લીલા મરચાં ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેહદ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં જો દરરોજ લીલા મરચાંનું સેવન કરવામાં આવે તો લૂ લાગશે નહીં. આ સિવાય મરચાંનું સેવન ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. ડાયેટિશિયન નીતા શુક્લાએ જણાવ્યું હતું કે, લીલા મરચામાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે
લીલા મરચામાં કૈપ્સાઈસિન નામનું તત્વ હોય છે. જે મગજમાં રહેલા મહાઈપોથેલેમસને એક્ટિવ રાખવામાં મદદ કરે છે, જેથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. ડોક્ટર અને ડાયેટિશિયન પણ ઉનાળામાં લૂથી બચવા માટે લીલા મરચાં ખાવાની સલાહ આપે છે. લીલા મરચાંથી કોઈ એલર્જી ના હોય તો દરરોજ 10થી 12 ગ્રામ લીલું મરચું ખાઈ શકો છો.
મેટાબોલિઝમ વધારવા અને મોટાપો ઘટાડવા માટે ફાયદાકારક
લીલા મરચાં ખાવાથી મેટાબોલિઝમમાં 50% વધારો થઇ શકે છે. મેટાબોલિઝમ રેટ વધવાને કારણે વજન ઘટે છે. આ સિવાય બ્લડ સર્ક્યુલેશનમાં પણ વધારો થાય છે. ઘણાં લોકો ખોટી રીતે લીલા મરચાંનું સેવન કરે છે. મરચાંને સલાડ, ચટણી અથવા અથાણાંમાં સામેલ કરી શકો છો જેથી એસિડિટી ના થાય.
ડાયાબિટીસ અને સાઈનસ જેવી બીમારીઓથી મળે છે રાહત
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, લીલું મરચું દરરોજ ખાવાથી બ્લડશુગર નોર્મલ રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત રીતે લીલા મરચાં ખાવા જોઈએ. આ સિવાય જે લોકો સાઈનસની બીમારીથી પરેશાન છે, તે લોકોએ ડાઈટમાં લીલા મરચાંને અચૂક સામેલ કરવા જોઈએ. લીલા મરચાં મ્યુક્સ મેબ્રેન્સને એક્ટિવ કરે છે ,જેથી મ્યુક્સ પાતળું થઈને નીકળે છે અને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.
અલ્સર હોય તો ખાઓ લીલા મરચાં
ઘણા લોકોને પેટ ખરાબ થવાના કારણે વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તે લોકોએ લાલ મરચાંનું અચૂક સેવન કરવું જોઈએ. લીલા મરચાં શરીરની ગરમી વધવા નથી દેતા જેના કારણે પેટ અને મોઢાના ચાંદાથી છુટકારો મળે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.