તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

10મી વેક્સીનની તૈયારી:ચીનમાં કોરોના વેક્સીન નાકમાં આપવામાં આવશે, હ્યુમન ટ્રાયલને લીલી ઝંડી મળી, તે કોરોના અને ફ્લૂ વાઈરસ બંનેમાં સુરક્ષા આપશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવારે ચીનમાં નાકમાં આપવાની વેક્સીનને ટ્રાયલની મંજૂરી મળી છે. આ વેક્સીન શિયામેન અને હોન્ગકોન્ગ યુનિવર્સિટીની સાથે બીજિંગ વાંટાઈ બાયોલોજિકલ ફાર્મસીએ ભેગા મળીને તૈયાર કરી છે. આ ચીનની 10મી વેક્સીન છે. તેનું હ્યુમન ટ્રાયલ નવેમ્બર મહિનાથી શરુ થશે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, હવે ટ્રાયલમાં સામેલ લોકોને ઇન્જેક્શનની પીડાથી રાહત મળશે. તેમને નેઝલ સ્પ્રે વેક્સીન આપવામાં આવશે. ફ્લૂ મહામારીને રોકવા માટે નેઝલ સ્પ્રે વેક્સીન બનાવવામાં આવી હતી. આ વેક્સીન બાળકો અને યુવાનોને આપવામાં આવતી હતી.

ફ્લૂના વાઈરસ ઈમ્યુન રિસ્પોન્સ વધારશે
અમેરિકાની કંપની એસ્ટ્રેઝેનેકાની વેક્સીન પછી ચીન હાલ બીજા નંબરે છે. ચીનના વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે, નેઝલ સ્પ્રેમાં ફ્લૂનો નબળો સ્ટ્રેનવાળો વાઈરસ છે. જેમાં કોરોના સ્પાઈક પ્રોટીન છે. આ વેક્સીન નાકમાં પહોંચે છે ત્યારે ફ્લૂનો વાઈર્સ કોરોનાની કોપી કરે છે અને ઈમ્યુન રિસ્પોન્સ વધારે છે જેથી શરીર કોવિડ-19 સામે લડી શકે.

ડબલ સુરક્ષા આપશે
નેઝલ સ્પ્રે વેક્સીનના પ્રથમ હ્યુમન ટ્રાયલ માટે 100 લોકોની ભરતી થવાની છે. હોન્ગકોન્ગ યુનિવર્સિટીના સંશોધક યુએન ક્વોક-યુંગના જણાવ્યા પ્રમાણે, વેક્સીનના ત્રણેય ટ્રાયલને પૂરા થતા એક વર્ષનો સમય લાગશે. આ વેક્સ્સીન ડબલ સુરક્ષા એટલે કે ઇન્ફ્લુએન્ઝા અને કોરોના વાઈરસથી રક્ષણ કરશે.

ઉંદરના ફેફસાં ડેમેજ ન થયા
આ વેક્સીનનાં પ્રિ-ક્લિનિકલ ટ્રાયલના પરિણામો સારા છે. ટ્રાયલ રિપોર્ટ પ્રમાણે, આ વેક્સીન ઉંદરના ફેફસાંને ડેમેજ થતા રોકવામાં અસરકારક સાબિત થઇ છે.

વેક્સીનના કેસમાં આગળ નીકળવાની સ્પર્ધાને લીધે ચીનમાં પ્રથમ અને બીજા સ્ટેજના ટ્રાયલ એકસાથે કરવાની અનુમતિ આપવામાં આવી છે. અહિની બે વેક્સીન સૌથી વધારે ચર્ચામાં છે. પ્રથમ સિનોટેક બાયોટેકની વેક્સીન ‘કોરોનાવેક’ અને બીજી સિનોફાર્મની વેક્સીન. બંને વેક્સીનને પ્રથમવાર હાલમાં યોજવામાં આવેલા બીજિંગ ટ્રેડ ફેરમાં રજૂ કરવામાં આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો