ચિકિત્સા / દરરોજ એક ચતુર્થાંશ ચમચી હળદરનું સેવન કરવાથી કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે

Consuming one-quarter teaspoon of turmeric daily can help protect against cancer

Divyabhaskar.com

Feb 08, 2020, 04:01 PM IST

હેલ્થ ડેસ્કઃ કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં હળદરથી કેન્સરની સારવારની પદ્ધતિને પેટન્ટ પણ મળી ચૂકી છે. હળદર સિવાય ફુદીનો, આદુ અને મરી પણ કેન્સર સામે રક્ષણ આપે છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય છે.

હળદર: હળદરમાં કરક્યૂમિન નામનું તત્ત્વ કેન્સરની કોશિકાઓ સામે લડત આપે છે. દરરોજ એક ચતુર્થાંશ ચમચી હળદરનું સેવન કરવાથી કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
મરી: તેમાં રહેલાં પાઈપરિન એલ્કલૉઈડ કેન્સર કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. દરરોજ 1 અથવા 2 મરીનું સેવન કરવાથી સ્વાથ્યને લાભ થાય છે.
તુલસી: તુલસી લોહીનાં pH લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તે લોહીમાં વધારાના એસિડને સામાન્ય કરે છે. તેથી કેન્સર સામે રક્ષણ મેળવવા માટે તે એક ઉત્તમ ઔષધિ છે. દરરોજ 4થી 5 તુલસીના પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે.
ફુદીનો: ફુદીનો પણ શરીરમાં તુલસીની જેમ લોહીના pH લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
આદુ: આદુમાં એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોવાથી તે કેન્સર સામે રક્ષણ આપે છે. ઠંડીમાં આદુનું સેવન કરવું લાભદાયી સાબિત થાય છે ઉનાળામાં ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
અશ્વગંધા: તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના પાવડરની અડધી ચમચી દૂધમાં ભેળવીને પીવાથી લાભ થાય છે..

યોગ: રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ મદદ કરશે
યોગ કરવાથી સકારાત્મકતા વધે છે , જે કેન્સર સામે લડવા માટે આવશ્યક છે.

સૂર્ય નમસ્કાર: સૂર્ય નમસ્કાર 12 ચરણમાં કરવામાં આવે છે. દરરોજ 6 વખત સંપૂર્ણ સૂર્ય નમસ્કાર કરવો જોઈએ.યોગ ગુરુથી શીખીને સૂર્ય નમસ્કાર કરવાથી ફાયદો રહે છે. સૂર્ય નમસકર શરીરને રોગોથી મુક્ત રાખે છે.
પ્રાણાયામ: દરરોજ 15 મિનિટ પ્રાણાયામ કરવાથી ફાયદો થાય છે. તેનાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરીરમાં ઓક્સીજનયુક્ત રક્ત પ્રવાહ વધે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

X
Consuming one-quarter teaspoon of turmeric daily can help protect against cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી