• Home
  • Lifestyle
  • Health
  • Children are becoming depressed due to stressful schooling; school needs to create stress free atmosphere

રિપોર્ટ / ભારવાળા ભણતરથી સ્કૂલમાં બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે, શાળામાં તણાવ મુક્ત વાતાવરણ બનાવવાની જરૂર છે

Children are becoming depressed due to stressful schooling; school needs to create stress-free atmosphere

Divyabhaskar.com

Jul 08, 2019, 12:41 PM IST

હેલ્થ ડેસ્ક: દિન પ્રતિદિન બાળકોનાં શિક્ષણ ઉપર માત્ર શાળાઓ જ નહીં પણ વાલીઓ પણ એટલો ભાર આપી રહ્યા હોવાથી બાળકોનાં સ્વાથ્ય અને માન બંને ઉપર અસર વર્તાઈ રહી છે. વર્તમાન સંદર્ભેમાં દેશમાં કહેવાતા ભાર વિનાના ભણતર વચ્ચે બાળકોની સ્થિતિ જાણવા માટે એક સંસ્થાન દ્વારા કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ માનવ સંસાધન મંત્રાલયે ગત સપ્તાહે સંસદમાં પ્રસ્તુત કર્યો હતો. જે અંતર્ગત હાલ દેશમાં 11 વર્ષની ઉંમરના બાળકો પણ માનસિક તણાવ એટલે કે ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. આટલી નાની ઉંમરમાં બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા જાય છે જે ખરેખર ચિંતાનો વિષય છે. બાળપણ સારું રહે અને તણાવ વગર તેઓ અભ્યાસ કરી શકે તે માટે જરૂરી પગલાં લેવાં જોઈએ.

માનવ સંસાધન મંત્રાલય (એચઆરડી મિનિસ્ટ્રી) દ્વારા સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો કે, 11-17 વર્ષની ઉંમરના બાળકો સૌથી વધુ ડિપ્રેશનનો શિકાર બને છે. આ બાળકો તણાવનો ભોગ બની રહ્યાં છે તેનું કારણ મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ હોઈ શકે છે. રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર, રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને સ્નાયુ વિજ્ઞાન સંસ્થાન (NIMHANS)બેંગ્લોર તરફથી દેશના 12 રાજ્યોમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 34 હજાર 802 પુખ્ત વયના અને 1 હજાર 191 કિશોર વયનાં બાળકો સાથે વાત કરવામાં આવી હતી. 13 થી 17 વર્ષની ઉંમરના વર્ગમાં લગભગ 8 ટકા કિશોર વયનાં બાળકો ભણતરના કારણે ડિપ્રેશનની બીમારીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું.

ગામડા કરતાં શહેરના બાળકોમાં ડિપ્રેશનની બીમારી વધારે જોવા મળે છે

રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, ગામડામાં 6.9 ટકા બાળકોમાં ડિપ્રેશન જોવા મળે છે. જ્યારે શહેરમાં 13.5 ટકા બાળકોમાં ડિપ્રેશનની બીમારી જોવા મળે છે. નિષ્ણાંતોના મતે, તેનો સીધો સંબંધ શહેરી જીવન અને અંક આધારિત પ્રતિયોગિતા વાળી સ્કૂલોની શિક્ષણ પ્રણાલી છે. એનસીઆરબીના આંકડા જોતા આ વાત સામે આવી છે. વર્ષ 2011 થી 2018ની વચ્ચે લગભગ 70 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ અંકના આધારે ઓછું આવવાથી તેઓએ આત્મહત્યા કરી લીધી છે. તેમાંથી લગભગ 50 ટકા ઘટનાઓ સ્કૂલ સ્તર પર થઈ છે. થોડા દિવસ પહેલા તેલંગણામાં 10માં ધોરણનું પરિણામ આવ્યું તેના પછી 50 ટકા વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા હતા. તેથી શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ બનાવવાની જરૂર છે તેમ માનવ સંસાધન મંત્રાલયએ જણાવ્યું હતું. આ રિપોર્ટ આવ્યા પછી 2018-19થી જરૂરી પગલાં લેવાની શરૂઆત કરવામાં આવવી જોઈએ અને સ્કૂલમાં કાઉન્સેલિંગની વ્યવ્સથા સિવાય તણાવ મુક્ત વાતાવરણ બને તે માટે પ્રયત્ન કરવાની પણ હાકલ કરી છે.

X
Children are becoming depressed due to stressful schooling; school needs to create stress-free atmosphere
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી