તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Constant Wearing Of Masks Is Causing 'maskne', Experts Advise Break Up With Makeup And Keep Wiping Sweat To Keep Face Safe

સુંદરતા પર માસ્કની ચોકીદારી:સતત માસ્ક પહેરવાથી ‘માસ્કને’ થઈ રહ્યું છે, એક્સપર્ટ્સની સલાહ – ચહેરો સેફ રાખવા માટે મેકઅપથી બ્રેકઅપ કરો અને પરસેવો લૂંછતા રહો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ વર્કર્સ, ઓફિસમાં સતત માસ્ક પહેરીને કામ કરનારા લોકોને ‘માસ્કને’ની સમસ્યા વધારે
  • જે લોકોની સ્કિન વધારે સેન્સેટિવ હોય તેમને પણ જોખમ, તેઓ ફેસવોશ ચેન્જ કરે અને ઓછા લેયરનું માસ્ક પહેરે
  • માસ્ક પહેરતાં પહેલાં ફેસ પર પેટ્રોલિયમ જેલી અને વેસેલીન લગાવી શકાય જેથી, ફ્રિક્શન ન આવે

ચહેરો સુંદર હોવો એ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. પરંતુ કોરોનાએ આ ઇચ્છા પર અત્યારે ચોકીદાર બેસાડીને રાખ્યો છે અને આ જવાબદારી ‘માસ્કને’ આપી રાખી છે. માસ્ક પણ તેને સારી રીતે નિભાવી રહ્યું છે. પરંતુ ચહેરો માસુમ અને મુલાયમ હોવાથી તેની પર જાણતા-અજાણતા તેનાથી થોડું કડકાઈભર્યું વલણ થઈ રહ્યું છે.

માસ્ક ચહેરા પર તેના નિશાન છોડવા લાગ્યું છે. ચહેરા પર ક્યાંક લાલ ડાઘા તો ક્યાંક ચામડી કાપવા અને ફાટવાના નિશાન પડી રહ્યા છે. ખીલ અને પિમ્પલના કેસો પણ વધવા લાગ્યા છે. આ દશા દર્શાવતો એક નવો શબ્દ માર્કેટમાં ટ્રેન્ડ કરી રહ્યો છે અને એ છે '‘માસ્કને’'.

આ મહામારીએ ઘણા શબ્દો બનાયા છે અને તેને પ્રખ્યાત પણ કર્યા છે, જેમ કે – ક્વોરન્ટિન, સોશિયલ ડિસ્ટન્સિંગ, હોટસ્પોટ, સોશિયલ બબલ વગેરે. આ ક્રમમાં હવે ‘માસ્કને’ પણ જોડાઈ ગયું છે. જેનો અર્થ થાય છે માસ્ક પહેરવાથી થતા ખીલ, કાપાના નિશાન, ડાઘ અને ખુજલી.

આ મુશ્કેલીના સમયમાં કોઈ ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નીકળી પણ નથી શકતું. ફ્રંટલાઇન વર્કર્સ, હેલ્થ કેરના લોકો અને ઓફિસ જનારાઓ માટે તો માસ્ક બહુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

ન્યૂ યોર્કના ક્લિનિકલ ડર્મેટોલોજિસ્ટ, ડોક્ટર ઓફ મેડિસિન, સેલેબ્સ સ્કિન અને વેલનેસ એક્સપર્ટ ડો. કિરણ સેઠી કહે છે કે મારી પાસે પણ ‘માસ્કને’ના કેસ આવી રહ્યા છે પરંતુ બહુ વધારે નહીં. જો કે, તેનું કારણ એ પણ હોઈ શકે છે કે હું અત્યારે ફક્ત વર્ચ્યુઅલ કન્સલ્ટન્ટી કરી રહી છું અને લોકો વધારે ઘરમાં રહી રહ્યા છે.

ડો. કિરન ‘માસ્કને’ અને ખીલથી બચવા માટે ફેસવોશ બદલવાની સલાહ આપે છે. તે કહે છે કે, એવું ફેસવોશ વાપરો જેમાં સેલ્સલિક એસિડ હોય. તેનાથી સ્કીનમાં ઓઇલ ઓછું હોય છે. ઓછાં લેયરનું માસ્ક પહેરો, પરસેવો થાય તો તેને સાફ કરો. પેટ્રોલિયમ જેલી અને વેસેલીન લગાવવાથી પણ ચહેરા પર ફ્રિક્શન નથી આવતા.

એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે – શું કરવું અને શું ન કરવું? શું સાવધાની રાખવી? સારવાર કેવી રીતે કરાવવી?

તમારા સુંદર ચહેરાનું કેવી રીતે ધ્યાન રાખવું? બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો કે ન કરવો? ‘માસ્કને’નું કારણ શું છે?

માસ્ક પહેરવો તો જરૂરી છે

ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર વિવેક કુમાર દેય કહે છે કે, અત્યારે તો માસ્ક ન પહેરવાની સલાહ ન આપી શકાય કારણ કે કોરોનાથી વધારે સાચવવાની જરૂર છે ખીલથી નહીં. તેથી, માસ્ક પહેરવું બહુ જરૂરી છે. હા, આ પહેરતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઇએ. માસ્ક પહેરવાનું હોય તો મેકઅપ કરવાનું ટાળવું જોઇએ.

ડો.સેઠીના મતે, આ સમસ્યા એવા લોકો માટે વધુ વિકટ બની રહી છે કે જેઓ માસ્ક પહેરે છે અને સતત કામ કરે છે. ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને ‘માસ્કને’ અથવા ખીલની સમસ્યા થાય છે. એવા લોકો પણ આ સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે જેમની ત્વચા બહુ સેન્સેટિવ છે. ડો. સેઠી કહે છે કે, વધુ મેકઅપ લગાવવાથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે અને પછી જો તમે માસ્ક પહેરો તો સાઇડ ઇફેક્ટ્સનું જોખમ વધે છે. તેનાથી ચહેરા પર ફોલ્લીઓ પણ થઈ શકે છે.

ડોક્ટર વિવેક સલાહ આપે છે કે, ‘માસ્કને’થી મુશ્કેલીમાં મુકાયેલા લોકોએ વારંવાર ચહેરાનો સ્પર્શ ન કરવો. એવું કહેવામાં આવે છે કે આવા લોકોએ એન્ટિબાયોટિક જેલ અને ક્રીમ લગાવવી જોઈએ. સતત ચહેરાને કવર કરવાને અને તેને ઢાંકવાને ઓક્લ્યૂઝન પણ કહેવાય છે. આ હવાને અંદર આવવા દેતું નથી અને પરસેવો લાવે છે. પછી ચહેરા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ઉઝરડાના નિશાન પડે છે. તમે તેને ‘માસ્કને’ને બદલે ચુન્નીકને પણ કહી શકો છો, કારણ કે કેટલીક મહિલાઓ જે ચુનીથી લાંબા સમય સુધી તે જગ્યા ઢાંકતી હોય તેમને પણ આવી સમસ્યાઓ હોય છે.

‘માસ્કને’નું સૌથી વધુ જોખમ હેલ્થ કેર વર્કર્સ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સને છે કારણ કે, આ બધા લોકો ટાઇટ ‘માસ્કને’ લાંબા સમય સુધી પહેરી રાખે છે. જર્નલ ઓફ અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત સંશોધન મુજબ, ચીનના હુવેઇમાં લગભગ 83% આરોગ્ય કર્મચારીઓ ચહેરા પર ત્વચાની સમસ્યાથી પીડિત છે. આ સિવાય સામાન્ય લોકોમાં ખીલની સમસ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...