• Gujarati News
  • Lifestyle
  • Health
  • Consuming Takamari Is Beneficial For Relieving Problems In Pregnancy, Good Sleep And Strengthening Bones, Harmful If Not Consumed In Proper Quantity.

હેલ્થ ટિપ્સ:પ્રેગ્નન્સીમાં સમસ્યાને દૂર કરવા, સારી ઊંઘ અને હાડકાંને મજબૂત કરવા માટે તકમરિયાંનું સેવન ફાયદાકારક, યોગ્ય પ્રમાણમાં ખાવામાં ન આવે તો નુકસાનકારક

18 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

હેલ્ધી ફૂડ વિશે વાત કરવામાં આવે તો તકમરિયાંનું નામ પહેલા લેવામાં આવે છે. તકમરિયાં વજન ઘટાડવા માટે બેસ્ટ ફૂડ માનવામાં આવે છે. તકમરિયાંમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેથી પ્રજનન શક્તિ વધારવા, વજન ઘટાડવા તેમજ પાચન અને હાડકાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં વધુ ફાયદાકારક છે. તકમરિયાંના સેવનથી કોલેસ્ટેરોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એવું નથી કે તકમરિયાં ખાવાથી ફાયદો જ થાય છે, યોગ્ય પ્રમાણમાં ન ખાવાથી નુકસાન પણ થાય છે, તેથી ખાતાં પહેલાં સાવચેતી રાખવાની જરૂર છે. ડાયટિશિયન ડૉ.અનુ અગ્રવાલ જણાવી રહ્યાં છે એના ફાયદા અને ગેરફાયદા વિશે.

આ રહ્યા તકમરિયાંના ફાયદા...

પ્રજનન શક્તિ વધારે છે
સ્ટ્રેસની સૌથી ખરાબ અસર પ્રજનન ક્ષમતા પર પડે છે. ઓછી પ્રજનન શક્તિને કારણે જો ગર્ભાવસ્થામાં સમસ્યા થતી હોય તો ખાવામાં અમુક ખોરાકનો સમાવેશ કરીને તમે પ્રજનન શક્તિ વધારીને ઝડપથી ગર્ભ ધારણ કરી શકો છો, આ માટે તકમરિયાં બેસ્ટ છે. ઓમેગા-3 ફેટી એસિડ પુરુષોમાં બ્લડ સર્ક્યુલેશનમા સુધારો કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
તકમરિયાંમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તકમરિયાં ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે એ અપચો, કબજિયાત અને ગેસની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક
પ્રોટીન અને મેગ્નેશિયમથી ભરપૂર તકમરિયાં ત્વચાને ચમકદાર બનાવે છે. જે મહિલાની સ્કિનમાં કરચલીઓ અને ફાઈન લાઈન્સ હોય તો તકમરિયાંનું સેવન કરવું જોઈએ. તો તકમરિયાં વાળ માટે પણ ફાયદાકારક છે.

સારી ઊંઘ માટે જરૂરી
જે લોકોને અનિદ્રા અને ચિંતાથી પરેશાન હોય તેમને તકમરિયાં અચૂક ખાવા જોઈએ. તકમરિયાંમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.,તેથી ચિંતા, તણાવ અને અનિદ્રાની સમસ્યાને દૂર થાય છે ને હાઈ બ્લડપ્રેશરનું જોખમ પણ ઘટે છે.

હાડકાં મજબૂત થાય
હાડકાંને લગતી ઘણી બીમારીઓ તકમરિયાંથી દૂર કરી શકાય છે. તકમરિયાંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કોલેસ્ટેરોલ ઓછું કરે

તકમરિયાંના સેવનથી કોલેસ્ટેરોલ અને હૃદયરોગની બીમારી થતી નથી. તકમરિયાંમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરને ડિટોક્સ કરે છે અને શરીરની વધારાની ચરબીને બહાર કાઢે છે, જેથી શરીરમાં કોલેસ્ટેરોલ લેવલનું બેલેન્સ થાય છે.

તકમરિયાં ખાવા ફાયદાકારક છે, પરંતુ જો ખોટી રીતે એનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

તકમરિયાંના ગેરફાયદા
આવો... જાણીએ તકમરિયાંના ગેરફાયદા વિશે...

ગળામાં અટકાઈ જવાનું જોખમ
તકમરિયાં ખાતી વખતે ધ્યાનમં રાખવું જોઈએ. એકસાથે વધુપડતા તકમરિયાં ખાવામાં આવે તો ગળામાં અટવાઈ શકે છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

લો બ્લડપ્રેશરની સમસ્યા

તકમરિયાંમાં ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી વધુ પ્રમાણમાં તકમરિયાં ખાવામાં આવે તો બ્લડપ્રેશર પણ ઓછું થઈ શકે છે. જેમને પહેલાથી જ લો બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમણે તકમરિયાં ખાવાનું ટાળવું જોઇએ.

દવા સાથે તકમરિયાં ખાવાની ભૂલ ન કરો
જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય તે લોકોએ તકમરિયાં ખાવા ન જોઈએ. ખાતાં પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. દવાની સાથે તકમરિયાં ખાવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે.

પાચનમાં સમસ્યા
તકમરિયાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાને કારણે અપચો થઈ શકે છે. વધુ ફાઈબર ખાવાથી વજન વધે છે ને અપચો, લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.

એલર્જી થઈ શકે છે
જો તકમરિયાં વધુ ખાવામાં આવે તો એલર્જી થઈ શકે છે, જેને કારણે પેટમાં દુખાવો, ઝાડા, ઊલટી જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને ત્વચાની એલર્જી પણ હોઈ શકે છે.

તકમરિયાંનું સેવન કેવી રીતે કરવું જોઇએ
ક્યારેય પણ તકમરિયાંને કાચા ન ખાવા જોઇએ. કાચા ખાવામાં આવે તો અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. તકમરિયાંને હંમેશાં પલાળીને અથવા અન્ય રીતે એનો ઉપયોગ કરીને જ ખાવા જોઇએ. ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલના જણાવ્યા અનુસાર, તમે દિવસમાં એક ચમચી તકમરિયાં અથવા 15 ગ્રામ ખાઈ શકો છો.

તકમરિયાં ખાવાની આ રહી રીત

  • તકમરિયાંને ફળ ને દહીંમાં મિક્સ કરીને જ ખાવાં જોઈએ.
  • છાશમાં મિક્સ કરીને પણ પી શકો છો.
  • ઓટ્સ પર નાખીને પણ ખાઈ શકો છો.
  • તકમરિયાંને પલાળીને સ્મુધી બનાવીને ઉપયોગમાં લી શકો છો.
  • તકમરિયાં પલાળીને સવારે અખરોટ, બદામ અથવા કિસમિસ સાથે ખાઈ શકો છો.
  • તકમરિયાંનો ઉપયોગ કાકડી, ટામેટાં, ગાજરના સલાડમાં પણ ઉપયોગ કરી શકો છો. રાતના બદલે સવારે તકમરિયાંનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

તકમરિયાંનું કેટલું સેવન કરવું જોઇએ?
એક દિવસમાં બેથી ત્રણ ચમચી તકમરિયાં ખાવા જોઈએ. યોગ્ય પ્રમાણ અને ડૉક્ટરની સલાહ લીધા પછી તકમરિયાંનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. રાતના બદલે સવારે તકમરિયાંનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પહેલીવાર તકમરિયાં ખાવા જઈ રહ્યા છો તો ડાયટિશિયનની સલાહ ચોક્કસ લો.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.