• Gujarati News
  • Lifestyle
  • Health
  • Consumption Of Stale Bread, Gum Laddu And Amla Will Keep You Healthy All Year Round, Learn Healthy Food Habits From Expert

હેલ્ધી ટિપ્સ:વાસી રોટલી, ગુંદરના લાડુ અને આમળાંનું સેવન તમને આખું વર્ષ હેલ્ધી રાખશે, એક્સપર્ટ પાસેથી જાણો હેલ્ધી ફૂડ હેબિટ્સ

કમલા બડોની15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાને બદલે હર્બલ ટી, ગ્રીન ટી, લીંબું પાણી, નારિયેળ પાણી, છાશ પીવાની આદત પાડવી જોઈએ
  • ફિઝિકલ એક્ટિવિટી કરી નોનવેજ પચાવી શકતા હો તો જ તેનું સેવન કરવું જોઈએ

કોરોનાની એન્ટ્રી બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પહેલાં કરતા વધુ સજાગ બન્યા છે. છેલ્લાં 2 વર્ષથી લોકોએ પોતાની ફૂડ હેબિટ્સ બદલી છે. 2022માં હેલ્ધી ડાયટમાં કેવો ટ્રેન્ડ હશે તે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ પાસેથી જાણીએ...

શિલ્પા જણાવે છે કે ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તરબૂચ-શક્કર ટેટીના બી, ફ્લેક્સ સીડ્સ જેવાં બીનું સેવન કરવું જોઈએ. લોકો હવે વીગન ડાયટ અપનાવી રહ્યા છે અને ઓર્ગેનિક ખોરાક લઈ રહ્યા છે. સાથે પ્રોટીનની માત્રા પણ વધારી છે.

ઉંમર અને જાતિ પ્રમાણે દરેકના શરીરની જરૂરિયાત અલગ અલગ હોય છે. ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ પાસેથી જાણો બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકોનો ડાયટ પ્લાન.....

બાળકો માટે હેલ્ધી ડાયટ

  • બાળકોના ડાયટમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોવી જરૂરી છે. આપણી ઈમ્યુન સિસ્ટમ પ્રોટીનથી બને છે. તેથી પ્રોટીન ઈન્ટેક વધારવો જોઈએ.
  • ડાયટમાં વિટામિન-C, ઓમેગા 3 ફેટી એસિડ, આયર્ન, ઝિંક અને વિટામિન-Aની માત્રા વધારવી જોઈએ.
  • સિઝનલ ફ્રુટ્સ અને શાકભાજી ભરપૂર માત્રામાં બાળકોને આપવા જોઈએ.
  • ખોરાકમાં દાળ, લીલી શાકભાજી, પનીર, અંકુરિત કઠોળ, દહીં સામેલ કરો.
  • બાળકોને ગાજરનો હલવો. સૂપ, પરાઠા આપવા જોઈએ.

વૃદ્ધો માટે ડાયટ પ્લાન
વૃદ્ધોને ડાયજેશનની તકલીફ હોય છે. તેથી તેમણે વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. ડાયટમાં ફળ, શાકભાજી, લીલી હળદર, પનીર, આમળાં, છોતરાંવાળી મગની દાળ, સૂરણ, ગાજર સામેલ કરો. જો વડીલ ફિટ અને એક્ટિવ હોય તો તેમના માટે અલગથી કશું કરવાની જરૂર નથી. તેમને ઘરમાં જે બનતો હોય તે ખોરાક આપી શકો છો.

મહિલાઓનો ડાયટ પ્લાન

  • મહિલાઓ પરિવારનાં સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખે છે પરતું પોતાનાં સ્વાસ્થ્ય માટે એટલી સજાગ રહેતી નથી. ઘરના કામની લ્હાયમાં સવારનો નાસ્તો ન કરવાથી મહિલાઓમાં નબળાઈ આવી શકે છે. શિલ્પા જણાવે છે કે મહિલાઓએ ઘરના મેમ્બર્સની સાથે જ નાસ્તો અને જમવાનું લેવું જોઈએ.
  • સવારે ઉઠીને એક ગ્લાસ દૂધ સાથે રાતે બચેલી રોટલી લેવામાં આવે તો બપોર સુધી એનર્જી મળી રહે છે. શિયાળામાં મહિલાઓએ ગુંદર, મેથી અને અડદના લાડુ ખાવા જોઈએ.
  • દિવસમાં એક કાચાં આમળાંનું સેવન કરવું જોઈએ.
  • વિટામિન-C માટે લીંબું, નારંગી, મોસંબી, જામફળ, કેપ્સિકમ, કોબિજનું સેવન કરવું જોઈએ.
  • તલ, અળશી, પમ્પકિન સીડ્સ મિક્સનો મુખવાસ બનાવી દિવસમાં 3-4 વખત તેનું સેવન કરવું જોઈએ.
  • દૂધ, દહીં, પનીર, રાગી, રાજગરાને ડેઈલી ડાયટમાં સામેલ કરવાથી કેલ્શિયમ અને આયર્નની ઊણપ દૂર થાય છે.

પુરુષો માટે હેલ્ધી ફૂડ હેબિટ્સ

  • મહિલા અને પુરુષનું ડાયટ એક જેવું જ હોય છે પરંતુ પુરુષના ડાયટમાં ભોજનની માત્રા વધારે હોય છે. પ્રોટીન માટે પુરુષો નોનવેજ વધારે માત્રામાં લે છે પરંતુ તેને પચાવી શકતા નથી. જો તમે એક્ટિવિટી કરીને નોનવેજ પચાવી શકતા હો તો જ તેનું સેવન કરવું જોઈએ.
  • ઓફિસમાં વારંવાર ચા પીવાની આદત હોય તો તેનાથી એસિડિટી થઈ શકે છે. સમયસર ભોજન લેવાની આદત પાડવી જોઈએ.
  • ઘણા પુરુષો આલ્કોહોલ અને ચા બંને વધારે માત્રામાં લે છે તેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે. તેમણે વધારે પાણી પીવું જોઈએ. ચાને બદલે હર્બલ ટી, ગ્રીન ટી, લીંબું પાણી, નારિયેળ પાણી, છાશ પીવાની આદત પાડવી જોઈએ.