તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેસ્ટેરોલ અને કોરોના:હૃદય અને ડાયાબિટિસના દર્દીઓમાં કોરોના થવા પર હાઈ કોલેસ્ટેરોલ મૃત્યુનું જોખમ વધારે છે, આ રીતે તેને કન્ટ્રોલ કરો

8 મહિનો પહેલા
  • ચાઈનીઝ એકેડેમી ઓફ મિલિટ્રી સાયન્યસના વૈજ્ઞાનિકોનો રિસર્ચમાં દાવો
  • 50% દર્દીઓ હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને બ્રેન સંબંધિત બીમારીથી પીડિત છે

હૃદય અને ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના થવા પર મૃત્યુનું જોખમ કેમ વધી જાય છે, આ વાતને ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં સમજાવી છે. રિસર્ચ પ્રમાણે, તેનું કારણ કોલેસ્ટેરોલ છે. કોરોનામાં દર્દીઓમાં કોલેસ્ટેરોલ લેવલ વધે છે. તે કોરોનાવાઈરસ સંક્રમણ ફેલાવવામાં મદદ કરે છે.

સંક્રમણ બાદ વાઈરસ કોલેસ્ટેરોલના કણો સાથે મળી ખાસ પ્રકારના રિસેપ્ટર SR-B1 તૈયાર કરે છે. આમ થવા પર સંક્રમણનું લેવલ અને મૃત્યુનું જોખમ વધે છે. સરળ શબ્દોમાં કહીએ તો કોલેસ્ટેરોલનું લેવલ જેટલું વધારે હશે મૃત્યુનું જોખમ તેટલું વધારે.

સંક્રમણ ફેલાવવામાં કોલેસ્ટેરોલ કોરોનાની કેવી રીતે મદદ કરે છે
રિસર્ચ કરનારા ચાઈનીઝ એકેડેમી ઓફ મિલિટ્રી સાયન્સના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોલેસ્ટેરોલ શરીરની તમામ કોશિકાઓમાં જોવા મળે છે. તેની મદદથી SR-B1 રિસેપ્ટર ટાર્ગેટ કરે છે. સંક્રમણ ફેલાનારા કોરોનાના સ્પાઈક પ્રોટીનના 2 ભાગ હોય છે- સબયુનિટ 1 અને સબયુનિટ 2. કોલેસ્ટેરોલ સબયુનિટ 1 સાથે જોડાય છે અને સંક્રમણ ગંભીર બનાવે છે.

હૃદય અને ડાયાબિટીસના દર્દીઓને વધારે જોખમ શા માટે?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હૃદય અને ડાયાબિટીસના દર્દીઓમાં કોલેસ્ટેરોલનું લેવલ વધે છે. જે સ્થિતિ ગંભીર બનાવાની સાથે મૃત્યુનું જોખમ વધે છે. રિસર્ચ કહે છે કે, કોરોનાના આશરે 50% દર્દીઓ હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને બ્રેન સંબંધિત બીમારીથી પીડિત છે. આવા દર્દીઓ મેદસ્વિતાથી પીડિત છે. આવા લોકોને પણ સંક્રમણ થયા બાદ મૃત્યુનું જોખમ વધારે છે.

નેશનલ હેલ્થ સર્વિસિસના આકંડા જણાવે છે કે, કોરોનાના 29% દર્દીઓ હૃદય રોગી અને 19% ડાયાબિટીસથી પીડિત છે. ઈમ્પીરિયલ કોલેજ લંડનની સ્ટડીમાં સામે આવ્યું કે, ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત કોરોનાના દર્દીઓમાં મૃત્યુનું જોખમ ટાઈપ-1થી પીડિત દર્દીઓ કરતાં બમણું છે.

સારવાર દરમિયાન SR-B1ન્યુટ્રલ કરવો જરૂરી
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોના સંક્રમણ રોકવું હોય તો સૌ પ્રથમ SR-B1 રિસેપ્ટર બ્લોક કરી તેનો નાશ કરવો જરૂરી છે. ભવિષ્યમાં કોરોનાની સારવારમાં તેનું ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે.

કોલેસ્ટેરોલ લેવલ ઓછું કરવા માટે આ 5 વાતોનું ધ્યાન રાખો
ડાયટ એન્ડ વેલનેટ એક્સપર્ટ ડૉ. શિખા શર્મા પાસેથી જાણો કેવી રીતે કોલેસ્ટેરોલ લેવલ કન્ટ્રોલ કરી શકાય છે

1. સવારની શરૂઆત લસણથી કરો: લસણમાં એવા એન્ઝાયમ્સ હોય છે, જે ldl અર્થાત ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદગાર હોય છે. દરરોજ સવારે ખાલી પેટ લસણની 2 કળી ચાવવાથી ફાયદો રહે છે.
2. ચા પીતા પહેલાં બદામ ખાઓ: બદામમાં ઓમેગા-3 ફેટિ એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડે છે. તેને એક રાત પહેલાં પાણીમાં પલાળી સવારે ચા પીવાના આશરે 20 મિનિટ પહેલાં લો. પાણીમાં પલાળી રાખવાથી બદામમાં ફેટિ તત્વ ઓછા થઈ જાય છે. દરરોજ 5-6 બદામ ખાવી જોઈએ.
3. ડાયટમાં મેક્સિમમ ફાઈબર લો: સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધી તમામ ડાયટમાં ફાઈબર હોય તે જરૂરી છે. સલાડમાં ડુંગળી, મૂળો, ગાજર જેવી ફાઈબરયુક્ત શાકબાજી લો. ઓટ્સ, સ્પ્રાઉટ્સ અને શક્કરિયામાં પણ મોટી માત્રામાં ફાઈબર્સ હોય છે.
4. બજારની તળેલી વાનગીઓનું સેવન ન કરો: ટ્રાન્સફેટનું સતત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટેરોલ વધે છે, અને સારા કોલેસ્ટેરોલનું લેવલ 20% સુધી ઘટી જાય છે. ટ્રાન્સફેટ ડીપ ફ્રાઈડ અને ક્રીમવાળી વાનગીઓમાં હોય છે. ખાસ કરીને એક જ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટની માત્રા વધી જાય છે. તેથી બહારની તળેલી વાનગીઓનું સેવન ન કરવું.
5. વનસ્પતિક પ્રોટીનનું સેવન કરો: વનસ્પતિક પ્રોટીન અર્થાત એવું પ્રોટીન જે વનસ્પતિઓમાંથી મળી રહી છે. તે પ્રોટીન દાળ, રાજમા, ચણા, મગફળી, સોયાબીનમાં હોય છે. તેનાથી ખરાબ કોલેસ્ટેરોલ લેવલ ઝડપથી ઘટે છે.

અન્ય સમાચારો પણ છે...