રિસર્ચ / ગંદા પાણીના ‘કોએક્સિઅલ’ મચ્છર ઝિકા વાઇરસ ફેલાવી શકે છે

'Coaxial mosquito' of dirty water can spread Zika Virus

Divyabhaskar.com

Aug 12, 2019, 06:51 PM IST

હેલ્થ ડેસ્ક: અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, એક વિશેષ પ્રકારના મચ્છરોમાં જ ઝિકા વાઇરસ જોવા મળે છે. આ મામલે ઘણા સમયથી રિસર્ચ કરવામાં આવી રહી હતી. બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ સામાન્ય ગણાતા એવા કોએક્સિઅલ મચ્છરોમાં પણ ઝિકા વાઇરસ હોય છે તેવું પુરવાર કર્યું છે. તેનો મતલબ એ થાય છે કે, સામાન્ય મચ્છરો પણ ઝિકા વાઇરસ ફેલાવી શકે છે.

આ રિસર્ચ 200થી વધારે ‘કોએક્સિઅલ’ મચ્છરો પર કરવામાં આવી હતી. તેના પર હજુ રિસર્ચ ચાલી રહી છે, જેથી સ્પષ્ટપણે એમ ન કહી શકાય કે આ મચ્છરો માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રિસર્ચ બ્રાઝિલના રિયો-ડી-જનેરિયો સ્થિત ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશન (કિયોક્રુઝ) દ્વારા કરાઈ છે. ઝિકા વાઈરસ પર આયોજિત એક સેમિનારમાં આ માહિતી આપવામાં આવી હતી.

કિયોક્રુઝના વૈજ્ઞાનિકો હવે ઝિકા વાઇરસથી પ્રભાવિત વિસ્તારોમાં કોએક્સિઅલ મચ્છરોના સેમ્પલ્સની શોધ કરી રહ્યા છે. તેથી એ સુનિશ્ચિત થઈ જાય કે, કોએક્સિઅલ મચ્છરો આ વાઇરસને કેટલી હદ સુધી ફેલાવી શકે છે. રિસર્ચર્સનું માનવું છે કે, બ્રાઝિલ શહેરમાં એડીઝ મચ્છરોની સરખામણીએ કોએક્સિઅલ મચ્છરો 20 ગણા વધારે છે.

આ પ્રકારના મચ્છર દુનિયાભરમાં જોવા મળે છે અને તે ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે. તો બીજી તરફ ઝિકા વાઇરસ ફેલાવતા એડીઝ મચ્છર સ્વચ્છ પાણીમાં ઉત્પન્ન થાય છે. કોએક્સિઅલ મચ્છરો શહેરોમાં સફાઈ ન થવાથી ફેલાય છે. તે દેશના ગરીબ વિસ્તારો માટે એક ગંભીર મુદ્દો છે.

X
'Coaxial mosquito' of dirty water can spread Zika Virus
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી