ફિટ અને હેલ્ધી રહો:પ્રથમ લહેરમાં ઘરે વાનગી બનાવી, બીજીમાં ભરપેટ ઉકાળો પીધો, હવે ત્રીજી લહેરમાં ડાયટમાં શું ધ્યાન રાખશો?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોજનની થાળીમાં 50% લીલી શાકભાજી, 30% પ્રોટીન અને 20% કાર્બ્સ સામેલ કરવું
  • હળદરનો જ્યૂસ ઈમ્યુનિટી સારી બનાવશે

કોરોનાવાઈરસની ત્રીજી લહેરનો ડર લોકો વચ્ચે ધીમે-ધીમે વધી રહ્યો છે. દેશભરમાં 24 કલાકના રિપોર્ટ પર નજર કરીએ તો આજે આશરે અઢી લાખ પોઝિટિવ કેસ મળ્યા છે. આ આંકડો વધતા લોકો પોતાની લાઈફસ્ટાઈલ બદલવા માટે મજબૂર થઈ ગયા છે. ઘણા રાજ્યોમાં 50% ક્ષમતા સાથે ઓફિસ ચાલુ છે તો ઘણી જગ્યાએ વર્ક ફ્રોમ હોમ છે. ફૂડ હેબિટ્સ નજરે પ્રથમ અને બીજા લહેરમાં લોકોની ખાણીપીણીમાં શું ફેરફાર આવ્યા અને અત્યારે શું ખાવું જોઈએ? આ વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન ડૉ. રીમા મધિયન, ફૂડ બ્લોગર પ્રીતિ લોની સૂદ અને શેફ પુલકિત વર્મા...

હળદરનો જ્યૂસ ઈમ્યુનિટી સારી બનાવશે
ડાયટિશિયન ડૉ. રીમા મધિયને કહ્યું કે, પ્રથમ અને બીજી લહેરમાં લોકો ઘણી ચિંતામાં હતા. કારણકે વર્ષ 2020માં દુનિયાએ એવું સંક્રમણ જોયું જેના વિશે ક્યારેય વિચાર્યું નહોતું કે સાંભળ્યું નહોતું. આ લહેરમાં લોકોએ બહાર ખાવાનું છોડ્યું અને બધું ઘરે જાતે બનાવ્યું. હાલ ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને તમારે ફૂડ હેબિટ્સ બદલવાની જરુર છે. ભોજનની થાળીમાં 50% લીલી શાકભાજી, 30% પ્રોટીન અને 20% કાર્બ્સ સામેલ કરવું. તેનાથી ફિટનેસ પણ બનશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. હલ્દી શોટ્સ ઈમ્યુનિટી સારી કરવામાં એકદમ અસરકારક છે. કાચી હળદર, આદુ, મરી અને આંબળાને મિક્સ કરીને પીવાથી ફાયદો થશે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે ડેલી ડાયટમાં વિટામિન C સામેલ કરો. ઈચ્છો તો એક ચમચી ઘીમાં જીતું અને આંબળાનો પાઉડર મિક્સ કરો. તેનાથી ઈમ્યુનીટી નબળી નહીં પડે.

ઘરે જ બનાવો હેલ્ધી સ્મૂધી અને પિત્ઝા
બીજી લહેર વિશે કહેતા બ્લોગર પ્રીતિએ કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટના ડરને લીધે દરેકના ઘરમાં લોકો ઉકાળો પીતા થઈ ગયા. વર્ષ 2022 આવતા આવતા તો લોકોની હેલ્ધી ફૂડ હેબિટ્સમાં બાજરો, જુવાર અને ઘઉંના લોટમાંથી બનેલા પિત્ઝા, મોમોસ અને સમોસા સામેલ થઈ ગયા છે. આ ઉપરાંત પોતાને એનર્જેટિક રાખવા માટે પાલક, ખીરા કાકડી, ગાજરની સ્મૂધી કે ગાજર, બીટરૂટ, સંતરાનો જ્યૂસ રૂટીનમાં સામેલ કરો. તેનાથી શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળતા રહેશે અને બીમાર થવાનું જોખમ ઓછું રહેશે, પરંતુ ઇન્ફેક્શનથી બચવું જરૂરી છે.

હેલ્ધી ડ્રિંક્સ અને ઝીરો વેસ્ટેજ ફૂડ
ત્રીજી લહેર પર વાત કરતા રેડિસન બ્લૂના શેફ પુલકિત વર્માએ કહ્યું, યંગ જનરેશન પર ત્રીજી લહેરનો ડર ઓછો દેખાઈ રહ્યો છે. જો કે, આવું 18થી 22 વર્ષ સુધીની ઉંમરના લોકોમાં વધારે જોવા મળ્યું છે. બદલાયેલી ઈટિંગ હેબિટ્સ વિશે પુલકિતે કહ્યું, લોકો હવે હર્બલ ડ્રિંક, ગરમ મસાલા અને તુલસીવાળી ચા પીવાનું પસંદ કરી રહ્યા છે. ભોજનમાં ટમેટા, કોથમીર, ક્રીમ ઓફ વેજીટેબલ સૂપનો શોખ પણ વધ્યો છે. આ ડાયટમાં તેલ-મસાલા પણ વધારે હોય છે અને બધી લો ફૂડ વેસ્ટેજ સાથે બનાવી શકાય તેવી રેસિપી છે.