તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Citrus Belching And Chest Inflammation Increase The Risk Of Cancer, With Symptoms Occurring In 17% Of Throat And Esophageal Cancers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાની:ખાટાં ઓડકાર અને છાતીમાં બળતરાં થવાથી કેન્સરનું જોખમ વધે છે, ગળા અને અન્નનળીના કેન્સરના 17% કેસોમાં આવા લક્ષણો જોવા મળ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હંમેશાં ખાટાં ઓડકાર અને છાતીમાં બળતરાં થાય તો અલર્ટ થઈ જવું. આ લક્ષણ કેન્સરનું જોખમ વધારે છે. અમેરિકન કેન્સર સોસાયટી જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, આવા લક્ષણો વધારે દેખાય તો ગળા અને અન્નનળીનું કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ગળા અને અન્નનળીમાં કેન્સરના 17 કેસ એસિડ રિફ્લક્સના દર્દીઓમાં જોવા મળ્યા છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં 20 ટકા લોકો એસિડ રિફ્લક્સનો સામનો કરી રહ્યા છે. આવું થવાથી ખાટાં ઓડકાર આવે છે અને છાતીમાં બળતરાં થાય છે.

એસિડ રિફ્લક્સ શું હોય છે, આવું કેમ થાય છે, કયા લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જવું અને તેની સારવાર શું છે, જાણો તેના સવાલના જવાબ...

શું હોય છે એસિડ રિફ્લક્સ
જયપુરની એમએમએસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સુધીર મહર્ષિના જણાવ્યા પ્રમાણે, એસિડ રિફ્લક્સને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ પણ કહેવામાં આવે છે. જ્યારે અન્નનળીનો છેડો ખોલ-બંધ કરતા સ્નાયુઓ યોગ્ય રીતે કામ ન કરે ત્યારે પેટમાં બનતો એસિડ ઊંચે ચડીને મોં સુધી આવી જાય છે. તેને એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. આવું થાય ત્યારે ખાટાં ઓડકાર આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો