ટીબી મટી ગયા પછી તેનું જોખમ ઘટાડતી દવા:કોમન એન્ટિબાયોટિક ડૉક્સીસાઈક્લીન ટીબીના દર્દીઓને રાહત આપે છે, ફેફસાંને ડેમેજ થતા અટકાવી જલ્દી રિકવરી લાવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલના રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે
  • 2019માં દુનિયાભરમાં 14 લાખ લોકોનાં મોત ટીબીને લીધે થયા હતા

ટીબીની સારવારમાં કોમન એન્ટિબાયોટિક અસરકારક સાબિત થાય છે. 30 દર્દીઓ પર થયેલા ટ્રાયલ પછી ખબર પડી છે કે એન્ટિબાયોટિક ડૉક્સીસાઈક્લીનને ટીબીની ટ્રીટમેન્ટ સાથે આપવામાં આવે તો ફેફસાંને ડેમેજ થતા બચાવી શકે છે. ટીબીની સારવાર પછી આ દર્દીમાં રિકવરી પણ ઝડપી બનાવે છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલના રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ડૉક્સીસાઈક્લીન કેમ જરૂરી છે?
ક્લીનિકલ ઈન્વેસ્ટિગેશન જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, ટીબીને કારણે માયકોબેક્ટીરિયમ ટ્યુબરકુલોસિસ બેક્ટેરિયાનું સંક્રમણ છે. આ બેક્ટેરિયા સંક્રમણ પછી ફેફસાંમાં એક ખાસ જગ્યાએ ધીમે-ધીમે બેક્ટેરિયાની સંખ્યા વધતી જાય છે. આ જગ્યાને કેવિટી કહેવાય છે.

ટીબીની દવાઓ કેવિટી પર પૂરી અસર કરતી નથી. આથી ટીબીની સારવાર પૂરી થઈ ગયા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ, કઠોર ફેફસાં અને બ્રોન્કાઈટિસનું જોખમ વધે છે. તેના પરિણામે, ઉધરસ દરમિયાન બ્લડ આવી શકે છે.

સંશોધક કેથરિન ઓન્ગે કહ્યું, ટીબી મટી ગયા પછી પણ ફેફસાં ડેમેજ થઈ શકે છે અને દર્દીઓમાં મોતનું જોખમ વધી શકે છે. ડૉક્સીસાઈક્લીન એવી એન્ટિબાયોટિક છે જે સસ્તી અને સરળતાથી મળી જાય છે. તે દર્દીઓમાં રિકવરી પછી ફેફસાંને ડેમેજ થતા અટકાવે છે. દર્દીઓની સ્થિતિ પણ સુધરે છે.

દર વર્ષે ટીબીના એક કરોડ નવા દર્દીઓ
દુનિયાભરમાં દર વર્ષે આશરે 1 કરોડ કેસ ટીબીના હોય છે. ટીબીનો એક દર્દી 5થી 15 લોકોને સંક્રમિત કરી શકે છે. 2019માં દુનિયાભરમાં 14 લાખ લોકોનાં મોત ટીબીને લીધે થયા હતા અને 30% ટીબીના નવા કેસ મળ્યા હતા.

શું ટીબી રોગ જડમૂળમાંથી કાઢવો શક્ય છે?
જસલોક હોસ્પિટલમાં રેસ્પિરેટ્રી મેડિસિન કન્સલ્ટન્ટ ડૉ. સમીર ગાર્ડેએ કહ્યું, ટીબીના દર્દીઓની છીંક ઉધરસ, બોલવા કે ગાવાથી બેક્ટેરિયા સામેની વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. સંક્રમિત વ્યક્તિની લાળમાં ટીબીના બેક્ટેરિયા હોય છે જે સંક્રમણ ફેલાવે છે. આવા દર્દીઓના સપર્કમાં ના આવવું. ટીબીની સારવાર શક્ય છે આથી લક્ષણ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

ઘણા વર્ષો સુધી અસર દેખાય છે
ટીબીનું દરેક સંક્રમણ જોખમી નથી. બાળકોમાં ટીબીના કેસ અને ફેફસાંની બહારનું સંક્રમણ જોખમી હોતું નથી. સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિનાં શરીરમાં રહેલી ઈમ્યુન સિસ્ટમ જ ટીબીના બેક્ટેરિયાનો નાશ કરે છે. પરંતુ અમુક કેસમાં આવું હોતું નથી. આશરે 10% કેસમાં ટીબીનું સંક્રમણ થયા પછી પણ અનેક વર્ષો સુધી લક્ષણ દેખાય છે. તમાકુ કે આલ્કોહોલના વધારે સેવનથી લક્ષણ લાંબો સમય સુધી રહે છે.

ટીબીના ગંભીર કેસમાં ગળામાં સોજા, પેટમાં સોજા, માથામાં દુખાવો થઇ શકે છે. ટીબીની સારવાર શક્ય છે. આથી સંક્રમિત થયા પછી દવા સમયસર લેવી અને કોર્સ અધૂરો ના છોડવો.

અન્ય સમાચારો પણ છે...