તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશનાં 6 રાજ્યમાં વધતા બર્ડ ફ્લૂના કહેરની વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ એડવાઈઝરી જારી કરી છે. WHOના અનુસાર, જો ચિકન ખાઈ રહ્યા છો તો ધ્યાન રાખવું કે એ સારી રીતે રાંધવામાં આવેલું હોવું જોઈએ. ચિકનને 70 ડીગ્રી સેલ્સિયસ પર રાંધવા પર બર્ડ ફ્લૂનો વાઈરસ નષ્ટ થઈ જાય છે. જાણો બર્ડ ફ્લૂથી બચવા માટે WHOએ શું સૂચના આપી છે...
એનાથી પોતાને સુરક્ષિત કરો
WHOના જણાવ્યા પ્રમાણે, એના કેસ કતલખાનામાં કામ કરતા અને બીમાર મરઘીના સંપર્કમાં આવતી વ્યક્તિમાં જ મળે છે. એનાથી પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો. બર્ડ ફ્લૂનો વાઈરસ (H5N1) ગંભીર સંક્રમણ ફેલાવવા માટે જાણીતો છે. એ પક્ષીઓમાં શ્વાસ સંબંધિત બીમારીને કારણે બને છે. એને એવિયન ઈન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે.
શું છે બર્ડ ફ્લૂ વાઇરસ?
એને એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ પણ કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂના સૌથી કોમન વાઈરસનું નામ H5N1 છે. એ એક જોખમી વાઈરસ છે જે પક્ષીઓની સાથે મનુષ્ય અને બીજાં પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, H5N1ની 1997માં શોધ થઈ હતી. આ વાઈરસથી સંક્રમિત થવા પર 60% કેસમાં મૃત્યુ થઈ જાય છે.
મનુષ્યમાં વાઈરસ કેવી રીતે ફેલાય છે અને પ્રથમ કેસ ક્યારે આવ્યો?
બર્ડ ફ્લૂના ઘણા વાઈરસ છે, પરંતુ H5N1 પહેલો વાઈરસ છે જેને મનુષ્યને સંક્રમિત કર્યો. સંક્રમણનો પહેલો કેસ હોંગકોંગમાં 1997માં સામે આવ્યો હતો. આ વાઈરસ સંક્રમિત મરઘી દ્વારા મનુષ્ય સુધી ફેલાયો હતો. 2003થી આ વાઈરસ ચીન સહિત એશિયા, યુરોપ, અને આફ્રિકામાં ફેલાવાનું શરૂ થયું. 2013માં મનુષ્યને સંક્રમિત થવાના કેસ ચીનમાં પણ સામે આવ્યો.
WHOના અનુસાર, સામાન્ય રીતે આ વાઈરસ મનુષ્યને સંક્રમિત નથી કરતો, પરંતુ કેટલાક દેશોમાં એવા કેસ સામે આવ્યા છે જેનાથી સંક્રમણ મનુષ્યમાં ફેલાયું છે. એનો વાઈરસ સામાન્ય રીતે પાણીમાં રહેતા બતકમાં જોવા મળે છે, પરંતુ મરઘીઓના ફાર્મમાં એ ઝડપથી ફેલાય છે. સંક્રમિત મરઘી અથવા તેના મળ-મૂત્રના સંપર્કમાં આવવાથી આ વાઈરસ મનુષ્યમાં ફેલાય છે.
બર્ડ ફ્લૂનું સંક્રમણ કોણે થઈ શકે છે
સંક્રમણ થવા પર આ વાઈરસ શરીરમાં લાંબા સમય સુધી રહે છે. પક્ષીઓમાં સંક્રમણ થવા પર વાઈરસ તેમાં 10 દિવસ સુધી રહે છે. એ મળ અને લાળ તરીકે બહાર આવે છે. એને સ્પર્શ અથવા સંપર્કમાં આવવાથી સંક્રમણ થઈ શકે છે.
વાઈરસને કેવી રીતે શોધી શકાય છે?
સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને સંક્રમિત મનુષ્યમાં વાઈરસની શોધ કરવા માટે ઈન્ફલ્યુએન્ઝા A/H5 વાઈરસ રિયલ ટાઈમ RT-PCR ટેસ્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ આવવામાં 4 કલાક લાગે છે. જોકે આ તપાસ દુનિયાભરમાં ઉપલબ્ધ નથી.
સામાન્ય રીતે ડૉક્ટર વાઈરસની તપાસ માટે દર્દીના વ્હાઈટ બ્લડ સેલ્સ અને નાકમાંથી સેમ્પલ લઈને તપાસ કરે છે. એ ઉપરાંત ચેસ્ટ એક્સ-રે કરે છે અને શ્વાસ લેવા પર નીકળતા અવાજની પણ તપાસ કરે છે.
બર્ડ ફ્લૂના વિવિધ વાઈરસનાં લક્ષણ પણ અલગ હોઈ શકે છે. લક્ષણોના અનુસાર, સારવાર બદલાય છે. સામાન્ય રીતે એન્ટી-વાઈરલ દવાઓથી સારવાર કરવામાં આવે છે.
ચિકન માર્કેટ બંધ કરાવવામાં આવ્યાં
બર્ડ ફ્લૂએ સમગ્ર દેશમાં ચિંતા વધારી દીધી છે. અત્યારસુધીમાં 6 રાજ્યમાં એની પુષ્ટિ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કેરળમાં 84 હજાર 775થી વધારે પક્ષીઓનાં મોત થઈ ગયાં છે. ઘણાં શહેરોમાં ચિકનની કિંમત 30થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટી ગઈ છે, તેથી ઘણી જગ્યાએ માર્કેટ જ બંધ કરી દેવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશમાં કેસ સામે આવ્યા બાદ ઈન્દોર, ઉજ્જૈનમાં ચિકનની દુકાનો બંધ કરવી પડી તેમજ જયપુર, અજમેર, રાંચી, વારાણસી સહિત ઘણાં શહેરોમાં પણ ચિકન અને ઈંડાંની કિંમતમાં ઘટાડો આવ્યો છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.