તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • ‘Chip’ Will Eliminate The Habit Of Intoxication, Will Also Fight Depression And Parkinson’s Disease; It Will Be Implanted In The Brain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરિયાના વૈજ્ઞાનિકોનો દાવો:'ચીપ' નશાની આદત દૂર કરશે, ડિપ્રેશન અને પાર્કિસન્સની બીમારી સામે પણ લડશે; તેને બ્રેનમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરિયાના વૈજ્ઞાનિકોએ ચીપ તૈયાર કરી, તેને બ્લૂટૂથ દ્વારા મોબાઈલથી કંટ્રોલ કરી શકાશે
  • ઉંદર પર પ્રયોગ સફળ રહ્યો, વૈજ્ઞાનિકોનો દાવો, તેનાથી બિહેવિયરને કંટ્રોલ કરી શકાશે

કોરિયાના વૈજ્ઞાનિકોએ એવી ચીપ તૈયાર કરી છે જે નશાની આદતથી છૂટકારો મેળવવામાં મદદ કરશે. તે ડિપ્રેશન અને વધતી ઉંમરમાં થતી બીમારી પાર્કિસન્સ ડિસીઝની સામે પણ લડશે. વૈજ્ઞાનિકોના અનુસાર, ચીપને બ્રેનમાં ઈમ્પ્લાન્ટ તરીકે લગાવવામાં આવશે. તેને બ્લૂટૂથની મદદથી મોબાઈલ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે.

સામાન્ય રીતે આવા ડિવાઈસને શરીરમાં ઈમ્પ્લાન્ટ કર્યાના થોડા સમય બાદે બેટરી બદલવા માટે ફરીથી સર્જરી કરવામાં આવે છે પરંતુ આ ચીપના કેસમાં આવું કરવાની જરૂર નથી. તે લાંબા સમય સુધી કામ કરશે અને ચાર્જ થતી રહેશે.

આ રીતે રિસર્ચ થયું
સંશોધકના જણાવ્યા પ્રમાણે, તમે ક્યાં પણ હોવ, મોબાઈલના દ્વારા આ ચીપને ઓપરેટ કરી શકો છો. આ ચીપ કેટલી સારી રીતે કાર્ય કરી શકે છે, તેને સમજવા માટે ઉંદરને નશીલા પદાર્થ કોકેન આપવામાં આવ્યું. ત્યારબાદ નાની સર્જરી કરીને ઉંદરના બ્રેનમાં ચીપ લગાવવામાં આવી. સંશોધક જિયોન્ગ-હૂં કિમના જણાવ્યા પ્રમાણે, લાઈટ સ્ટિમ્યુલેશન દ્વારા પ્રાણીઓના બિહેવિયરને કંટ્રોલ કરી શકાય છે.

ચીપમાં લગાવવામાં આવેલી LED ન્યુરોન્સ કંટ્રોલ થશે
સાઉથ કોરિયા એડવાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રો.જે-વૂંગ જિયોન્ગના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઈસમાં નાની LED લાઈટ લગાવવામાં આવી છે, જે બ્રેનના ન્યુરોન્સ પર અસર કરે છે. ઉંદર પર કરવામાં આવેલા આ પ્રયોગમાં સામે આવ્યું કે તેનાથી તેની નશાની આદત ઓછી થઈ. તેનું કારણ છે કે વૈજ્ઞાનિકોએ તેને બ્રેન સાથે સંબંધિત બીજી બીમારીઓ માટે પણ ઉપયોગ કર્યો હતો.

ચીપના મેગ્નેટિક તરંગોથી બેટરી ચાર્જ થશે
પ્રો. જે-વૂંગ જિયોન્ગના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોનની મદદથી આ વાયરલેસ ચીપને ઓપરેટ કરવામાં આવે છે. ચીપમાંથી નીકળતા મેગ્નેટિક તરંગોથી બેટરી ચાર્જ થાય છે. આ તરંગોથી મનુષ્યને કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો