ડાયટ સલાહ / ગળ્યું ખાવાના શોખીને 'શુગર ક્રેવિંગ' પર નિયંત્રણ રાખવું, સ્થૂળતાનો ભોગ બની શકાય છે

Controlling 'Sugar Craving' can be a victim of obesity

Divyabhaskar.com

Jun 10, 2019, 11:27 AM IST

હેલ્થ ડેસ્કઃ ઘણા લોકોને જમ્યા પછી ગળ્યું ખાવાની આદત હોય છે. ઘણા લોકો એવા હોય છે જેની સામે જ્યારે પણ કોઈ સ્વીટ ડિશ આવે તો તે ખાવા માટે પોતાની જાતને રોકી નથી શકતા. તેને 'શુગર ક્રેવિંગ' કહેવાય છે. એટલે કે વારંવાર કંઇક ગળ્યું ખાવાની ઈચ્છા થવી. જો કે, આ આદત કોઈ રોગ નથી અને જો તે એક મર્યાદા સુધી રહે તો તે કોઈ નુકસાન પણ નથી કરતી. પરંતુ જો આ ઈચ્છા વધી જાય તો તે સ્થૂળતા સહિત અન્ય ઘણી સમસ્યાઓ થવાનું મોટું કારણ બની શકે છે. તેથી, આ ક્રેવિંગને નિયંત્રણમાં રાખવું બહુ જરૂરી છે. તો ચાલો આ ક્રેવિંગને નિયંત્રણમાં રાખવાની ટિપ્સ વિશે જાણીએ.


પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાઓ
શુગર ક્રેવિંગનો સીધો સંબંધ ભૂખ સાથે નથી. તેમ છતાં ઘણા અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે જો તમને શુગર ક્રેવિંગ થઈ રહ્યું છે, એટલે કે કંઇક ગળ્યું ખાવાની ઈચ્છા થઈ રહી છે તો ગળ્યું ખાવાને બદલે કેટલીક પૌષ્ટિક વસ્તુઓ ખાઈ લો, ખાસ કરીને એવી વસ્તુઓ જે પ્રોટીનથી ભરપૂર હોય. દાખલા તરીકે, તમે ઈંડું અથવા કોઈ પ્રોટીનયુક્ત નાસ્તો પણ ખાઈ શકો છો. ઓફિસમાં અથવા બહાર ફરવાના સમય દરમિયાન પણ તમે બાફેલા ચણા, મગફળીના દાણા વગેરે જેવી હેલ્ધી વસ્તુઓ સાથે રાખો. પિઝા, બર્ગર અથવા સેન્ડવિચ વગેરે જેવું જંકફૂડ ખાવાનું હંમેશાં ટાળવું.


ગળ્યું ખાવાને બદલે ફળ ખાઓ
જો ગળ્યું ખાવાની ઇચ્છા થઈ રહી હોય તો તેના અન્ય વિકલ્પો શોધો અને તે આરોગો. ઉદાહરણ તરીકે, સફરજન, કેળાં, નાસપતી, ગળી સેવ, કેરી વગેરે ફ્રૂટ્સ અથવા કોઈપણ સિઝનલ ફ્રૂટ ખાઈ શકાય છે. શુગર ક્રેવિંગનો સંબંધ મગજ સાથે વધારે હોય છે. શુગર ક્રેવિંગમાં મગજને શાંત કરવાની ક્ષમતા પણ હોય છે. તેથી જ્યારે ફળ તરીકે ગળ્યું ખાતા હો તો મગજ શાંત થઈ જશે અને આ રીતે તમે વધારાની શુગર ખાવાથી બચી જશો. તમારાં ફ્રિજ અને રસોડામાં મિઠાઈ, આઈસ્ક્રીમ, જૂસ, કેન્ડીઝ કાઢી નાખીને તેના સ્થાને વિવિધ ફળો મૂકશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેશે.


સ્ટ્રેસ દૂર કરે
સ્ટ્રેસ પણ શુગર ક્રેવિંગનું મોટું કારણ છે. જ્યારે વ્યક્તિ ચિંતામાં હોય ત્યારે તેનું મગજ તણાવ ઓછો કરવા માટે શુગરની માગ કરે છે. આનો અર્થ એ છે કે આપણે તણાવ ઓછો કરીને પણ શુગર ક્રેવિંગ દૂર કરી શકીએ છીએ. તણાવ દૂર થવાથી 'એન્ડોર્ફિન' નામનું એક સારું રાસાયણિક છૂટું પડે છે. એન્ડોર્ફિનનું વધુ પ્રમાણ શુગર ક્રેવિંગ ઓછું કરે છે.


અન્ય નાના ઉપાયો
જ્યારે પણ ગળ્યુંય ખાવાની ઈચ્છા થાય તો ડાર્ક ચોકલેટના એક-બે ટૂકડાં ખાઈ શકાય છે. ડાર્ક ચોકલેટ એન્ડોર્ફિન નામનું રાસાયણ રિલીઝ કરે છે, જે તણાવ ઓછો કરીને શુગલ ક્રેવિંગ નિયંત્રણમાં રાખે છે.


જ્યારે પણ કંઇક ગળ્યું ખાવી ઈચ્છા થાય તો છાશ પીઓ અથવા દહીં ખાઓ. છાશ અને દીંથી શુર ક્રેવિંગ તો નિયંત્રણમાં રહે છે પણ સાથે ઓવરઈટિંગની સમસ્યા પણ ઓછી થાય છે.


આ ઉપરાંત, ખજૂર પણ એક સારો વિકલ્પ છે. આ ખાવાથી મગજને સંદેશો મળે છે કે કંઇક ગળ્યું ખાઈ લીધું છે. જો કે, દિવસમાં ત્રણ-ચાર ખજૂર જ ખાવી.


ઘરે જ સ્વીટ ખાવાના બીજા વિકલ્પો જેમ કેસ, દૂધીનો હલવો, શીરો અથવા ઓટ્સની ખીર બનાવીને ખાઈ લેવી. તેમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો.

X
Controlling 'Sugar Craving' can be a victim of obesity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી