તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • China Wuhan Coronavirus Cases Latest News Updates | Recovered Covid 19 Patients In Wuhan Suffering From Lung Harm

કોરોનાના દાતા વુહાનથી ચોંકાવનારો ખુલાસો:કોરોનાથી રિકવર થયેલાં 100માંથી 90 દર્દીઓના ફેફસાં ડેમેજ થયાં, ભય એવો કે પરિવારજનો સાથે ભોજન પણ નથી લઈ રહ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વુહાનની એક મોટી હોસ્પિટલમાં કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચના પરિણામ અનુસાર, 100માંથી 10 દર્દીઓમાં એન્ટિબોડી જ વિકસિત થઈ નથી
  • રિકવર થયેલાં 5% દર્દીઓ ફરી સંક્રમણને લીધે ક્વૉરન્ટીન થયાં

કોરોનાવાઈરસના ગઢ કહેવાતા વુહાનથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વુહાનમાં રિકવર થયેલાં 100માંથી 90 દર્દીઓનાં ફેફસાં ડેમેજ જોવા મળ્યા છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, વુહાનની એક મોટી હોસ્પિટલના કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં જોવા મળ્યું કે, 90 દર્દીઓના ફેફસાંમાં કોઈને કોઈ પ્રકારનું ડેમેજ છે. તેનો અર્થ એ છે કે સ્વસ્થ લોકોની જેમ તેમનાં શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ જળવાઈ રહેતું નથી. 5% દર્દીઓ ફરી સંક્રમણને લીધે ક્વૉરન્ટીન થયાં હતાં.

રિસર્ચમાં સરેરાશ 59 વર્ષની વયના દર્દીઓ સામેલ હતા
વુહાનમાં રિકવર થનારા દર્દીઓની સ્થિતિ જાણવા માટે રિસર્ચમાં તમામ લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં રિસર્ચનું પ્રથમ ચરણ પૂરું કરવામાં આવ્યું હતું. વુહાન યુનિવર્સિટીના જોંગનન હોસ્પિટલના ICUના ડાયરેક્ટર પેંગ જિંયોગએ પોતીની ટીમ સાથે રિકવર થયેલાં દર્દીઓ પર રિસર્ચ કર્યું હતું. તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. રિસર્ચમાં સામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષની હતી.

દર્દીઓ 6 મિનિટમાં માત્ર 400 મીટર જ ચાલી શક્યા
પેંગ અને તેમની ટીમે રિકવર થયેલાં દર્દીઓને 6 મિનિટ ચાલવા માટે કહ્યું હતું. તેમાં જોવા મળ્યું કે, રિકવર થયેલાં દર્દીઓ 6 મિનિટમાં માત્ર 400 મીટર જ ચાલી શક્યા હતા. એક સ્વસ્થ માણસ આ સમયગાળામાં 500 મીટરનું અંતર કાપી શકે છે.

10% દર્દીઓમાં તો એન્ટિબોડી જ ન બની
બેઈજિંગ યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ મેડિસીનના ડોંગજેમિન હોસ્પિટલના ડૉ. ટેંગશિયાઓ જણાવે છે કે, હોસ્પિટલમાંથી રજા લઈ લીધા બાદ પણ કેટલાક રિકવર થયેલાં દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી હતી. લિયાંગ અને તેમની ટીમ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર માહિતી મેળવી રહ્યા છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર, 100માંથી 10 દર્દીઓમાં એન્ટિબોડી જ વિકસિત થઈ નથી.

દર્દીઓ સાથે પરિવારના સભ્યો ભોજન લેતા નથી
ગ્લોબલ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા છે. તેવા દર્દીઓનું કહેવું છે કે હવે પરિવારના સભ્યા સાથે બેસીને ભોજન લેતા નથી. રિકવર થયેલાં 50%થી વધારે દર્દીઓ તો હજુ પોતાના કામે પરત પણ નથી ફર્યા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો