• Gujarati News
  • Lifestyle
  • Health
  • Child Obesity Can Become A New Epidemic, It Threatens Children's Heart, There Is A Possibility Of Increasing Type 2 Diabetes

હેલ્થ અલર્ટ:બાળકોની મેદસ્વિતા બની શકે છે નવી મહામારી, નાનાં ભૂલકાંઓ હૃદય રોગ અને ડાયાબિટીસનો શિકાર થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના આવ્યા બાદ છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ 2% વધ્યા
  • મેદસ્વી બાળકોને મગજ, કિડની, હાડકાં અને લિવરની બીમારી થઈ શકે છે

મોટેરા સાથે નાના ભૂલકાંઓ પણ હવે મેદસ્વી બની રહ્યા છે. WHOના ડેટા પ્રમાણે દુનિયામાં 5 વર્ષથી નાની ઉંમરના 3.8 કરોડ બાળકો મેદસ્વિતાનો શિકાર છે. પહેલાં આ સમસ્યા અમેરિકા જેવા હાઈ ઈન્કમ દેશોમાં હતી હવે તે મિડલ અને લૉ ઈન્ક્મ ધરાવતા દેશોમાં પહોંચી ગઈ છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાઈલ્ડ ઓબેસિટી ટૂંક સમયમાં મહામારીમાં પરિવર્તિત થઈ શકે છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલમાં બાળકોની મેદસ્વિતા પર એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ બાળકોમાં ફેટની માત્રા વધારે જોવા મળી. સાથે જ હૃદયની નસો પણ સંકોચાયેલી હતી. તેને કારણે આ બાળકોમાં લોહીનું પરિભ્રમણ અનિયમત હતું.

બાળકોમાં મેદસ્વિતાનું કારણ

કોરોના આવ્યા બાદ છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ 2% વધ્યા છે. લોકડાઉનને કારણે બાળકોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જવાથી અને આખો દિવસ ટીવી અને મોબાઈલ સામે રહેવાથી બાળકો મેદસ્વી થઈ રહ્યા છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ, સ્લીપ પેટર્નમાં ફેરફાર અને હાઈ કોલેસ્ટેરોલવાળા જંકફૂડ આ સમસ્યાનું કારણ છે.

રિસર્ચ
લાન્સેટ નામની મેડિકલ જર્નલની 2018ની સ્ટડી પ્રમાણે, 5 વર્ષથી ઓછી ઉંમરના 50% મેદસ્વી બાળકો માત્ર એશિયાના છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલ પ્રમાણે આંતરડાંમાં ફેટ વધારે હોય તો બાળકોના હૃદય પર પ્રેશર પડે છે. તેને કારણે બાળકોમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. સાથે જ ટાઈપ 2 ડાયાબિટીસ થવાથી મગજ, કિડની, હાડકાં અને લિવરની બીમારી થઈ શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યાની કોઈ તાત્કાલિક સારવાર થઈ શકતી નથી. બાળકોમાં વધતી મેદસ્વિતા એક પબ્લિક હેલ્થ ક્રાઈસિસ છે. આ ચર્ચા વિશ્વ સ્તરે થવી જરૂરી છે.

બાળકોને મેદસ્વિતાથી આ રીતે દૂર કરો

  • બાળકોને પોષ્ટિક અને સંતુલિત ભોજન આપો.
  • જંક ફૂડ અને સોફ્ટ ડ્રિન્કથી તેમને દૂર રાખો.
  • બાળકોની ફિઝિકલ એક્ટિવિટી વધારો.
  • તેમને સકારાત્મક અને સારા સંબંધો બનાવવા માટે શીખામણ આપો.
  • અનાવશ્યક વસ્તુ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રોકો.
  • બાળકોને સમસર સૂવા અને ઉઠવા માટે પ્રેરિત કરો.