ફાટેલા દૂધથી ઈમ્યુનિટી વધવાનું ફેક્ટ ચેક / દાવો- ફાટેલા દૂધથી ઈમ્યુનિટી વધવાથી કોરોના સામે લડવામાં મદદ મળે છે, નિષ્ણાતોએ કહ્યું-હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી

X

  • શું વાઈરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે દૂધ પીવાથી ઈમ્યુનિટી વધે છે

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 07:10 PM IST

ઈન્ટરનેટ પર અમુક વેબસાઈટની સાથે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફાટેલા દૂધનું પાણી પીવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે. આ દાવાને લોકો હકીકત સમજીને શેર કરી રહ્યા છે. 

ફાટેલા દૂધથી ઈમ્યુનિટી વધવાનો દાવો

https://twitter.com/looknewsindia/status/1276597739762020352

https://www.thehealthsite.com/hindi/diet/sour-milk-water-benefits-and-how-to-use-it-in-hindi-phate-hue-doodh-aur-pani-ke-fayde-in-hindi-754208/

ફેક્ટ ચેકની તપાસ

  • healthsite.com વેબસાઈટ પર ફાટેલા દૂધથી ઈમ્યુનિટી વધવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. તેનું હેડિંગ છે- ઈમ્યુનિટી બુસ્ટ કરો ફાટેલા દૂધના પાણીથી, તેના ઉપયોગ અને ફાયદા વાંચો. આ હેડિંગમાં તો ફાટેલા દૂધથી ઈમ્યુનિટી વધવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ અંદર કોઈપણ સાઈન્ટિફિક રિપોર્ટ અથવા એક્સપર્ટનું નામ નથી આપવામાં આવ્યું. એકંદરે, એક મિથના આધાર પર આ સમાચાર પબ્લિશ કરવામાં આવ્યા છે. 
  • આયુષ મંત્રાલયે કોવિડ-19 દરમિયાન ઈમ્યુનિટી વધારવાને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. દાવાની હકીકત તપાસવા માટે અમે સૌથી પહેલા આ ગાઈડલાઈન્સ વાંચી. તેમાં મોટાભાગે તે રીતો જણાવવામાં આવી હતી જેને લોકો ઘરે અપનાવી શકે છે. અહીં ઈમ્યુનિટી વધારવા માટે દિવસમાં એકથી બે વખત હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ ફાટેલા દૂધનું પાણી પીવાની કોઈ સલાહ નથી. (અહીં વાંચો ગાઈડલાઈન)

દાવાની હકીકત તપાસવા માટે દિવ્ય ભાસ્કરની ફેક્ટ ચેક ટીમે ત્રણ એક્સપર્ટ્સ સાથે વાત કરી. 

1. પ્રથમ એક્સપર્ટ ન્યુટ્રિશનિસ્ટ નિધિ શુક્લા પાંડેના અનુસાર, ફાટેલું દૂધ કેસીન નામના મિલ્ક પ્રોટીનનો સોર્સ છે. તે એક સારું પ્રી અને પોસ્ટ વર્કઆઉટ ડ્રિંક પણ છે. તેનાથી મળતા તત્ત્વ ઈનડાયરેક્ટલી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પરંતુ ફાટેલા દૂધનું પાણી પીવાથી સીધી ઈમ્યુનિટી વધે છે, તે હજી સુધી સાબિત નથી થયું. કોરોનાકાળમાં અત્યાર સુધી આવું કોઈ રિસર્ચ પણ નથી થયું.

2. બીજા એક્સપર્ટ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડોક્ટર હરીષ ભાકુની કહે છે- દૂધ ઈમ્યુનિટી સિસ્મટ વધારવામાં મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ ફાટેલા દૂધનું પાણી પીવાથી ઈમ્યુનિટી વધવા જેવી વાતના કોઈ પુરાવા નથી. 

3.ત્રીજી એક્સપર્ટ આયુર્વેદાચાર્ય કિરણ ગુપ્તાના અનુસાર, ફાટેલા દૂધનું પાણી ડાઈઝેશન અને લીવર માટે સારું હોય છે. પરંતુ  અમારા અનુભવમાં, હજી સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી કે જેનાથી એ જાણી શકાયું હોય કે ઈમ્યુનિટી વધારવા માટે સીધી રીતે તેનું કોઈ કનેક્શન છે. 

વેક્સીન બને ત્યાં સુધી સાવધાની રાખવી પડશે

  • કોવિડ-19થી દુનિયભરમાં સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે. લોકો વાઈરસથી ડરી રહ્યા છે. ડોક્ટરો, વૈજ્ઞાનિકોથી લઈને  WHOએ સ્પષ્ટ કર્યું છે કે આ સમયે દુનિયાની પાસે કોવિડ-19 વાઈરસથી સાજા થવાની કોઈ એક દવા કે વેક્સીન નથી.
  • કોવિડ-19નો સામનો કરવા માટે બે મુખ્ય રીત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઈમ્યુનિટી. સોશિયલ ડિસ્ટન્સિંગથી સંક્રમણને ફેલાવવાથી રોકી શકાય છે અને ઈમ્યુનિટી મજબૂત હોવાથી શરીર સંક્રમણનો સામનો કરી શકે છે. આ જ કારણે દરેક વ્યક્તિ આ સમયે ઈમ્યુનિટી વધારવાનો પ્રયાસ કરી રહી છે. 

નિષ્કર્ષઃ ફાટેલા દૂધના પાણીના ઘણા ફાયદા છે. તે દૂધ પ્રોટીન કેસિનનો સારો સ્રોત છે. પરંતુ તેને પીવાથી કોરોના સામે લડતી ઈમ્યુનિટી વધવાનો દાવો ખોટો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી