હેલ્થ ટિપ્સ:વહેલી સવારમાં ઊંઘ ઉડાડવા કોફી કરતાં ‘કોલ્ડ શાવર’ વધુ સારું કામ કરે છે, જાણો કેવી રીતે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે સવારની ઊંઘમાંથી બહાર નીકળવા માટે વરાળ નીકળતી ગરમ ચા અથવા કોફીના કપ પર આધાર રાખો છો? તો તમને જણાવી દઈએ કે, આ સિવાયની પણ એક અસરકારક ટેકનીક છે, મિનિટોમાં તમારી ઊંઘ ઉડાડી દેશે અને દિવસની ઊર્જાસભર શરૂઆત કરવામાં મદદ કરી શકે છે. આ ટેકનીક છે ‘કોલ્ડ શાવર.’ જો તમે વહેલી સવારે કોલ્ડ શાવર લો છો તો તમારાં દિવસની શરુઆત તો ઊર્જાસભર રહેશે જ સાથોસાથ તમારી ચયાપચયની ક્રિયા અને માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત બનશે, એમ નિષ્ણાત કહે છે.

મગજને જાગૃત કરવા અને શરીરને આખા દિવસ માટે તૈયાર કરવા માટે સવારની કોફી કરતાં ‘કોલ્ડ શાવર’ને વધુ શ્રેષ્ઠ ગણાવ્યું છે. મોટાભાગનાં લોકોએ સવારની દિનચર્યાની શરુઆત આ કામથી કરવી જોઈએ. સાયકોલોજી સ્પેશિયાલિસ્ટે તેની તાજેતરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોલ્ડ શાવરનાં ફાયદા જણાવ્યા છે.

ઘણાં લોકો થીજવી નાખે તેવા ‘કોલ્ડ શાવર’ કરતાં ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરી શકે છે. ખાસ કરીને ઠંડીનાં મહિનાઓ દરમિયાન લોકો ઠંડા પાણીનો ઉપયોગ કરવાનું ટાળે છે, પરંતુ જે લોકો આ સમય દરમિયાન પણ ઠંડા પાણીથી સ્નાન કરો તો તમારી રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. એક્સપર્ટ કહે છે, મારાં પર વિશ્વાસ રાખો, આ ટેકનીક તમને આશ્ચર્યજનક લાભ આપશે. તો ચાલો જાણીએ.

કોલ્ડ શાવરથી તમને શું-શું ફાયદા મળે છે?

  • શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય
  • રૂધિરાભિસરણમાં સુધારો થાય અને બળતરામાં ઘટાડો થાય
  • મેટાબોલિઝમને બૂસ્ટ આપો.
  • મૂડ અને માનસિક સ્થિતિસ્થાપકતામાં સુધારો થાય
  • બ્રાઉન ફેટનું પ્રમાણ વધે
  • તણાવના સ્તરમાં ઘટાડો થાય
  • ઈચ્છાશક્તિમાં વધારો થાય

એક અભ્યાસ મુજબ ઊંઘ ઉડાડવા માટે કોલ્ડ શાવર નીચેની 5 મિનિટ એ કોફીનાં કેફીન કરતાં વધુ શક્તિશાળી છે. જો તમે ઠંડીની સિઝનમાં ગરમ પાણીથી સ્નાન કરવા માટે ટેવાયેલા છો તો ધીમે-ધીમે તમારી આ આદતને બદલો. તમને તમારી નજરની સામે આ બદલાવથી થયેલામ ફાયદા દેખાશે.