આયુર્વેદિક લાઈફ સ્ટાઇલ:તકમરિયાંનાં સેવનથી અનેક બીમારીઓ દૂર થાય છે, પુરુષોની બીમારી માટેનો બેસ્ટ ઉપાય

3 મહિનો પહેલાલેખક: નિશા સિન્હા
  • કૉપી લિંક

એક ખાસ પ્રજાતિના તુલસીના બીજને તકમરિયાં કહેવામાં આવે છે. આ બીજનો કોઈ સ્વાદ નથી હોતો પરંતુ પાણીને શોષવાની અદભૂત ક્ષમતા છે. તકમરિયાંને પાણીમાં પલાળીને નરમ બનાવીને ખાવામાં આવે છે. તકમરિયાંમાં કોઈ પ્રકારનો સ્વાદ નથી હોતો, પરંતુ નરમ અને મુલાયમ હોવાને કારણે તકમરિયાં ખાવામાં મજા આવે છે.

તકમરિયાંનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. તકમરિયાં મધુર, ઠંડા, મુલાયમ, શક્તિ આપનારા છે. તકમરિયાંને લોહીનો આધારસ્તંભ પણ માનવામાં આવે છે. તકમરિયાંનાં સેવનથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

ફોલ્લીઓ અને દાગ-ધબ્બાથી મળશે છુટકારો
ઉનાળાની ઋતુમાં પિત્તનું પ્રમાણ વધી જવાને કારણે ત્વચા પર ખરાબ અસર પડે છે. આ સિવાય આ તકમરિયાં લ્યુકોરિયા, ગર્ભાશયની ગરમી જેવા રોગોમાં દવાની જેમ કામ કરે છે. આ બીજમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. ગરમીને કારણે એસિડિટી થાય છે, પેશાબ રોકાઈ-રોકાઈને આવે છે અથવા તો પેશાબ કરતી વખતે બળતરા થાય છે.

આ સિવાય ઉનાળામાં ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ પણ થાય છે. જો તમને ગરમીના કારણે વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તકમરિયાંનું સેવન ફાયદાકારક છે. તકમરિયાંમાં ડાયેટરી ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ફાઈબરથી પેટ ભરેલું હોય તેવું લાગે છે, જેથી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પીરિયડ્સની સમસ્યા દૂર થશે
જે મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા રહેતી હોય અથવા તો વધુ પડતા માસિકને કારણે શરીરનો રંગ ફિક્કો થઈ જાય છે. જો તમને આ કારણે નબળાઈ લાગે છે, તો બે ચમચી તકમરિયાંનાં બીજને 2 કપ સાદા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે એક ચમચી સાકર મિક્ષ કરીને ખાલી પેટ પીવો. આ પ્રયોગ 3 થી 6 મહિના સુધી કરો.

તકમરિયાંમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે. બપોરે પલાળ્યા પછી જો તેને રાત્રે દૂધ સાથે લેવામાં આવે તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના તેલયુક્ત ગુણોને કારણે પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

પુરુષોની સમસ્યા માટે છે કારગર ઉપાય
જે પુરુષોને વીર્ય ઓછું બની રહ્યું હોય અથવા તો સ્વપ્નદોષ વધુ થઇ રહ્યો હોય, વીર્ય પેશાબ સાથે જતું રહે અથવા તો શુક્રાણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી ગયું હોય તે પુરુષો માટે તકમરિયાં બેસ્ટ ઉપાય છે.

આ સ્થિતિમાં એક ચમચી તકમરિયાં, એક ચમચી શુદ્ધ માખણ, એક ચમચી ખાંડ અને એક ચમચી આમળાનો મુરબ્બો મિક્સ કરી અને સવારે ખાલી પેટ લો. તેને ખાધા પછી એક કપ મલાઈવાળું ગાયનું દૂધ પીવો. જે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, જેના કારણે માંસપેશીઓ અને હાડકાં મજબૂત રહે છે.

તકમરિયામાં એન્ટીફ્લામેટ્રી અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણધર્મો છે. તકમરિયાંનું નિયમિત સેવન કરવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તેમાં રહેલા પેક્ટીનને કારણે કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે.

વાળ માટે બેસ્ટ ઉપાય
જો તમારા વાળ ખરતા હોય, ખૂબ ખરી રહ્યા હોય, વાળમાંથી ચમક ગાયબ થઈ ગઈ હોય જો તમે આ બધી સમસ્યાઓ દૂર કરવા માંગતા હોવ તો રાત્રે 2 ચમચી તકમરિયાં પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીવો.

એસ્ટ્રોજનનું લેવલ ઘટાડે છે. આ કારણોસર સગર્ભા સ્ત્રીઓએ તેને લેવાનું ટાળવું જોઈએ. ઘણીવાર તકમરીયાંનો વધુ પડતો ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓ થાય છે તેથી વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.
એસ્ટ્રોજનનું લેવલ ઘટાડે છે. આ કારણોસર સગર્ભા સ્ત્રીઓએ તેને લેવાનું ટાળવું જોઈએ. ઘણીવાર તકમરીયાંનો વધુ પડતો ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓ થાય છે તેથી વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.

સર્જરી હોય ત્યારે સેવન ટાળવું જોઈએ
બાળકોએ તકમરીયાંનું સેવન ન કરવું જોઈએ કારણ કે ક્યારેક પાણીમાં યોગ્ય રીતે લો ફૂલવાને કારણે તેમને ગળવામાં તકલીફ થાય છે. આ સાથે જો કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો તેને ઓછામાં ઓછા 10 દિવસ પહેલા તકમરિયાંનું સેવન બંધ કરી દેવું જોઈએ કારણ કે તેમાં એક પ્રકારનું તેલ હોય છે, જે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને ઘટાડે છે.