તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Cold Water Is Less Effective In Keeping The Body Hydrated, The Biggest Danger To The Kidney In The Lack Of Water, Know How To Deal With It

હેલ્ધી સમર ટિપ્સ:ઠંડાં પાણી કરતાં નવશેકું પાણી વધારે હાઈડ્રેટ રાખશે, શરીરમાં તે વધારે ઓબ્ઝર્વ થાય છે; જાણો તેના 5 ફાયદા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો તમને ડિહાઈડ્રેશન હોઈ શકે છે
  • સતત પાણીની ઊણપ હોવાને લીધે યુરિનરી ટ્રેક્ટમાં સંક્રમણ થવાનું જોખમ રહે છે

ડિહાઈડ્રેશન અર્થાત શરીરમાં પાણીની ઊણપની સમસ્યા ઉનાળામાં વધુ જોવા મળે છે. જર્નલ ફ્રન્ટિયર ઈન સાયકોલોજીમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે જો શરીર 15 મિનિટ સુધી ડિહાઈડ્રેટ રહે છે તો તેને લીધે આપણા મૂડ અને ધ્યાન પર ખરાબ અસર થાય છે.

નેશનલ એકેડમી ઓફ મેડિસીનના જણાવ્યા પ્રમાણે, એક યુવા મહિલાએ 2.69 લિટર અને પુરુષે 3.69 લિટર દરરોજ પાણી પીવું જોઈએ. ઠંડાં પાણીની સરખામણીએ નવશેકું પાણી શરીરને વધારે હાઈડ્રેટ રાખે છે. કારણ કે શરીર તેને જલ્દીથી એબ્ઝોર્બ કરી લે છે.

આ સંકેત ડિહાઈડ્રેશનના હોઈ શકે છે
શરીરમાં પાણીની ઊણપને સજવાની સૌથી સરળ રીત યુરિનના રંગને ઓળખવાની છે. આ સિવાય તેના 2 સંકેત પણ છે

વારંવાર ગળ્યું ખાવાનું મન
પાણીની ઊણપ સર્જાવા પર લિવર ગ્લોઈકોઝન (સ્ટોર થયેલું શુગર) રિલીઝ કરી શકતું નથી. તેવામાં વ્યક્તિને ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. કારણ કે શરીરની ઊર્જા માટે ગ્લુકોઝ રિલીઝ થતું નથી.

સ્કિન ટેસ્ટ
આ ટેસ્ટ કરવા માટે 2 આંગળીઓની પાછળની ત્વચા ખેંચી તેને છોડી દો. જો ત્વચાને સામાન્ય થવામાં કેટલીક સેકન્ડ કરતાં વધારે સમય લાગે છે તો પાણીની ઊણપ હોઈ શકે છે.

પાણીની અછત થવા પર આ અસર થાય છે

  • યુરિનરી અને કિડનીની સમસ્યા: સતત પાણીની ઊણપ હોવાને લીધે યુરિનરી ટ્રેક્ટમાં સંક્રમણ, કિડનીમાં સ્ટોન અને કિડની ફેલ થવાનું જોખમ રહે છે.
  • હાઈપોવોલ્મિક શૉક: ડિહાઈડ્રેશનને કારણે લૉ બ્લડ પ્રેશર અને લોહીમાં ઓક્સીજનની ઊણપ સર્જાઈ શકે છે. તેનાંથી મૃત્યુનું જોખમ પણ રહે છે.

પાણી પીવાના 5 મોટા ફાયદા
શરીરનું તાપમાન કન્ટ્રોલ રહે છે: ગરમીમાં વધારે પરસેવો થવાથી ડિહાઈડ્રેશન થાય છે. શરીરનું તાપમાન વધવાથી જોખમ રહે છે. દિવસભરમાં 10 પાણી ગ્લાસ પીએ તો ડિહાઈડ્રેશન અને બોડી ટેમ્પ્રેચર કન્ટ્રોલ રહે છે.

કબજિયાત અને પેટના રોગોનું જોખમ ઓછું થાય છે: એક્સપર્ટ કહે છે કે કબજિયાત અને પેટના રોગોથી રાહત મેળવવા માટે ફાઈબર યુક્ત વસ્તુઓ વધારે લેવી જોઈએ. સાથે પાણી પીવું પણ એટલું જરૂરી છે. ભોજનના 45 મિનિટ પહેલાં અને 45 મિનિટ પછી પાણી પીવાથી પાચન સારું રહે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે: દરરોજ પર્પાપ્ત માત્રામાં પાણી પીઓ છો તો વજન વધતું રોકી શકાય છે. તે શરીરના ઝેરી તત્વો બહાર કાઢી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

એનર્જી અને સ્કિન ચમકાવે છે: પાણી શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, પાણી શરીરમાં કોલેજન વધારવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ચમકે છે.

થાક દૂર કરી મૂડ સારો કરે છે: એક રિસર્ચ પ્રમાણે, પાણી આપણો મૂડ સારો અને સકારાત્મક બનાવવાનું કામ છે. તે ડિહાઈડ્રેશનથી બચાવે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...