તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:બાળકોને પણ આર્થ્રાઈટિસ થઈ શકે છે, સવારે બાળકોમાં સાંધાનો દુખાવો અથવા તાવ બાદ વજન ઘટી જવાં તેના લક્ષણો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 મહિનાથી 16 વર્ષ સુધીના બાળકોમાં આર્થ્રાઈટિસના લક્ષણો જોવા મળી શકે છે
 • જુવેનાઈલ આર્થ્રાઈટિસ થવા પર બાળકોમાં હાડકાંનો વિકાસ રોકાઈ જાય છે

આર્થ્રાઈટિસ માત્ર વૃદ્ધોને થનારી બમારી નથી. તેના લક્ષણો 6 મહિનાથી લઈને 16 વર્ષ સુધીના બાળકો અને કિશોરોમાં પણ જોવા મળી શકે છે. બાળકો અને કિશોરોમાં થનારા આર્થાઈટિસને જુવેનાઈલ આઈડિયોપેથિક આર્થ્રાઈટિસ (JIA) કહેવાય છે. તે ઓટોઈમ્યુન ડિસીઝ છે. તેમાં WBC (વ્હાઈટ બ્લડ સેલ્સ) શરીરને જ નિશાન બનાવે છે.

જુવેનાઈલ આર્થ્રાઈટિસ શા માટે થાય છે, તેનું કારણ હજુ સુધી માલુમ કરી શકાયુ નથી. તો પણ તેનું સૌથી મોટું કારણ જિનેટિક માનવામાં આવે છે. કન્સલટન્ટ રુમેટોલોજિસ્ટ ડૉ. રાહુલ જૈન જણાવે છે કે બાળકોમાં ક્યાં લક્ષણો જણાય તો પેરેન્ટ્સે અલર્ટ થવું જોઈએ...

બીમારીની અસર
શરુઆતના દિવસોમાં જુવેનાઈલ આર્થ્રાઈટિસની અસર સાંધા પર જોવા મળે છે, પરંતુ સમયસર સારવાર ન થાય તો તેની અસર આંખ, સ્કિન, હાર્ટ અને ફેફસાં પર પણ જોવા મળે છે. જુવેનાઈલ આર્થ્રાઈટિસ થવા પર બાળકોના હાડકાંઓનો વિકાસ રોકાઈ જાય છે. તેથી બાળકોમાં તેનાં લક્ષણો જોવા મળે તે અલર્ટ થઈ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ રીતે બાળકોમાં આર્થ્રાઈટિસની ઓળખ કરો

 • જો બાળક સવારે ઉઠીને હંમેશા સાંધામાં દુખાવાની ફરિયાદ કરે અથવા તેના સાંધા જકડાઈ જાય તો
 • બાળકોના સાંધાની આસપાસ દરેક સમયે સોજો હોય અને લાંબા સમય સુધી દુખાવો થતો હોય.
 • જો બાળકને વારંવાર તાવ આવે. તેની સાથે વજનમાં ઝડપથી ઘટાડો જોવા મળે.
 • જો બાળક આંખમાં દુખાવાની ફરિયાદ કરે અથવા તેની આંખ હંમેશા લાલ રહેતી હોય
 • આમાંથી મોટા ભાગના લક્ષણો કોઈ સામાન્ય બીમારીને લીધે પણ જોવા મળી શકે છે, પરંતુ આ લક્ષણો જોવા મળે અથવા JIAની શંકા જણાય તો તરત પીડિયાટ્રિક રુમેટોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.

વયસ્ક અને નાના બાળકો વચ્ચેનાં આર્થ્રાઈટિસ વચ્ચેનું અંતર સમજો
વયસ્ક અને નાના બાળકો વચ્ચેનાં આર્થ્રાઈટિસ વચ્ચે થોડું અંતર રહેલું છે. વયસ્કોમાં આર્થ્રાઈટિસ થવા પર તેના લક્ષણો વધતી ઉંમરે જોવા મળે છે, પરંતુ જુવેનાઈલ આઈડિયોપેથિક આર્થ્રાઈટિસમાં તેવું જરૂરી નથી. બાળકોમાં તેનાં લક્ષણો ક્યારેક ક્યારેક જોવા મળી શકે છે. ક્યારેક તે લાંબા સમય સુધી રહે છે.

સારવાર
અમેરિકન કોલેજ ઓફ રુમેટોલોજીના રિસર્ચ પ્રમાણે, અત્યાર સુધી JIAની કોઈ કાયમી સારવાર શોધાઈ નથી. તેથી બાળકોમાં તેનાં લક્ષણો જણાતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ મામલે જેટલું મોડું થશે તેટલી મુશ્કેલી વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો