રિસર્ચ / ખોરાકમાં ફાઈબર લેવાથી ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનાં જોખમને ઘટાડી શકાય છે

Consuming fiber in the diet can reduce the risk of diabetes and hypertension

  • ખોરાકમાં વધારે માત્રામાં ફાઈબર લેવાથી કોલેસ્ટ્રોલ સીરમમાં 9%, સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 15% અને ફાસ્ટિંગ ગ્લુકોઝમાં 28%નો ઘટાડો જોવા મળ્યો હતો
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ અનુસાર દરરોજ ડાયટમાં 40gm/2000kcal ફાઈબર લેવું આવશ્યક છે

Divyabhaskar.com

Oct 05, 2019, 03:54 PM IST

હેલ્થ ડેસ્ક: ખોરાકમાં સંતુલિત આહાર લેવો આવશ્યક છે. ખોરાકમાં ફાઈબર લેવાથી ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનાં જોખમને ઘટાડી શકાય છે. ભારતમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

પંજાબનાં અમૃતસરમાં ‘વેલ હાર્ટ એન્ડ સુપર સ્પેશિઅલિટી હોસ્પિટલમાં ફાઈબર ડાયટની અસર કાર્ડિયોવાસ્ક્યુલર રોગ પર ચકાસવામાં આવી હતી. ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ અનુસાર દરરોજ ડાયટમાં 40gm/2000kcal ફાઈબર લેવું આવશ્યક છે.

આ રિસર્ચમાં ટાઈપ-2 ડાયાબિટીસ ઘરાવતાં 200 લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોને દરરોજ 24-30 ગ્રામ ફાઈબર આપવામાં આવતું હતું. આ તમામ લોકો પર 6 મહિના માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું.

આ તમામ લોકો પર કરવામાં આવેલાં રિસર્ચમાં સાબિત થયું કે ખોરાકમાં વધારે માત્રામાં ફાઈબર લેવાથી કોલેસ્ટ્રોલ સીરમમાં 9%, સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 15% અને ફાસ્ટિંગ ગ્લુકોઝમાં 28%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ તમામ પરિબળો ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સાથે સંકળાયેલા છે.

આ રિસર્ચને ACC મિડલ ઈસ્ટ કોન્ફરન્સ 2019માં રજૂ કરવામાં આવ્યું હતું.

X
Consuming fiber in the diet can reduce the risk of diabetes and hypertension

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી