3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સંક્રમિત થાય છે તો ઘરના મોટા લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે છે. આ દાવો કેનેડાની સ્વાસ્થ્ય એજન્સી પબ્લિક હેલ્થના સંશોધકોએ કર્યો છે.
રિસર્ચના જણાવ્યા મુજબ, 14થી 17 વર્ષની ઉંમરના ટીનેજર્સની સરખામણીએ 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી ઘરના લોકોને સંક્રમિત થવાનું જોખમ 1.4 ગણું વધારે છે. નાની ઉંમરના બાળકોથી 20થી 40 વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે રહે છે. તેમજ મોટા બાળકોથી 40થી 60 વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણ ફેલાવવાની આશંકા વધારે રહે છે.
વૈજ્ઞાનિકોએ કોરોનાથી સંક્રમિત વિવિધ ઉંમરના કુલ 6,200 બાળકો પર સ્ટડી કરી. તેમાંથી કઈ ઉંમરના બાળકો સામેલ હતા, સંક્રમણનું જોખમ કેટલું હતું અને બચાવ કેવી રીતે કરવો, જાણો વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં શું કહ્યું...
સૌથી પહેલી વાત, રિસર્ચ આખરે શરૂ કેવી રીતે થયું
સંક્રમણનું કારણ બાળકોના નાક અને ગળામાં વાઈરલ લોડ વધારે હોવો
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મોટા બાળકોની તુલનામાં નાના બાળકોથી ફેમિલી મેમ્બર્સને સંક્રમણનું જોખમ વધારે હોવાના બે કારણ છે. પહેલું, નાના બાળકોના નાક અને ગળામાં વાઈરસની સંખ્યા મોટા બાળકોની તુલનામાં વધારે રહે છે.
બીજું કારણ છે સંક્રમણ બાદ પણ બાળકોમાં લક્ષણ નથી દેખાતા. મોટાભાગના બાળકો એસિમ્ટોમેટિક હોય છે, તેથી તપાસ નથી થઈ શકતી. પરિણામે સંક્રમણ ઘરના બીજા સભ્યોમાં ફેલાય છે.
વૈજ્ઞાનિકોની સલાહ, ઘરે મોટા લોકોએ માસ્ક પહેરવો
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, બાળકો દ્વારા મોટા લોકોમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાતું, પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે. જો ઘરમાં બાળકો સંક્રમિત થઈ ગયા છે તો પેરેન્ટ્સ અને બીજા મોટા લોકોએ તેનું ધ્યાન રાખતા સમયે માસ્ક જરૂરથી પહેરવો જોઈએ. બાળકોને તેમના બીજા ભાઈ-બહેનથી અલગ કરી દો. સંક્રમિત બાળકને એક રૂમમાં રાખો, જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે.
પહેલી લહેરમાં આવા કેસ સામે નહોતા આવ્યા
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકો ઘરમાં કેદ હતા. કોવિડની તપાસ પણ તેમની કરવામાં આવતી હતી જેમનામાં કોઈ લક્ષણ દેખાતા હોય. આ જ કારણોથી બાળકોમાં કોરોનાની તપાસ ઓછી થઈ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.