તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Congo Fever: What Is Congo Fever Signs And Symptoms | Maharashtra Gujarat District On Alert Against Spread Of Congo Fever

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણીઓથી ફેલાતી વધુ એક બીમારી:જંતુથી ફેલાતો કોંગો ફીવર શું છે? ગુજરાતમાં સંક્રમણ ફેલાતા મહારાષ્ટ્રને કેમ અલર્ટ કરવું પડ્યું?

7 મહિનો પહેલા
 • કોંગો ફીવરની અત્યાર સુધી કોઈ વેક્સીન તૈયાર થઇ નથી. વેક્સીન ના હોવાને લીધે તેનાથી બચવું એ જ ઉત્તમ સારવાર છે
 • સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે
 • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે

ગુજરાતના થોડા વિસ્તારોમાં હાલ કોંગો ફીવરના કેસ આવ્યા છે. આ કેસને જોતા મહારાષ્ટ્રમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગના ડેપ્યુટી કમિશનર ડૉ. પ્રશાંત કામ્બ્લેએ કહ્યું કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવો તાવ જોવા મળ્યો છે. કોંગો ફીવર મહારાષ્ટ્રના પણ ગુજરાતથી નજીક વિસ્તારમાં ફેલાવાની શક્યતા છે. પાલઘર શહેર ગુજરાતના વલસાડ જીલ્લાથી નજીક છે. આ કોંગો ફીવર ક્યારે, કેમ અને કેવી રીતે ફેલાય છે તેના વિશે જાણીએ...

1. કોંગો ફીવર શું છે? તેના લક્ષણ ક્યારે દેખાય છે?

 • આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાઈ છે.
 • સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે.
 • જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30% દર્દીઓના મોત થાય છે.
 • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.

2. કોંગો ફીવર ક્યાંથી આવ્યો?
આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.

3. કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું?

 • આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે.
 • કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે.
 • સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે.
 • મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.

4. તેની સારવાર શું છે?
WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે.

કોંગો ફીવરની અત્યાર સુધી કોઈ વેક્સીન તૈયાર થઇ નથી. વેક્સીન ના હોવાને લીધે તેનાથી બચવું એ જ ઉત્તમ સારવાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો