંજલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢામાં ખરાબ વાસની તકલીફ હોય તો રોજ 5થી 10 ગ્રામ કોથમીર નિયમિત રીતે ખાઓ

કોથમીર મસાલા ઉપરાંત ડેકોરેશન કરવા અને ચટણી માટે ઉપયોગ થાય છે. બીમારીઓથી દૂર રાખતી કોથમીરના વધારે ફાયદા જાણવા માટે અમે ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલ સાથે વાત કરી...

પેટની તકલીફો દૂર કરે છે
કોથમીર ગેસથી છૂટકારો મેળવવા અને ડાયજેશન સારું કરવામાં મદદ કરે છે. આ માટે 2 કપ પાણીમાં જીરું અને લીલી કોથમીર નાખો. એ પછી ચાની ભૂક્કી, આદુ અને વરિયાળી નાખીને 2 મિનિટ સુધી ઉકાળો. સ્વાદપ્રમાણે સાકર ઉમેરો. આ મિશ્રણથી ગેસની તકલીફથી છૂટકારો મળશે.

નસકોરી ફૂટવામાં રાહત આપે
નસકોરી ફૂટવાની તકલીફથી છૂટકારો જોઇતો હોય તો તેમાં પણ કોથમીર અક્સીર છે. 20 ગ્રામ લીલી કોથમીર લો. તેમાં એક ચપટીભર કપૂર મિક્સ કરીને બંને પીસી લો. તેના રસને ગાળી લો. તૈયાર રસનાં બે ટીપાં નાકમાં નાખો. સાથે જ રસને માથા પર લગાવીને હળવા હાથે માલિશ કરવાથી નાકમાંથી નીકળતું લોહી તરત બંધ થઈ જાય છે.

ત્વચા માટે ફાયદાકારક
કોથમીર હેલ્ધી સ્કિન માટે પણ ફાયદાકારક છે. કોથમીર લોહીમાં ઇન્સ્યુલિનની માત્રા કન્ટ્રોલ કરે છે.

યુરિન સાફ કરે છે
જો તમારું યુરિન પીળું આવતું હોય તો, 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ધાણાનો પાઉડર મિક્સ કરો. 5થી 7 મિનિટ સુધી ઉકાળીને ઠંડું કરો. સવારે અને સાંજે આ પીવાથી તકલીફમાં રાહત મળશે.

તરસ છિપાવે છે
જો તમારું ગળું થોડી-થોડી મિનિટે સુકાઈ જતું હોય તો કોથમીરના પાણીમાં મધ અને સાકર મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.

બાળકોની ઉધરસ દૂર કરે છે
બાળકોની ઉધરસ થાય તો ચોખાના પાણીમાં 10થી 20 ગ્રામ પીસેલી કોથમીર મિક્સ કરો. તેમાં સાકર ઉમેરીને સવાર, બપોર અને સાંજે પીવડાવવાથી આરામ મળશે.

ભૂખ વધારશે
ધાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે સારી રીતે ધોઈ લો. તેના બીજ સૂકવીને પીસી લો. હવે તેમાં હળદર, સિંધવ મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. થોડી માત્રામાં લઈને ચાવવાથી ભૂખ વધે છે.

આંખમાંથી વહેતા પાણીને કન્ટ્રોલ કરે
20 ગ્રામ કોથમીરને પીસી એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. કપડાથી ગાળી લો. એક-એક ટીપું આંખમાં નાખવાથી પાણી વહેવાની તકલીફથી છૂટકારો મળશે. આંખોની બળતરા પણ દૂર કરશે. આ માટે કોથમીરનું ચૂર્ણ તૈયાર કરો. ચૂર્ણ બનાવવા માટે વરિયાળી, સાકર અને ધાણાને સરખી માત્રામાં પીસી લો. આ ચૂર્ણ ભોજન પછી ખાઓ.

મોઢામાંથી ખરાબ દુર્ગંધ નહીં આવે
મોંમાંથી ખરાબ વાસ આવવાની તકલીફ હોય તો રોજ 5થી 10 ગ્રામ કોથમીર નિયમિત રીતે ખાઓ. તેનાથી રાહત મળશે.

માથાનો દુખાવો દૂર કરે
યોગ્ય માત્રામાં કોથમીર અને આંબળાને આખી રાત પાણીમાં પલાળી સવારે પીસી લો. તેમાં સાકર મિક્સ કરીને પીવાથી ગરમીથી થતા માતાના દુખાવામાં રાહત મળે છે.

તાવમાં રાહત આપે
જો ઠંડીની સાથે વારંવાર તાવ ચઢતો હોય તો સૂકી કોથમીર અને સૂંઠને સરખી માત્રામાં મિક્સ કરી લો. 1-1 ટી સ્પૂન દિવસમાં ચાર વખત લેવાથી તાવમાં રાહત મળે છે.

મોઢામાં ચાંદા મટાડે છે
લીલા કોથમીરનો રસ મોઢામાં ચાંદા પર લગાવવા કે સૂકી કોથમીરને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી ચાંદાથી છૂટકારો મળે છે.