રિસર્ચ / સામાન્ય એલર્જીથી વયસ્કોમાં ‘ઓનસેટ’ અસ્થમાનું જોખમ રહે છે

Common allergies increase the risk of 'onset' asthma in adults

  • વર્ષ 1940 પછી જન્મેલા લોકોમાં એલર્જીથી અસ્થમાનું જોખમ વધારે જોવા મળે છે
  • મહિલાઓમાં ‘ઓનસેટ’ અસ્થમા મહિલાઓમાં વધુ જોવા મળે છે

Divyabhaskar.com

Sep 07, 2019, 05:46 PM IST

હેલ્થ ડેસ્ક: એલર્જી એ સામાન્ય ક્રોનિક ડિસીઝ ગણાય છે. તેનાથી અસ્થમાનું જોખમ વધી જાય છે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

એલર્જીને કારણે વયસ્કોમાં ‘ઓનસેટ’ અસ્થમાનું જોખમ વઘી જાય છે, ખાસ કરીને વર્ષ 1940 પછી જન્મેલા લોકોમાં તેનું જોખમ વધારે જોવા મળે છે. ‘એલર્જી’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. પશ્ચિમી દેશોમાં એલર્જીની સમસ્યા વધુ જોવા મળે છે.

‘યુનિવર્સિટી ઓફ હેલસિન્કી એન્ડ ટેમ્પીયર’ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 31થી 71 વર્ષની વયના કુલ 3075 લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોને તેમને થયેલી એલર્જી, ત્વચાના રોગો, અને કન્જક્ટિવાઇટિસ (આંખો આવવી) વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાં સામે આવ્યું કે, અસ્થમા ધરાવતા લોકોમાં એલર્જી સંબંધિત બીમારી વધુ જોવા મળી હતી.

આ રિસર્ચમાં એમ પણ પુરવાર થયુ છે કે એલર્જી સંબંધિત રોગોની સંખ્યા અસ્થમાના જોખમની તીવ્રતા સાથે સંકળાયેલી છે. આ રિસર્સમા સામેલ વૈજ્ઞાનિક સન્ના ટોપીલા જણાવે છે કે, 'વર્ષ 1940 પછી જન્મ લીધેલા વ્યક્તિઓમાં અસ્થમા અને એલર્જી સંબંધિત રોગોનું કનેક્શન વધુ જોવા મળ્યુ છે. તેનું કારણ માઈક્રોબિયલ વિવિધતા છે. એક અન્ય રિસર્ચમાં સામે આવ્યું છે કે વયસ્કોમાં ઓનસેટ અસ્થમાં મહિલાઓમાં વધુ જોવા મળે છે. તેનું કારણ ફેમિલી બેકગ્રાઉન્ડ હોઈ શકે છે.

X
Common allergies increase the risk of 'onset' asthma in adults
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી