રિસર્ચ / દરરોજ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી ક્રોનિક ડિસીઝનું જોખમ ઘટાડી શકાય છે

Consuming milk and dairy products daily can reduce the risk of chronic disease

  • દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ,ટાઈપ-2 ડાયાબીટિસ જેવા ક્રોનિક ડિસીઝનું જોખમ ઘટાડી શકાય છે
  • દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સિલેનિયમ, વિટામિન A, વિટામિન B12 અને પેન્ટોથેનિક એસિડ રહેલું હોય છે
  • કોરોરેક્ટલ કેન્સર અને બ્લેડર કેન્સરના જોખમને ઘટાડી શકાય છે

Divyabhaskar.com

Sep 09, 2019, 12:54 PM IST

હેલ્થ ડેસ્ક: દૂધ પીવાના અનેક ફાયદા છે. તાજેતરમાં થયેલા રિસર્ચે તેનું વધુ એક કારણ આપ્યું છે. આ રિસર્ચ મુજબ દૂધ પીવાથી ક્રોનિક ડિસીઝના જોખમને ઘટાડી શકાય છે. ‘એડવાન્સ ઈન ન્યૂટ્રિશન’ નામની જર્નલમાં પ્રકાશિત થેયલા રિસર્ચમાં આ વાત સામે આવી છે.

આ રિસર્ચ મુજબ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર, મેટાબોલિક સિન્ડ્રોમ અને ટાઈપ-2 ડાયાબીટિસ જેવા ક્રોનિક ડિસીઝના જોખમને ઘટાડી શકાય છે. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સિલેનિયમ, વિટામિન A, વિટામિન B12 અને પેન્ટોથેનિક એસિડ રહેલું હોય છે.

આ રિસર્ચમાં પુરવાર થયું છે કે,ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી મેટાબોલિક સિન્ડ્રોમના જોખમને ઘટાડી શકાય છે. ડેરી પ્રોડક્ટ્સના સેવનથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વધતું નથી અને તેની સામે રક્ષણ મળે છે. લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી ટાઈપ-2 ડાયાબીટિસનું જોખમ ઘટે છે. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી કોરોરેકટલ કેન્સર અને બ્લેડર કેન્સરના જોખમને ઘટાડી શકાય છે.

દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં રહેલાં ફાયટોસ્ટેરોલ અને ઓમેગા -3 ફેટી એસિડ્સ કાર્ડિયોમેટાબોલિક જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

X
Consuming milk and dairy products daily can reduce the risk of chronic disease
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી