તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Cholesterol Drug 'statins' Reduces The Risk Of Death In Coro Patients By 41%, It Reduces The Risk Of Death By Reducing Internal Inflammation

અમેરિકાના સંશોધકોનો દાવો:કોલેસ્ટેરોલની દવા 'સ્ટેટિન્સ' કોરોના દર્દીઓમાં મૃત્યુનું જોખમ 41% સુધી ઘટાડે છે, તે આંતરિક સોજો ઘટાડી મૃત્યુનું જોખમ ઓછું કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનડિએગોના સંશોધકોએ આ દવા લેતાં કોરોનાના દર્દીઓ પર રિસર્ચ કર્યું
  • રિસર્ચ પ્રમાણે, સ્ટેટિન્સ અને એન્ટિ હાયપરટેન્શનની દવાઓ કોરોનાના દર્દીઓમાં મૃત્યુનું જોખમ 32% ઓછું કરે છે

કોલેસ્ટેરોલ ઓછું કરનારી દવા 'સ્ટેટિન્સ' કોરોનાથી થનારા મૃત્યુનું જોખમ 41% સુધી ઘટાડે છે. નેશનલ અમેરિકન રજિસ્ટ્રીના આંકડામાં તેની પુષ્ટિ થઈ છે. રિસર્ચ કરનારા સેનડિએગોના સંશોધકોનું કહેવું છે કે રિસર્ચમાં એવા દર્દીઓનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે જે કોરોના પહેલાં 'સ્ટેટિન્સ' દવા લેતા હતા. આ દવા ન લેતાં લોકોને પણ રિસર્ચમાં સામેલ કરવામાં આવ્યા. રિસર્ચના પરિણામ પ્રમાણે, આ દવા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનું મૃત્યુનું જોખમ ઓછું કરે છે.

આ દવા કોરોનાના દર્દીઓ પર કેવી રીતે અસરકારક છે તે સમજો

  • કોલેસ્ટેરોલ ઓછું કરનારી દવા 'સ્ટેટિન્સ' ગોળી તરીકે લેવામાં આવે છે. કોલેસ્ટેરોલ 2 પ્રકારના હોય છે એક સારું અને એક ખરાબ. આ દવા શરીરને નુક્સાન પહોંચાડનારા ખરાબ કોલેસ્ટેરોલને કન્ટ્રોલ કરે છે. ખરાબ કોલેસ્ટેરોલનું લેવલ વધી જવા પર હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોમખ વધે છે.
  • સંશોધકોનું કહેવું છે કે, આ દવા કોલેસ્ટેરોલને કન્ટ્રોલ કરવા શરીરમાં સોજો થવાથી રોકે છે. દવાની આ જ ખાસિયત કોરોનાના દર્દીઓ માટા ફાયદાકારક સાબિત થઈ છે. કોવિડના દર્દીઓમાં આંતરિક સોજા ઘટવા પર મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.
  • રિસર્ચ કરનાર સેનડિએગોના કાર્ડિયોવાસ્ક્યુલર ઈન્ટેન્સિવ કેરના ડાયરેક્ટર લોરી ડેનિયલ કહે છે કે, કોરોનાથી લડવામાં આ દવા અસરકારક છે. તેનું વધુ એક કારણ એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાયમ્સ-2 છે.

10,541 દર્દીઓના રેકોર્ડ ચેક કરાયા
સંશોધકોની ટીમે 10,541 દર્દીઓના રેકોર્ડ ચેક કર્યા. આ દર્દી એવા હતા જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 દરમિયાન અમેરિકાની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થયા હતા. રિસર્ચ ટીમનું કહેવું છે કે, એવા દર્દી જે હાઈ બીપી અને હૃદય રોગથી પીડિત છે તેમનામાં સ્ટેટિન્સ અને એન્ટિ હાયપરટેન્શનની દવાઓ મૃત્યુનું જોખમ 32% ઓછું કરે છે.

સંશોધકોને જાણવા મળ્યું કે, કોરોનાના એવા દર્દી જે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં સ્ટેટિન્સ લેતાં હતાં તેમનામાં સંક્રમણ ગભીર થવાનું જોખમ 50% ઓછું હતું.

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, કોલેસ્ટેરોલ ઓછું કરવામાં 93% દર્દીઓ સ્ટેટિન્સ દવાનો ઉપયોગ કરે છે. કેટલાક જ દર્દીઓમાં તેની આડઅસર જોવા મળે છે. તેમનામાં ડાયેરિયા, માથાનો દુખાવો અને ઊલટી જેવાં લક્ષણો જોવાં મળે છે.

અન્ય સમાચારો પણ છે...