આપણે અલગ-અલગ કલરના કોફી મગનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે, આ રંગીન કોફી મગમાં આપણે કોફી નહી, પરંતુ આપણે સીસુ અને કેડમિયમ શરીરમાં નાખીએ છીએ. આ કલરફુલ મગથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
કોફી મગનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યા બાદ તેમાં સીસુ અને કેડમિયમ કોફીમાં મિક્સ થાય છે. જેની બાળકો અને ગર્ભવતી મહિલાઓ પર ગંભીર અસર પડે છે. બાળકોમાં એકાગ્રતા ઓછી થવા લાગે છે. મહિલાઓમાં રિ-પ્રોડક્ટિવ સિસ્ટમ પર અસર થાય છે.
કોફી મગ પર રંગબેરંગી રંગો કરવામાં આવે છે. સિરામિક્સને ઉંચા તાપમાને રાખવામાં આવે છે પરંતુ ઘણી વખત તેમાં બેદરકારી પણ જોવા મળે છે. તેના કારણે કેમિકલ્સ ઓગળી જાય છે.
શું તમે આખી કોફી નથી પીતા
ઘણી વાર લોકો મગમાં કોફી રાખી દે છે. જેના કારણે મગમાં નીચે મલાઇ અને ખાંડ રહે છે. જેમાં બેકટેરીયા થવાની આંશકા રહે છે. જયારે આપણે બીજીવાર આ મગમાં કોફી પીએ છીએ ત્યારે ઇંફેકશન થવાનું જોખમ વધી જાય છે.
કોફી મગને કેવી રીતે સાફ કરી શકાય?
એક સંશોધનમાં ખબર પડી હતી કે, ઓફિસમાં જે કોફી મગનો ઉપયોગ કરવામાં આવે છે, તેને બરાબર સાફ કરવામાં ન આવે તો ઇંફેકશન થવાનું જોખમ વધી જાય છે. જે સ્પંજથી સાફ કરવામાં આવે છે, તેમાં સૌથી વધારે બેક્ટેરિયા હોઈ શકે છે. ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ ડો.પૂજા સહાય જણાવે છે કે, ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્પંજમાં લાખો બેક્ટેરિયા રહે છે. ફ્લશ ઈટિંગ બેક્ટેરિયા પણ હોય છે. આ જીવલેણ હોઈ શકે છે. તેનાથી લોકોને ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.
કોફી મગને સ્વચ્છ કેવી રીતે રાખવો
આપણે સ્ક્રબ્સ અથવા સ્પંજન ઉપયોગમાં સાવચેત રહેવું જોઈએ. વાસણ સાફ કર્યા પછી સ્પંજને સૂકવી નાખો, નહીં તો ભેજને કારણે તેમાં બેક્ટેરિયા વધી શકે છે. સ્પંજ ભીનું રહેવાથી ક્યારેક તેમાંથી દુર્ગંધ આવે છે. તેનું કારણ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા હાનિકારક વાયુઓ મુક્ત કરે છે જે દુર્ગંધનું કારણ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.