હેલ્થ ટિપ્સ:બાળકો માતા-પિતાની સાથે ટીવી જોવે તો તેમના મગજના વિકાસમાં વૃદ્ધિ થશે, અભ્યાસમાં ખુલાસો થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજીમાં પ્રકાશિત એક નવા અધ્યયનમાં નાના બાળકના મગજના વિકાસ પર સ્ક્રીનના ઉપયોગની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તે દર્શાવે છે કે સ્ક્રીન એક્સપોઝર, પછી ભલે તે ટીવી અથવા મોબાઇલ ડિવાઇસમાંથી હોય, તે કયા સંદર્ભમાં જોવામાં આવે છે તેના આધારે ફાયદાકારક હોઈ શકે છે. ફ્રાન્સની યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથ અને પેરિસ નાન્ટેરે યુનિવર્સિટીના સંશોધકોએ છેલ્લા બે દાયકામાં પ્રકાશિત થયેલા 478 અભ્યાસોનું વિશ્લેષણ કર્યું હતું. તેમના તારણોમાં જાણવા મળ્યું હતું કે, શરૂઆતમાં ટેલિવિઝનનો સંપર્ક રમત, ભાષાના વિકાસ અને એક્ઝિક્યુટિવ કામગીરી માટે હાનિકારક હોઈ શકે છે, ખાસ કરીને નાના શિશુઓ માટે.

યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના મનોવિજ્ઞાન વિભાગના ડૉ. એસ્ટર સોમોગીએ જણાવ્યું હતું કે, ‘આપણે એ સાંભળવા માટે ટેવાયેલા છીએ કે, સ્ક્રીન એક્સપોઝર બાળક માટે ખરાબ છે અને જો તે દિવસમાં 1 કલાકથી ઓછા સમય સુધી મર્યાદિત ન હોય તો તેના વિકાસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તે હાનિકારક હોઈ શકે છે, અમારો અભ્યાસ સૂચવે છે કે, બાળક શું જોઈ રહ્યું છે? તેની ગુણવત્તા અથવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જથ્થા પર નહીં.

કોઈપણ સ્ક્રીન કન્ટેન્ટનું નબળું વર્ણન, ઝડપી એડિટીંગ અને જટિલ ઉત્તેજના બાળક માટે બિનઉપયોગી છે પરંતુ, જ્યારે સ્ક્રીન કન્ટેન્ટ બાળકની ઉંમર માટે યોગ્ય હોય ત્યારે તેની હકારાત્મક અસર થવાની શક્યતા રહે છે, ખાસ કરીને જ્યારે તે કન્ટેન્ટને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યું હોય. અભ્યાસ એ પણ દર્શાવે છે કે, ‘જો માતા-પિતા અથવા પુખ્ત વયના લોકો હાજર હોય તો સ્ક્રીનનો સમય બાળક માટે વધુ ફાયદાકારક છે, કારણ કે તે તેમની સાથે જોડાઈ શકે છે અને પ્રશ્નો પૂછી શકે છે.’

ડૉ. સોમોગીએ સમજાવ્યું કે, ‘પરિવારોની હાજરી મીડિયા પ્રત્યેના બાળકના એટિટ્યૂડ અને તેના ઉપયોગમાં ઘણો ફરક લાવે છે.’ સ્ક્રિન ટાઈમના સંદર્ભમાં આ તફાવતો બાળકોના મગજના વિકાસ પર ટીવીની અસરની શક્તિ અને પ્રકૃતિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા બાળક સાથે ટેલિવિઝન જોવું અને જે જોવામાં આવે છે તેના પર વિસ્તૃત વર્ણન અને ટિપ્પણી કરવાથી તેના વિશેની તેમની સમજણમાં વધારો કરવામાં મદદ મળી શકે છે, શૈક્ષણિક કાર્યક્રમો દરમિયાન તેમના શિક્ષણને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે. તે તેમની વાતચીતની કુશળતાના વિકાસમાં પણ ફાળો આપી શકે છે અને બાળકોને યોગ્ય ટેલિવિઝન જોવાની વર્તણૂક માટે રોલ મોડેલ પ્રદાન કરે છે.

અભ્યાસમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, ‘જો કે, ટીવી અન્ય કોઈ લર્નિંગ એક્ટિવિટીને રિપ્લેસ કરી શકે નહી જેમ કે, સોશિયલિઝિંગ.’ આ ઉપરાંત 3 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો સુધી મીનિંગલેસ કન્ટેન્ટ પહોંચતા તેની બાળક પર કેવી અસર પડે છે, તેનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરુરી છે.

લેખકો શીખવાની વૃતિને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટને મજબૂત કરવાની ભલામણ કરે છે. પેરિસ નેન્ટેરે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના ડૉ. બહિયા ગુએલ્લાઈએ ઉમેર્યું, ‘અહીં મહત્વપૂર્ણ 'ટેક હોમ સંદેશ' એ છે કે, માતા-પિતાએ આ નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખવી જોઈએ. ટેલિવિઝન અથવા સ્માર્ટફોનનો ઉપયોગ તેમના નાના બાળકો સાથે કેટલીક સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાની પ્રશંસા કરવા માટે સંભવિત સાધનો તરીકે થવો જોઈએ, પરંતુ તેને બદલવા માટે નહીં.’

મને લાગે છે કે, ‘ભવિષ્યની પેઢીઓ માટે આપણા સમાજનો સૌથી મહત્ત્વનો પડકાર એ છે કે, પુખ્ત વયના લોકો અને યુવાનોને સ્ક્રીન-યુઝનો અનિયંત્રિત અથવા અયોગ્ય ઉપયોગ થવાના કારણે ઊભા થતા જોખમથી વાકેફ થવું. આ અમુક પરિસ્થિતિઓને રોકવામાં મદદ કરશે અને તેમાં સ્ક્રીનનો ઉપયોગ નવા પ્રકારના ‘ચાઈલ્ડ-માઇન્ડિંગ’ તરીકે કરવામાં આવે છે જેમ કે, વિવિધ દેશોમાં રોગચાળાના લોકડાઉન દરમિયાન હતું. હું નવાં ટેક્નોલૉજિકલ સાધનોના ઝડપી પ્રસાર અને માનવીય સંબંધોની સુંદર પ્રકૃતિની જાળવણી વચ્ચે સંતુલન શોધવાની વિભાવનાથી આશાવાદી છું.’