રિસર્ચ / વધુ પડતી ચોખ્ખાઈમાં રહેનારાં બાળકને કેન્સર થવાનું જોખમ રહેલું છે, 0થી 4 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે

Children who stay in excessive cleanliness they are at risk of developing cancer

Divyabhaskar.com

Jul 09, 2019, 11:56 AM IST

હેલ્થ ડેસ્કઃ બાળક જ્યારે નાનું હોય ત્યારે બીમાર પડવાનું જોખમ વધી જતું હોય છે. બાળક બીમાર ન પડી જાય એ માટે માતા-પિતા તેની પૂરી કાળજી લેતાં હોય છે. ટેક્નોલોજી અને અવેરનેસ વધવાની સાથે લોકો બાળકને જીવાણુ અને ચેપથી દૂર રાખવાના દરેક પ્રયત્નો કરે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, જે લોકોને બાળપણમાં જીવાણુઓથી દૂર રાખીને ઈન્ફેક્શનથી બચાવવામાં આવ્યા હોય છે, આગળ જઇને તેમને લ્યુકેમિયા (બલ્ડ કેન્સર) થવાનું જોખમ રહે છે.


અભ્યાસના આ તારણ પાછળનું કારણ એ છે કે, જન્મ્યા પછી એક વર્ષની અંદર જે બાળક ઈન્ફેક્શનનો સામનો કરે છે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જાય છે. નેચર રિવ્યૂઝ કેન્સર નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ અનુસાર, અક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એ બાળકોમાં વધારે જોવા મળે છે. આ કેન્સર થવા માટે બે સ્ટેપ જવાબદાર હોય છે.


પહેલું સ્ટેપ જન્મ લેતા પહેલાં જિનેટિક મ્યૂટેશન એટલે કે જીન્સમાં આવતો ફેરફાર અને બીજો સ્ટેપ બાળપણમાં આગળ જઇને કેટલાક ઈન્ફેક્શન્સ, જે બાળપણમાં વધુ પડતા ચોખ્ખા રહેવાથી થાય છે. કારણ કે, બાળપણમાં તેનાં શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વિકસી નથી શકતી.


સરળ શબ્દોમાં અભ્યાસનો અર્થ જણાવીએ તો, જે બાળકો પહેલાં વર્ષમાં વધુ પડતી ચોખ્ખાઈમાં રહે છે અને તેમને જીવાણુઓથી સુરક્ષિત રાખવામાં આવે છે તેમનામાં લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા થવાની શક્યતા વધારે રહે છે. આ એક એવું કેન્સર છે જે 0થી 4 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે. આ કેન્સર બહુ ઝડપથી વધે છે અને બાળક માટે જીવલેણ સાબિત થાય છે.

X
Children who stay in excessive cleanliness they are at risk of developing cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી