આશાનું કિરણ:કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરતી ફેનોફાઈબ્રેટ દવા કોરોના સંક્રમણ 70% સુધી ઓછું કરે છે, દર્દીની સ્થિતિ ગંભીર થતા બચાવતી હોવાનો બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના દર્દીઓ પર આ દવાનું ટ્રાયલ કર્યું
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે આ દવા વાઈરસ ફેલાતા રોકે છે
  • આ દવા વેક્સિનનો વિકલ્પ બને તેવી પણ વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી

કોરોના વાઈરસનો કહેર યથાવત છે તેવામાં વૈશ્વિક સ્તરે તેને લઈ અવનવાં રિસર્ચ થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડની બર્મિંઘમ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે કોલેસ્ટેરોલની દવા 'ફેનોફાઈબ્રેટ'થી કોરોના સંક્રમણનું જોખમ 70% સુધી ઘટે છે. સંશોધકોનો દાવો છે કે દવામાં રહેલા ફેનોફાઈબ્રિક એસિડ કોવિડ સંક્રમણ ઘટાડે છે. શરૂઆતના ક્લીનિકલ ટ્રાયલમાં આ વાત સાબિત પણ થઈ છે.

શું છે ફેનોફાઈબ્રેટ
ફેનોફાઈબ્રેટ એક ઓરલ ડ્રગ છે. તેનો ઉપયોગ લોહીમાં કોલેસ્ટેરોલ અને લિપિડ કન્ટ્રોલ કરવા માટે થાય છે. દુનિયાભરમાં આ દવા સરળતાથી ઉપલબ્ધ છે. આ દવા સસ્તી પણ છે. કોલેસ્ટેરોલના દર્દીઓ પર આ દવા ઉપયોગ કરવા માટે દુનિયાભરની મોટા ભાગની ડ્રગ ઓથોરિટીએ મંજૂરી આપી છે.

રિસર્ચની 5 મોટી વાતો
સ્થિતિ ગંભીર થતાં રોકે છે
સંશોધક એલિજા વિસેન્જી કહે છે કે, રિસર્ચનાં પરિણામ જણાવે છે કે આ દવામાં કોરોના સંક્રમણ થવા પર સ્થિતિ ગંભીર થતાં બચાવાની ક્ષમતા છે. તે વાઈરસને ફેલાતા રોકે છે.

વેક્સિનનો વિકલ્પ બની શકે છે
સંશોધકોનું કહેવું છે કે, ક્લીનિકલ ટ્રાયલ પૂરા થયા બાદ આ દવા એ લોકોને પણ આપી શકાશે જેમને વેક્સિન નથી આપી શકાતી. બાળકો અને હાયપર ઈમ્યુન ડિસઓર્ડરથી પીડિત દર્દીને તેનો લાભ થશે.

કોરોનાના ઓરિજિનલ સ્ટ્રેન પર પ્રયોગ
વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે લેબમાં કોરોનાના ઓરિજિનલ સ્ટ્રેનથી સંક્રમિત થયેલી કોશિકાઓ પર ફેનોફાઈબ્રેટ દવાની અસર તપાસી. પરિણામમાં સામે આવ્યું કે આ દવાથી 70% સુધી સંક્રમણ ઓછું થયું.

આલ્ફા-બીટા સ્ટ્રેન પર પણ અસરકારક
અમેરિકા અને ઈઝરાયલના હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર આ દવાનું ટ્રાયલ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ દવા કોરોનાના આલ્ફા અને બીટા સ્ટ્રેન પર પણ અસરકારક છે.

ડેલ્ટા સ્ટ્રેન પર તપાસ ચાલી રહી છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનો ડેલ્ટા સ્ટ્રેન ખતરનાક છે. આ સ્ટ્રેન પર ફેનોફાઈબ્રેટ દવા કેટલી અસરકારક છે તેના પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તેના પરિણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...