કેટલીક વખત ડર, ચિંતા અને પીડા જેવાં કારણોથી બાળકો જાગતાં રહે છે. કેટલીક વખત દિમાગમાં એક પછી એક વિચારોનો સિલસિલો ચાલતો રહે છે. ઊંઘ તેમનાથી ખૂબ દૂર રહે છે. આવી સ્થિતિમાં બાળકો ખુબ વધારે થાકેલા હોવા છતાં ઊંઘી શકતા નથી.
બાળકોનેખીજાવવાની જગ્યાએ પ્રેમ કરો
આ વિરોધાભાસી સ્થિતિ હોય છે. ઊંઘ આવતી હોય છે પરંતુ ઊંઘી શકતાં નથી. હકીકતમાં આ સંકટમાં અસ્તિત્વને લઇને શરીરને સક્રિય રાખવાની જવાબી પ્રતિક્રિયા છે. પરંતુ ઊંઘ માટે દિમાગમાં શાંતિ અને સુકુનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં બાળકોનાં માતા-પિતા માટે તેમની ભાવનાઓને સમજીને તેમની સાથે વર્તન કરવાની જરૂર હોય છે.
આવી સ્થિતિમાં ઠપકો અને આદેશ આપવાથી બાળકો ઊંઘતાં નથી. પરંતુ પ્રેમભરેલા સ્પર્શ અને પ્રેમભરેલી વાણી તેમના માટે સારવાર તરીકે કામ કરે છે. ભાવનાત્મક થાક તણાવનું જ એક રૂપ છે. જે બાળકો અને પુખ્યવયના લોકો બંનેની ઊંઘ હરામ કરીને તેમને આક્રમક બનાવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઊંઘનું દબાણ જેટલું વધારે રહેશે ઊંઘ પણ સરળ રીતે આવશે. એટલે કે બિસ્તર પર જતાંની સાથે જ ઊંઘ આવી જશે. ઇચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જશે.
ભાવનાત્મક થાકથી તનાવ વધે છે
દિમાગમાં એડિનોસાયન્સ કેમિકલ બનવાથી આવું થાય છે. આ એક પ્રકારનું પ્રોટીન છે. જે ઊંઘી ગયા બાદ દિમાગથી દૂર થઇ જાય છે. જેવા આપણે ઊઠીએ છીએ તો ફરી દિમાગમાં બનવાની શરૂઆત થઇ જાય છે.
ધીમે વાત કરવી, શાંત ભાવ દર્શાવવા મદદરૂપ
બાળકોને શાંતિપૂર્ણ ઊંઘ લેવડાવવા માટે સ્પર્શથી પ્રેમ, લાડ-પ્યાર ખૂબ મદદ કરે છે. ધીમે ધીમે વાત કરવી, ગીત ગાવાની ટેવ પણ મદદપરૂપ સાબિત થાય છે. બાળકોની સામે ધીમે ધીમે શ્વાસ શાંત ભાવ દર્શાવવા પણ તેમને વહેલી તકે ઊંઘ આવવામાં મદદ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.