હેલ્થ ટિપ્સ:વંદાથી અસ્થમાના અટેક અને સાઈનસથી પીડિત લોકોની પરેશાની વધી શકે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘરનાં કોઈને કોઈ ખૂણામાં વંદા જોવા મળે છે. વંદા વધુ રસોડામાં ફરતા જોવા મળે છે. જો વંદા વોશ-બેઝિનની આસપાસ જોવા મળે છે, તો અસ્થમાના દર્દીઓ માટે જોખમી બની શકે છે. જો તમને વંદાથી કોઈ એલર્જી હોય તો અસ્થમાનો હુમલો પણ આવી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો અસ્થમાના એટેકનો સૌથી વધુ ભોગ બને છે.

એપોલો હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો.અનુજ ધ્યાનીએ જણાવ્યું હતું કે, ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. જ્યારે તમે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 80 ટકા ભેજમાં ચારથી પાંચ મિનિટ માટે ઘરની બહાર નીકળો છો ત્યારે અસ્થમાનું જોખમ 112 ટકા વધી જાય છે. અસ્થમામાં શ્વાસની નળી સાંકડી થવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

દિલ્હીની RKLC મેટ્રો હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાકેશ કુમાર યાદવે કહ્યું હતું કે, વંદો અને અસ્થમા વચ્ચેનો સંબંધ છે. જેમ કૂતરા, બિલાડી અથવા અન્ય પ્રાણીઓને એલર્જી હોઈ શકે છે, તેવી જ રીતે વંદાથી પણ એલર્જી હોય છે. વંદાના પ્રોટીનમાં રહેલા ઉત્સેચકો મનુષ્યમાં એલર્જીનું કારણ માનવામાં આવે છે.

વંદામાં લાળ અને મળમાં આ પ્રોટીન જોવા મળે છે, જે સરળતાથી ધૂળ દ્વારા ફેલાય છે. ઇન્ડોર એલર્જીથી પીડિત વ્યક્તિને વંદાની એલર્જી થવાની સંભાવના વધુ છે. તેમના લક્ષણો અન્ય મોસમી એલર્જી જેવા જ હોય છે.

ઉધરસ, બંધ નાક, ત્વચા પર લાલ ધબ્બા દેખાવા, કાકડા મોટા થવા, છાતીનું સંકોચન વગેરે મોસમી એલર્જીના લક્ષણો છે. બાળકોને વંદાની એલર્જીથી સૌથી વધુ હોય છે. સામાન્ય અસ્થમા હોય તે બાળકોને શ્વાસ લેવામાં વધુ તકલીફ થાય છે. જો બાળકને અસ્થમાની બીમારી હોય અને સારવારમાં મોડું થાય તો બરાબર ઉંઘતા નથી.

એલર્જી ટેસ્ટથી જાણી શકાશે
ડૉ. રાકેશ જણાવે છે કે, કોઈ વ્યક્તિ વંદોની એલર્જીથી પીડિત છે કે નહીં, તે એલર્જી ટેસ્ટ દ્વારા શોધી શકાય છે. ડૉક્ટર તેના લક્ષણો જુએ છે અને પછી આ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. વંદાની એન્ટિબોડીઝ ઓળખવા માટે બ્લડ ટેસ્ટ કરી શકાય છે.