શું તમે નાના હતા ત્યારે તમને નખ ચાવવાને કારણે ઠપકો મળ્યો છે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવ્યો કારણકે, નખ ચાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ખરાબ આદત ઓન માનવામાં આવે છે. જો તમે નખ ચાવતા હોય અને ઘરના વયો-વૃદ્ધ લોકોએ તમનેજોઈ લીધા તો અચૂક ઠપકો આપે છે. આ સાથે જ હાથને અને નખને સાફ રાખવા માટે સલાહ પણ આપવામાં આવે છે.
નખમાં હંમેશા ગંદકી રહેલી હોય છે. આ સાથે જ લાખો બેક્ટેરિયા તેના છિદ્રોમાં રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ નખ ચાવે છે ત્યારે આ બેક્ટેરિયા પેટમાં પણ જાય છે. જેના કારણે પેટમાં ઈન્ફેક્શનનું જોખમ રહે છે. તેની સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. કોસ્મેટિક સર્જન ડૉ. વિક્રાંત રંજન જણાવે છે કે, આ બેક્ટેરિયા દાંતને પણ નુકસાન પહોંચાડે છે.
ઝારખંડની રાજધાની રાંચીના બર્લિન ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં કામ કરતા ડૉ.રવિકાંત ચતુર્વેદી જણાવે છે કે, આંગળીના નખ અને આંગળી વચ્ચેની જગ્યા યોગ્ય રીતે સાફ થતી નથી. જેથી ગંદકી રહે છે. હાથ ધોયા પછી પણ આ જગ્યાએ ભેજ રહે છે. બરાબર સુકાતું નથી. પછી આ સ્થળોએ બેક્ટેરિયા વધે છે.
નખ ચાવવા એક પ્રકારની બીમારી
નખ ચાવવાને લઈને અનેક સંશોધન કરવામાં આવ્યા છે. નખ ચાવવાને એક બીમારી પણ કહેવામાં આવે છે, જેને બોડી ફોકસ્ડ બિહેવિયર કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ બીમારીથી પીડિત હોય છે, ત્યારે વ્યક્તિ સમયાંતરે નખ ચાવે છે.
તણાવ દૂર થાય છે
નખ ચાવવાને લઈને ઘણા સંશોધન થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, નખ ચાવવાથી તણાવ દૂર થાય છે. કોઈ પણ પ્રકારના ડર, ચિંતા, ગભરાહટથી પીડિત વ્યક્તિ નખ ચાવે છે.
બાળકોમાં આ આદત વધારે
નખ ચાવવાની આદત બાળકોમાં વધારે હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે-સાથે આ આદત છૂટવા લાગે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જે બાળક નાનપણમાં નખ ચાવે છે તે પૈકી 37% લોકોમાં જ આ આદત રહી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.